જ. દા. તલાટી

વિરાટ અણુઓ (macromolecules)

વિરાટ અણુઓ (macromolecules) : સામાન્ય રીતે 1000 કરતાં વધુ પરમાણુઓ ધરાવતા અત્યંત મોટા અણુઓ. કુદરતી અને સંશ્લેષિત બહુલકો તેમજ હીમોગ્લોબિન અને ન્યૂક્લિઇડ ઍસિડ જેવા પદાર્થો આવા વિરાટ અણુઓ ધરાવે છે. વિરાટ અણુઓ બે પ્રકારના હોય છે : (1) વૈયક્તિક વસ્તુઓ (entities) કે જેમનું તેમની ઓળખ ગુમાવ્યા સિવાય આગળ વિભાજન થઈ…

વધુ વાંચો >

વીજધ્રુવ વિભવ (electrode potential) :

વીજધ્રુવ વિભવ (electrode potential) : વીજરાસાયણિક [ગૅલ્વેનિક તથા વીજાપઘટની (electrolytic)] કોષોમાં પરસ્પર સંપર્કમાં રહેલ ઇલેક્ટ્રૉનીય અને વિદ્યુત-અપઘટનીય એમ બે વીજવાહકોના બનેલા પ્રત્યેક વીજધ્રુવની બાબતમાં આ બે પ્રાવસ્થાઓને અલગ પાડતી સપાટી આગળ અસ્તિત્વ ધરાવતો (વીજ) વિભવનો તફાવત. ઇલેક્ટ્રૉનનું સ્થાનાંતરણ (transfer) થતું હોય તેવી દહન (combustion), શ્વસન (respiration), પ્રકાશસંશ્લેષણ (photosynthesis), સંક્ષારણ (ક્ષારણ,…

વધુ વાંચો >

વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)

વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…

વધુ વાંચો >

શિમોમુરા, ઓસામુ (Shimomura, Osamu)

શિમોમુરા, ઓસામુ (Shimomura, Osamu) (જ. 27 ઑગસ્ટ 1928, ફુકુચિયામ, ક્યોટો, જાપાન) : જાપાની કાર્બનિક રસાયણવિદ અને સમુદ્રી (marine) જીવવૈજ્ઞાનિક તથા 2008ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમનો ઉછેર મંચુરિયા અને ઓસાકામાં જ્યાં તેમના પિતા લશ્કરી અફસર હતા ત્યાં થયેલો. ત્યાર બાદ તેમનું કુટુંબ ઈસાહાયા (Isahaya) નાગાસાકી ખાતે આવ્યું. નાગાસાકી ઉપર ફેંકાયેલા…

વધુ વાંચો >

શુષ્ક દૂધ

શુષ્ક દૂધ : દૂધમાંથી મોટાભાગનું (> 95 %) પાણી દૂર કર્યા પછી મળતી પાઉડરરૂપ નીપજ. તેના મુખ્યત્વે બે પ્રકાર છે : સંપૂર્ણ દૂધ(whole milk)નો પાઉડર અને વસાવિહીન (nonfat) દૂધનો પાઉડર. આ ઉપરાંત શિશુ-આહાર (infant food), મૉલ્ટયુક્ત દુગ્ધ-ખોરાક, ડેરી-વ્હાઇટનર પણ દૂધમાંથી બનાવવામાં આવે છે. દૂધને શુષ્ક બનાવવાની કળા લગભગ 13મા સૈકામાં…

વધુ વાંચો >

સક્રિયકૃત સંકીર્ણ સિદ્ધાંત

સક્રિયકૃત સંકીર્ણ સિદ્ધાંત (activated complex theory, ACT) : સાંખ્યિક ઉષ્માગતિશાસ્ત્ર(Statistical thermodynamics)ના ઉપયોગ દ્વારા રાસાયણિક કે અન્ય પ્રવિધિઓના દર-અચળાંકો(વેગ-અચળાંકો, rate constants)ની ગણતરી કરવાનું શક્ય બનાવતો સિદ્ધાંત. તેને સંક્રમણ-અવસ્થા (transition state) સિદ્ધાંત અથવા કેટલીક વાર નિરપેક્ષ પ્રક્રિયાદર સિદ્ધાંત (theory of absolute reaction rate) પણ કહે છે. 1935માં હેન્રી આયરિંગ તથા ઇવાન્સ અને…

વધુ વાંચો >

સક્રિયણ-ઊર્જા

સક્રિયણ–ઊર્જા (activation energy) : રસાયણશાસ્ત્રમાં પરમાણુઓ અને અણુઓને તેઓ રાસાયણિક રૂપાંતરણ (પરિવર્તન, transformation) અથવા ભૌતિક પરિવહન (transport) પામી શકે તેવી સ્થિતિમાં લાવવા માટે જરૂરી ન્યૂનતમ ઊર્જા. પ્રક્રિયા થવા માટે પ્રક્રિયક-અણુઓએ એકબીજાની નજીક આવી એકબીજા સાથે અથડાવું પડે છે. આ સમયે તેમના રાસાયણિક બંધો (chemical bonds) તણાય છે, તૂટે છે અને…

વધુ વાંચો >

સલ્ફાઇટ

સલ્ફાઇટ : અસ્થાયી એવા સલ્ફ્યુરસ ઍસિડ (H2SO3)માંથી મેળવાતા ક્ષાર (salt) અથવા એસ્ટર (ester). ક્ષારો ટ્રાઇ-ઑક્સોસલ્ફેટ(VI) આયન  ધરાવે છે, જેમાં ઑક્સો-એનાયનમાંના સલ્ફરનો ઉપચયનાંક (oxidation number) +4 હોય છે. આ ઉપચયનાંક સલ્ફરના વિવિધ ઉપચયનાંકોની પરાસમાં વચ્ચેનો છે. આથી સલ્ફાઇટ ક્ષારો સંજોગો પ્રમાણે ઉપચયનકર્તા (oxidant) તેમજ અપચયનકર્તા (reductant)  એમ બંને રીતે વર્તી શકે…

વધુ વાંચો >

સલ્ફાઇડ (sulphide)

સલ્ફાઇડ (sulphide) : સલ્ફરનાં વધુ વિદ્યુત-ધનાત્મક (electropositive) તત્ત્વો સાથેનાં અકાર્બનિક સંયોજનો (દા.ત., સોડિયમ સલ્ફાઇડ) અથવા બે હાઇડ્રોકાર્બન સમૂહ સાથે જોડાયેલ S-સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનો. અધાતુ તત્ત્વો સાથેના સલ્ફરનાં સંયોજનો સહસંયોજક પ્રકારનાં હોય છે; દા.ત., હાઇડ્રોજન સલ્ફાઇડ, H2S. ધાતુઓ S2 આયન ધરાવતા આયનિક સલ્ફાઇડ આપે છે. આમ તે H2Sનાં લવણો (salts)…

વધુ વાંચો >

સલ્ફ્યુરિલ ક્લોરાઇડ

સલ્ફ્યુરિલ ક્લોરાઇડ : કાર્બનિક સંશ્લેષણમાં એક અગત્યનો પ્રક્રિયક. તે ક્લૉરોસલ્ફ્યુરિક ઍસિડ, સલ્ફોનિલ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ક્લોરાઇડ, સલ્ફયુરિક ઑક્સિક્લોરાઇડ અથવા સલ્ફર (VI) ડાઇક્લોરાઇડ ડાયૉક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર SO2Cl2. ઉદ્દીપકની હાજરીમાં ક્લૉરોસલ્ફોનિક ઍસિડને ગરમ કરવાથી, અથવા સક્રિયકૃત (activated) કાર્બન અથવા ફેરિક ક્લોરાઇડ અથવા કપૂર જેવા ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) અને…

વધુ વાંચો >