જ. દા. તલાટી

બોલ્ટ્ઝમૅન અચળાંક

બોલ્ટ્ઝમૅન અચળાંક (Boltzmann constant) : અણુ અથવા પરમાણુની ગતિજ ઊર્જા(kinetic energy)ને તાપમાન સાથે સાંકળી લેતો અચળાંક. સંજ્ઞા k. વાયુ અચળાંક Rને એવોગેડ્રો (Avogadro) સંખ્યા NA વડે ભાગવાથી તેનું મૂલ્ય મળે છે k = 1.3800662 x 10–23 જૂલ પ્રતિ કેલ્વિન. હીલિયમ અથવા આર્ગન જેવા એક-પારમાણ્વિક (monatomic) વાયુ એકબીજાને લંબ એવી ત્રણ…

વધુ વાંચો >

બોલ્ટ્ઝમૅન, લુડવિગ ઇડૂઆર્ડ

બોલ્ટ્ઝમૅન, લુડવિગ ઇડૂઆર્ડ (જ. 20 ફેબ્રુઆરી 1844, વિયેના; અ. 5 સપ્ટેમ્બર 1906, દુઇનો, ઇટાલી) : જે. ડબ્લ્યુ. ગિબ્સ સાથે પ્રશિષ્ટ સાંખ્યિકીય ભૌતિકશાસ્ત્રને વિકસાવનાર ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની. આ શાખા દ્વારા તેમણે પરમાણુઓના ગુણધર્મો (દળ, વીજભાર, સંરચના) દ્રવ્યના ગુણધર્મોને કેવી રીતે નક્કી કરે છે તે દર્શાવ્યું. તેમનો ઉછેર વેલ્સ અને લિન્ઝમાં થયો હતો.…

વધુ વાંચો >

બોહરિયમ (bohrium)

બોહરિયમ (bohrium) : આવર્તક કોષ્ટકમાંની અનુએક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Bh; પરમાણુક્રમાંક 107. DSI. ડર્મસ્ટેટ ખાતે શીત-સંગલન (cold fusion) પ્રક્રિયા દ્વારા આ તત્વ મેળવવામાં આવ્યું હતું. 1981માં આ તત્વ (107) માટે 209Bi-ની પાતળી પતરી (વરખ, foil) ઉપર આયનીકૃત 54Cr પરમાણુઓના પ્રવેગિત પુંજ(beam)નો મારો ચલાવીને તે મેળવવામાં આવેલું. અંદર આવતા…

વધુ વાંચો >

બ્રહ્માંડમાં (રાસાયણિક) તત્વો

બ્રહ્માંડમાં (રાસાયણિક) તત્વો –  ઉદગમ (origin અને વિપુલતા (abundance) : બ્રહ્માંડના વિવિધ પિંડો(bodies)માં વિવિધ રાસાયણિક તત્વોનું અસ્તિત્વ અને તેમની વિપુલતા. આને વૈશ્વિક રસાયણ(cosmochemistry)ના એક ભાગ તરીકે ઓળખાવી શકાય. વિશ્વરસાયણમાં રાસાયણિક તત્વો, તેમનાં સંયોજનો અને ખનિજોની વિપુલતા, વૈશ્ર્વિક પિંડોની રચનામાં કારણભૂત રાસાયણિક પ્રક્રિયાઓ, વિકિરણધર્મી રૂપાંતરો અને નાભિકીય પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

બ્લીચિંગ પાઉડર

બ્લીચિંગ પાઉડર (વિરંજન ચૂર્ણ) : 1799માં સ્કૉટિશ રસાયણવિદ ચાર્લ્સ ટેનાન્ટ દ્વારા વપરાશ માટે દાખલ કરાયેલ કળીચૂનો (બુઝાવેલો ચૂનો) અને ક્લોરિનનું ઘન સંયોજન. કાર્લ વિલ્હેમ શીલેએ 1774માં ક્લોરિનની શોધ કરી અને 1785માં ફ્રેન્ચ રસાયણવિદ ક્લોડ બર્થોલેટે ક્લોરિનના વિરંજક ગુણધર્મો દર્શાવ્યા તે અગાઉ સૂર્યપ્રકાશ મુખ્ય વિરંજનકારક (bleaching agent) ગણાતો હતો. 1799 પછી…

વધુ વાંચો >

ભારે રસાયણો

ભારે રસાયણો (heavy chemicals) : વિવિધ ઉદ્યોગોમાં વપરાશ માટે ટનબંધી જથ્થામાં ઉત્પન્ન કરવામાં આવતાં પાયારૂપ અકાર્બનિક અને કાર્બનિક રસાયણો. આ વર્ગમાં સલ્ફ્યુરિક, નાઇટ્રિક અને ફૉસ્ફૉરિક ઍસિડો; નાઇટ્રોજન, ઑક્સિજન અને ક્લોરીન; એમોનિયા; ચૂનો; મીઠું; કૉસ્ટિક સોડા (સોડિયમ હાઇડ્રૉક્સાઇડ), ધોવાનો સોડા અથવા સોડા એશ (સોડિયમ કાર્બોનેટ) તથા ઇથિલીન જેવાં રસાયણોનો સમાવેશ થાય…

વધુ વાંચો >

ભૂરાસાયણિક વિતરણ (તત્વોનું)

ભૂરાસાયણિક વિતરણ (તત્વોનું) : પૃથ્વીના ભૂપૃષ્ઠ (crust), પ્રાવરણ (mantle) અને અંતર્ભાગ (ગર્ભભાગ) જેવાં મુખ્ય ક્ષેત્રો(zone)માં રાસાયણિક તત્વોનું વિતરણ. તે પૃથ્વી અને સૂર્યમાલા(solar system)ના પૂર્વ ઇતિહાસ અને તે પછીના ઉદ્વિકાસ (evolution) પર આધારિત છે. આ ઘટનાઓ ઘણા લાંબા સમય પહેલાં બનેલી હોઈ ખરેખર શું બન્યું હશે તેનો સીધો પુરાવો પ્રાપ્ય ન…

વધુ વાંચો >

ભૌતિક રસાયણશાસ્ત્ર

ભૌતિક રસાયણશાસ્ત્ર (physical chemistry) : રાસાયણિક સંયોજનોની સંરચના, તેમના ભૌતિક ગુણધર્મો, તેમની પ્રક્રિયા કરવાની ક્રિયાવિધિ (mechanism) તથા રાસાયણિક સંયોજનોની વિવિધ જાતો (species) વચ્ચે પ્રક્રિયા થવાથી જોવા મળતા ઊર્જાના ફેરફારો સાથે સંકળાયેલ રસાયણશાસ્ત્રની શાખા. તેમાં ભૌતિકશાસ્ત્રના ખ્યાલો અને સિદ્ધાંતોનો રાસાયણિક ઘટનાઓ અંગે મોટી સંખ્યામાં પ્રાપ્ય અવલોકનાત્મક અથવા ગુણાત્મક (qualitative) માહિતીને માત્રાત્મક…

વધુ વાંચો >

મંદ દ્રાવણો

મંદ દ્રાવણો (dilute solutions) : દ્રાવક(solvent)ની સરખામણીમાં દ્રાવ્ય (solute) (ઓગળેલો પદાર્થ) ઓછા જથ્થામાં હાજર હોય તેવી પ્રણાલી. આવાં દ્રાવણો માટેના સામાન્ય નિયમો કોઈ પણ મંદ દ્રાવણ (વાયુ + પ્રવાહી; પ્રવાહી + પ્રવાહી, ……. વગેરે) માટે વાપરી શકાય છે; પરંતુ સામાન્ય રીતે ઘન પદાર્થના પ્રવાહીમાંનાં દ્રાવણ માટે તેમનો વધુ ઉપયોગ થાય…

વધુ વાંચો >

માટી-ઉદ્યોગ

માટી-ઉદ્યોગ : માટી અને/અથવા ખનિજોના મિશ્રણમાંથી ઘડેલાં અને અગ્નિ વડે તપાવેલાં પાત્રો બનાવવાનો કલાકારીગરીવાળો ઉદ્યોગ. તેને મૃત્તિકા-નીપજો(clay products)નો અથવા સિલિકેટ-ઉદ્યોગ પણ કહે છે. માટીમાંથી બનાવેલાં વાસણો સાદાં અથવા કાચીકૃત (vitrified) અને અપારદર્શક, જ્યારે ચિનાઈ માટીનાં અર્ધપારદર્શક પ્રકારનાં હોય છે. સિરૅમિક ઉદ્યોગનો પણ આમાં સમાવેશ થઈ શકે છે. જોકે તેને અલગ…

વધુ વાંચો >