જ. દા. તલાટી

સ્મિથ માઇકેલ (Smith Michael)

સ્મિથ, માઇકેલ (Smith Michael) (જ. 26 એપ્રિલ 1932, બ્લૅકપૂલ, ઇંગ્લૅન્ડ; અ. 5 ઑક્ટોબર 2000, વાનકૂવર, કૅનેડા) : જન્મે બ્રિટિશ એવા કૅનેડિયન જૈવરસાયણવિદ અને 1993ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1950માં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1956માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે જ વર્ષે તેઓ કૅનેડા ગયા અને બ્રિટિશ કોલંબિયા રિસર્ચ કાઉન્સિલમાં…

વધુ વાંચો >

હાઇડ્રેટ (hydrate)

હાઇડ્રેટ (hydrate) : એવું ઘન સંયોજન કે જેમાં પાણી H2O અણુઓ રૂપે જોડાયેલું હોય છે. ઘણા સ્ફટિકીય ક્ષારો સંયોજનના એક મોલ-દીઠ પાણીના 1, 2, 3 અથવા વધુ મોલ ધરાવતા હાઇડ્રેટ બનાવે છે; દા. ત., નિર્જળ કૉપર સલ્ફેટ એ CuSO4 સૂત્ર ધરાવતો સફેદ ઘન પદાર્થ છે. પાણીમાંથી તેનું સ્ફટિકીકરણ કરતાં તે…

વધુ વાંચો >

હાન ઓટ્ટો (Haan Otto)

હાન, ઓટ્ટો (Haan, Otto) (જ. 8 માર્ચ 1879, ફ્રૅન્કફર્ટ, એમ મેઇન, જર્મની; અ. 28 જુલાઈ 1968, ગોટિંજન, જર્મની) : નાભિકીય વિખંડન(nuclear fission)ના શોધક અને 1944ના નોબેલ પુરસ્કાર-વિજેતા જર્મન ભૌતિક-રસાયણવિદ. કાચ જડનાર(glazier)ના પુત્ર. તેમનાં માતાપિતા તેઓ સ્થપતિ બને તેમ ઇચ્છતાં હતાં; પણ તેમણે યુનિવર્સિટી ઑવ્ મારબુર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને…

વધુ વાંચો >

હેસનો ઉષ્મા-સંકલનનો નિયમ (Hess’s law)

હેસનો ઉષ્મા-સંકલનનો નિયમ (Hess’s law) : ઉષ્મારસાયણ-(ઉષ્મરસાયણ, thermochemistry)માં જે પ્રક્રિયાઓની પ્રક્રિયા-ઉષ્મા (heat of reaction) અથવા પ્રક્રિયા-એન્થાલ્પી(reaction enthalpy)ના ફેરફારો સીધા માપી શકાતા ન હોય તેની ગણતરી કરવા માટે ઉપયોગી નિયમ. તેને અચળ ઉષ્મા-સરવાળા(ઉષ્માસંકલન) (constant heat summation)નો નિયમ પણ કહે છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં જન્મેલા રશિયન રસાયણવિદ જર્મેઇન હેન્રી હેસે 1840માં આ નિયમ રજૂ…

વધુ વાંચો >

હેસિયમ

હેસિયમ : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુ તત્વ. સંજ્ઞા Hs. પરમાણુક્રમાંક 108. ડર્મસ્ટેટ ખાતે SHIP (Separated heavy-ion reaction products) સુવિધાઓનો ઉપયોગ કરીને 1984માં આ તત્વનું સંશ્લેષણ કરવામાં આવ્યું હતું. પ્રક્રિયા, 208Pb (58Fe, n)265108 દ્વારા તત્વના ત્રણ પરમાણુઓ મેળવવામાં આવેલાં. તત્વના a-ક્ષયનું અર્ધઆયુ 1.8 મિ.સેકંડ માલૂમ પડ્યું છે. તે…

વધુ વાંચો >

હૉફ જેકોબસ હેન્નિકસ વાન્ટ (Hoff Jacobus Hennicus Van’t)

હૉફ, જેકોબસ હેન્નિકસ વાન્ટ (Hoff, Jacobus Hennicus Van’t) (જ. 30 ઑગસ્ટ 1852, રોટરડેમ, નેધરલૅન્ડ્ઝ; અ. 2 માર્ચ 1911, બર્લિન, જર્મની) : ત્રિવિમરસાયણ(stereochemistry)ના સ્થાપક અને 1901ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારવિજેતા. 17 વર્ષની વયે તેમણે માતા-પિતા આગળ પોતે રસાયણવિદ બનવા માગે છે તેવો વિચાર રજૂ કરેલો. આનો સાનુકૂળ પ્રત્યુત્તર ન મળવા છતાં…

વધુ વાંચો >

હૉલ્મિયમ (holmium)

હૉલ્મિયમ (holmium) : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના IIIA) સમૂહમાં આવેલાં લેન્થેનૉઇડ તત્વો પૈકીનું એક રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Ho. 1878માં જે. એલ. સોરેટ અને એમ. ડેલાફોન્ટેઇને અર્બિયા(erbia)ના વર્ણપટના અભ્યાસ દરમિયાન તેની શોધ કરી હતી. 1879 પી. ટી. ક્લીવે તેમનાથી સ્વતંત્ર રીતે દર્શાવ્યું કે અર્બિયા એ અર્બિયમ (erbium), હૉલ્મિયમ અને થુલિયમ(thulium)ના ઑક્સાઇડોનું…

વધુ વાંચો >