જ. દા. તલાટી

રોઝ ઇરવિન (Rose Irwin)

રોઝ, ઇરવિન (Rose, Irwin) (જ. 16 જુલાઈ 1926, બ્રૂકલિન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 2004ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1952માં રોઝે યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી જૈવરસાયણમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1963–64 દરમિયાન તેઓ યેલ (Yale) યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનના અધ્યાપકગણમાં હતા. 1963થી 1995 દરમિયાન તેઓ ફૉક્સ ચેઝ (Fox…

વધુ વાંચો >

રૉસબી તરંગો

રૉસબી તરંગો : મોસમવિજ્ઞાનમાં જેટ પ્રવાહના વહનની અક્ષમાં વિકસતું એક એવું મોટું સમમિતીય તરંગણ (undulation) કે જે ઠંડી, ધ્રુવીય (polar) હવાને ગરમ ઉષ્ણકટિબંધીય (tropical) હવાથી અલગ પાડે છે. પોતાના અભ્યાસ દરમિયાન સ્વીડિશ–અમેરિકન મોસમવિજ્ઞાની કાર્લ-ગુસ્તાફ અર્વિડ રૉસબીએ ઉચ્ચતર પશ્ચિમી (westerly) પવનોમાં હવાના દીર્ઘ જ્યાવક્રીય (સાઇનવક્રીય, sinusoidal) તરંગો પારખી તેમના હલનચલન અંગે…

વધુ વાંચો >

લિગેન્ડ  ક્ષેત્રવાદ (Ligand field theory, LFT)

લિગેન્ડ  ક્ષેત્રવાદ (Ligand field theory, LFT) સંક્રમણ (transition) તત્વો અથવા વિરલ મૃદા (rare earth) તત્વોનાં સંકીર્ણ સંયોજનોની રંગ અને અનુચુંબકતા (paramagnetism) જેવી અગત્યની લાક્ષણિકતાઓને લિગેન્ડ વડે થતા ઊર્જાસ્તરો(energy levels)ના વિપાટન (વિદારણ, splitting) દ્વારા સમજાવતો સિદ્ધાંત. તે સ્ફટિક-સિદ્ધાંત(crystal field theory)નું વિસ્તરણ છે. વર્નર અને તેમના સમકાલીનો તથા લુઇસ અને સિજવિકના ઇલેક્ટ્રૉનયુગ્મ(electron…

વધુ વાંચો >

લિથિયમ (lithium)

લિથિયમ (lithium) : આવર્તક કોષ્ટકના 1લા (અગાઉના IA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્ત્વ. બર્ઝેલિયસની પ્રયોગશાળામાં કામ કરતા એક યુવાન સહાયક જોહાન ઑગસ્ટ આર્ફવેડસને 1870માં એક નવી આલ્કલી ધાતુ તરીકે તેની શોધ કરેલી. સિલિકેટ ખનિજ પેટેલાઇટમાંથી તે સૌપ્રથમ છૂટું પાડવામાં આવેલું. ગ્રીક શબ્દ ‘લિથૉસ’ (પથ્થર, stone) પરથી તત્વને ‘લિથિયમ’ નામ આપવામાં આવ્યું છે,…

વધુ વાંચો >

લીબિગ કન્ડેન્સર

લીબિગ કન્ડેન્સર : રાસાયણિક પ્રયોગશાળામાં બાષ્પને ઠારી પ્રવાહી રૂપે મેળવવા માટે વપરાતું એક ઉપકરણ. સામાન્ય રીતે કન્ડેન્સર પાણી ભરેલા જૅકેટ દ્વારા ઠંડી કરવામાં આવતી નળી અથવા નળીઓનો બનેલો હોય છે. સાદા કન્ડેન્સરમાં કાચના સમાક્ષ (coaxial) જૅકેટ વડે આવૃત એવી કાચની નળી હોય છે. ગરમ બાષ્પ અંદરની નળીમાંથી પસાર થાય છે,…

વધુ વાંચો >

લૅન્ડ, એડવિન હર્બર્ટ (Land, Edwin Herbert)

લૅન્ડ, એડવિન હર્બર્ટ (Land, Edwin Herbert) (જ. 7 મે 1909, બ્રિજપૉર્ટ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1 માર્ચ 1991, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : યુ.એસ.ના ભૌતિકવિદ, પોલેરૉઇડ (Polaroid) તથા તત્ક્ષણ (instant) ફોટોગ્રાફીના શોધક તથા ધંધાદારી સંચાલક. પિતા હૅરી એમ. લૅન્ડ તથા માતા માર્થા જી. લૅન્ડ. એડવિને અમેરિકાની નૉર્વિક એકૅડેમી તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ…

વધુ વાંચો >

વજન અને માપપ્રણાલી (system of weights and measures) :

વજન અને માપપ્રણાલી (system of weights and measures) : માનવીના રોજબરોજના વ્યવહારમાં વસ્તુઓની લેવડ-દેવડમાં તથા વિજ્ઞાન અને ઇજનેરી જેવાં ક્ષેત્રોમાં માહિતીની રજૂઆતમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વજન, અંતર, ક્ષેત્રફળ અને કદ (ધારણ-શક્તિ, ક્ષમતા, capacity) જેવી ભૌતિક રાશિઓના ચોક્કસ જથ્થા દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતાં એકમો અને માનકો(standards)ની પ્રણાલી. આધુનિક સમયમાં…

વધુ વાંચો >

વર્ણલેખન (chromatography)

વર્ણલેખન (chromatography) પ્રવાહી અથવા વાયુરૂપ મિશ્રણમાં રહેલા રાસાયણિક ઘટકોને બે વિષમાંગ (heterogeneous), અમિશ્ર્ય (immiscible) પ્રાવસ્થાઓ (phases) વચ્ચે વરણાત્મક (selective) વિતરણ (distribution) દ્વારા અલગ કરવાની પદ્ધતિ. જે સંયોજનોના રાસાયણિક ગુણધર્મો સરખા હોય (દા.ત., ગાજરમાં રહેલ α, β, અને γકૅરોટિન, અથવા લીલી વનસ્પતિમાંના ક્લૉરોફિલ-a અને ક્લૉરોફિલ-b, અથવા પેટ્રોલિયમમાં આવેલા વિવિધ ઘટકો) તેમને…

વધુ વાંચો >

વાયુ-અચળાંક (gas constant)

વાયુ-અચળાંક (gas constant) : આદર્શ વાયુ-સમીકરણમાંનો અનુપાતી અચળાંક (proportionality constant). સંજ્ઞા R. તેને સાર્વત્રિક (universal) મોલર વાયુ-અચળાંક પણ કહે છે. તે એક અન્ય મૂળભૂત અચળાંક, બૉલ્ટ્ઝમૅન અચળાંક (k અથવા kB) સાથે નીચેના સમીકરણ મુજબ સંકળાયેલો છે : R = kL [L = એવોગેડ્રો અચળાંક (સંખ્યા)]     (1) ગેલિલિયો સાથે ફ્લૉરેન્સમાં અભ્યાસ…

વધુ વાંચો >

વિદ્યુતવિભાજન ઉદ્યોગો (electrolytic industries)

વિદ્યુતવિભાજન ઉદ્યોગો (electrolytic industries) : વિદ્યુત-ઊર્જાના ઉપયોગ દ્વારા રાસાયણિક પ્રક્રિયા કરી વિવિધ પદાર્થોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. રાસાયણિક પ્રક્રમણ (process) ઉદ્યોગોમાં વિદ્યુતનો ઉપયોગ મોટર જેવાં યંત્રો ચલાવવા તથા ઊંચું તાપમાન મેળવવા ઉપરાંત વિદ્યુત-વિભાજન વડે રાસાયણિક ફેરફાર કરવા માટે પણ થાય છે. કૉસ્ટિક સોડા, ક્લૉરીન, હાઇડ્રોજન તથા મૅગ્નેશિયમ અને ઍલ્યુમિનિયમ જેવી ધાતુઓનું…

વધુ વાંચો >