સક્રિયણઊર્જા (activation energy) : રસાયણશાસ્ત્રમાં પરમાણુઓ અને અણુઓને તેઓ રાસાયણિક રૂપાંતરણ (પરિવર્તન, transformation) અથવા ભૌતિક પરિવહન (transport) પામી શકે તેવી સ્થિતિમાં લાવવા માટે જરૂરી ન્યૂનતમ ઊર્જા.

પ્રક્રિયા થવા માટે પ્રક્રિયક-અણુઓએ એકબીજાની નજીક આવી એકબીજા સાથે અથડાવું પડે છે. આ સમયે તેમના રાસાયણિક બંધો (chemical bonds) તણાય છે, તૂટે છે અને નવા બંધો રચાઈ નીપજો ઉત્પન્ન થાય છે. આ વિધિ દરમિયાન પ્રણાલીની ઊર્જા એક મહત્તમ મૂલ્ય સુધી વધે છે અને પછી ઘટીને નીપજોની ઊર્જાએ પહોંચે છે. પ્રણાલીની મહત્તમ ઊર્જા અને પ્રક્રિયકોની ઊર્જા વચ્ચેનો તફાવત એ સક્રિયણ-ઊર્જા છે. (જુઓ આકૃતિ).

આકૃતિ : પ્રક્રિયા પરિચ્છેદિકા : અલગ રહેલા પ્રક્રિયકોની ઊર્જા ઉપરની અંતરાયની ઊંચાઈ એ સક્રિયણ-ઊર્જા છે.

તે એક પ્રકારનો ઊર્જા-અંતરાય (energy-barrier) છે અને પ્રક્રિયા આગળ વધે તે માટે પ્રક્રિયકોએ તેને વટાવવો પડે. આકૃતિ દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા પ્રક્રિયકોથી નીપજો તરફ પ્રક્રિયા-યામ (reaction coordinate) સાથે આગળ વધે છે. પ્રક્રિયા-યામ સામાન્ય રીતે બહુપરિમાણી (multidimensional) છે અને રાસાયણિક વિધિ સાથે સંકળાયેલા બંધ-લંબાઈ (bond-lengths) અને બંધ-કોણ(bond angles)નું પ્રતિનિધિત્વ કરે છે. દ્વિ-આણ્વિક (bimolecular) પ્રક્રિયાવિધિની દૃષ્ટિએ જોઈએ તો પ્રક્રિયામાં ભાગ લેતા બે સ્પીસિઝ(species)ના અણુઓેએ એકબીજા સાથે અથડાવું જોઈએ તેટલું જ પૂરતું નથી, પણ આ અથડામણ અથવા સંઘાત (collision) સફળ થાય (નીપજ ઉદ્ભવે) તે માટે તેમણે સક્રિયણ-ઊર્જા જેટલી ઊર્જા પ્રાપ્ત કરવી પડે.

રાસાયણિક પ્રક્રિયાની ગતિકતા (kinetics) એ તેની સાંદ્રતા ઉપરાંત તાપમાન અને દબાણ જેવા ચલનો (variables) ઉપર પણ આધાર રાખે છે અને પ્રક્રિયાનો દર-અચળાંક (rate constant) k, અને તેથી પ્રક્રિયાનો દર અથવા વેગ તાપમાન સાથે બદલાતો માલૂમ પડે છે. મોટાભાગની પ્રક્રિયાઓ માટે k તાપમાન સાથે વધે છે.

1889માં આર્હેનિયસે દર્શાવ્યું કે સંતુલન-અચળાંક(equilibrium constant[K])નો તાપમાન-ગુણાંક (coefficient) વાન્ટ હોફ સમીકરણ

વડે દર્શાવાય છે, જ્યારે સક્રિય જથ્થાના નિયમ (law of mass action) મુજબ સંતુલન-અચળાંક એ અગ્રગામી (forward) અને પશ્ચગામી (backward) પ્રક્રિયાઓના દર-અચળાંકોનો ગુણોત્તર છે. Kc =  . આથી તાપમાન સાથે દર-અચળાંકના ફેરફાર- (variation)ને નીચે પ્રમાણે રજૂ કરી શકાય :

જ્યાં Ea એ સક્રિયણ-ઊર્જા છે. જો Ea તાપમાન પર આધારિત ન હોય તો ઉપરના સમીકરણ (2)નું સંકલન કરવાથી નીચેનું સમીકરણ મળે :

જ્યાં A સંકલન-અચળાંક (integration constant) છે. આથી

Aને આવૃત્તિ (frequency) અવયવ (factor) અથવા પૂર્વઘાતાંકીય (pre-exponential) અથવા આર્હેનિયસનો અચળાંક કહે છે. R વાયુ-અચળાંક છે. આ સમીકરણ આર્હેનિયસના સમીકરણ તરીકે ઓળખાય છે. આમ સક્રિયણ-ઊર્જા એ પ્રક્રિયાનો દર તાપમાન પર કેવી રીતે આધારિત હોય છે, તે નક્કી કરે છે. Eaને પ્રક્રિયકોના એક મોલદીઠ જૂલમાં (અથવા કૅલરીમાં) દર્શાવાય છે. પ્રસરણ-ગુણાંક માટેનું આવું સમીકરણ નીચે પ્રમાણે છે :

સમીકરણ (3) મુજબ જો ln k (અથવા log k) વિરુદ્ધ નો આલેખ દોરવામાં આવે તો તે (આર્હેનિયસ-આલેખ) સામાન્ય રીતે સીધી રેખા હોય છે અને તેનો ઢોળાવ (slope)  (અથવા ) જોવા મળે છે. આ ઉપરથી Eaનું મૂલ્ય નક્કી કરી શકાય.

આલેખને બદલે બે જુદાં જુદાં તાપમાનોએ પ્રક્રિયાદર માપીને પણ Eaની ગણતરી કરી શકાય :

અથવા

સક્રિયણ-ઊર્જાનું ઊંચું મૂલ્ય એમ સૂચવે છે કે દર-અચળાંક તાપમાન પર પ્રબળ રીતે આધારિત છે. Eaનું શૂન્ય મૂલ્ય એમ દર્શાવે છે કે પ્રક્રિયાનો દર તાપમાન પર આધારિત નથી. કેટલાક કિસ્સામાં Ea ઋણ (negative) મૂલ્ય પણ ધરાવી શકે છે, જે એમ સૂચવે છે કે તાપમાનમાં વધારો કરવામાં આવતાં પ્રક્રિયાદર ઘટે છે. એટલે કે અવલોકિત દર-અચળાંક એ એક સંકીર્ણ (complex) ક્રિયાવિધિ સાથે સંકળાયેલ પ્રાથમિક (elementary) પ્રક્રિયાઓના દર-અચળાંકોનો સંયુક્ત (composite) ફલન છે.

વાયુ-પ્રાવસ્થા(phase)માં થતી કોઈ એક પ્રક્રિયામાં અણુઓ વચ્ચે પ્રત્યેક સેકન્ડે અસંખ્ય અથડામણો થતી હોય છે, પણ તેમાંનો એક નાનો અંશ જ પ્રક્રિયા પામી શકે તેટલી જરૂરી ઊર્જા ધરાવતો હોય છે. Ea કરતાં વધુ ગતિજ ઊર્જા ધરાવતા સંઘાતોનું પ્રમાણ બોલ્ટ્ઝમૅન વિતરણ પ્રમાણે  વડે મળે છે. આમ આર્હેનિયસ સમીકરણમાંના પૂર્વ-ઘાતાંકીય અવયવ(A)ને પ્રક્રિયા પામી શકે તેટલી ઊર્જા ધરાવતા સંઘાતોના અંશ તરીકે ગણાવી શકાય. આમ અવયવ A એ તેમની ઊર્જાથી નિરપેક્ષ રીતે અથડામણો કયા દરથી થાય છે તેનું માપ છે. આથી A અને નો ગુણાકાર એ સફળ (પ્રક્રિયા કરી શકતા) સંઘાતોની સંખ્યા આપે છે.

કેટલીક પ્રક્રિયાઓની બાબતમાં ln k વિરુદ્ધ નો આલેખ રૈખિક હોતો નથી. Ea એ સક્રિય અણુઓની સરેરાશ ઊર્જા અને સઘળા અણુઓની સરેરાશ ઊર્જાનો તફાવત છે. ટૉલમૅને દર્શાવ્યું કે જો આ બે સરેરાશ સમાન તાપમાન આધારિતતા ધરાવતી ન હોય તો અર્હેનિયસ સમીકરણનું સંકલિત (integrated) સ્વરૂપ હંમેશાં યથાર્થ રહેશે નહિ. આવે વખતે દર-અચળાંકને નીચે પ્રમાણે દર્શાવી શકાય :

જ્યાં a, E´ અને m તાપમાનથી સ્વતંત્ર એવા અચળાંકો છે.

જ. દા. તલાટી