જ. દા. તલાટી

સીરિયમ (cerium)

સીરિયમ (cerium) : આવર્તક કોષ્ટકમાં 3જા (અગાઉના IIIA) સમૂહમાં સમાવિષ્ટ એવાં લેન્થેનૉઇડ્સ (lanthanoids) અથવા લેન્થેનાઇડ તત્ત્વો [અથવા વિરલ મૃદા (rare earth) ધાતુઓ] પૈકીનું એક રાસાયણિક તત્વ. 1791માં સ્વીડિશ ખનિજ-વૈજ્ઞાનિક (mineralogist) ક્રૉનસ્ટેટે શોધેલ એક ભારે ખનિજમાંથી 1803માં જર્મનીના એમ. એચ. ક્લેપ્રોથે અને તેમનાથી સ્વતંત્ર રીતે સ્વીડનના જે. જે. બર્ઝેલિયસ અને વિલ્હેમ…

વધુ વાંચો >

સુવર્ણ (રસાયણશાસ્ત્ર)

સુવર્ણ (રસાયણશાસ્ત્ર) : આવર્ત કોષ્ટકના Ib સમૂહમાં આવેલું, સંજ્ઞા Au, પરમાણુક્રમાંક 79 અને પરમાણુભાર 196.967 ધરાવતું તત્વ. તે ઘેરા પીળા રંગની, ચળકતી, નરમ, કીમતી ધાતુ છે. મુક્ત સ્થિતિમાં મળી આવતું હોવાને કારણે પુરાણકાળથી કલાત્મક નમૂના, પૂજા માટેનાં પાત્રો, આભૂષણો અને સિક્કામાં તે વપરાતું આવ્યું છે. દરિયાનું પાણી ટન દીઠ 10…

વધુ વાંચો >

સૂક્ષ્મ પૃથક્કરણ (microanalysis)

સૂક્ષ્મ પૃથક્કરણ (microanalysis) : પદાર્થના નાના નમૂનામાં રહેલા ઘટકોના અલ્પ (minute) જથ્થાઓની પરખ અને તેમનું નિર્ધારણ. કોઈ એક પદાર્થમાંના અમુક ઘટકની પરખ અથવા તેનું પ્રમાણ નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વાપરવી તે નક્કી કરવાનું વિશ્લેષક માટે ઘણી વાર આવશ્યક બને છે. સૂક્ષ્મ રસાયણ (micro chemistry) એ સારભૂત રીતે તો યોગ્ય…

વધુ વાંચો >

સૂર્યપ્રણાલીમાંનાં તત્ત્વો

સૂર્યપ્રણાલીમાંનાં તત્ત્વો : સૂર્યપ્રણાલી (સૌરમાલા, solar system) એટલે કે સૂર્ય અને તેની આસપાસ ઘૂમતા પિંડોનું સંઘટન, તેમાં રહેલાં વિવિધ રાસાયણિક તત્ત્વો અને તેમની વિપુલતા. તેમાં પ્લૂટો (?) સમેત નવ મોટા ગ્રહો (planets), પચાસેક જેટલા ઉપગ્રહો (satellites), ઓછામાં ઓછી ત્રણ વલય-પ્રણાલીઓ (ring systems) તેમજ ગ્રહિકાઓ (ગૌણ ગ્રહો, asteroids) અને ધૂમકેતુઓ તરીકે…

વધુ વાંચો >

સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરાઈકુડી

સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરાઈકુડી : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ, ન્યૂ દિલ્હીના નેજા હેઠળ પ્રસ્થાપિત 38 જેટલી રાષ્ટ્રીય સંશોધન-સંસ્થાઓ અને પ્રયોગશાળાઓ પૈકીની એક. ‘સેક્રિ’(C.E.C.R.I.)ના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થાની સ્થાપના 25 જુલાઈ, 1948ના રોજ તામિલનાડુના કરાઈકુડી ખાતે થઈ હતી. તેનો મુખ્ય હેતુ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે ઔદ્યોગિક અને…

વધુ વાંચો >

સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર

સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (C.S.I.R.) (ન્યૂ દિલ્હી) હેઠળની રાષ્ટ્રીય પ્રયોગશાળા. 1947માં સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના ઘણા ભાગોમાં મીઠાની તીવ્ર અછત ઊભી થઈ હતી. આ અછત નિવારવા માટે C.S.I.R.-એ મીઠાના ઉત્પાદન અને ઉપયોગ અંગે સંશોધન કરવા માટે એક અલગ કેન્દ્રીય…

વધુ વાંચો >

સોડિયમ ક્લોરાઇડ

સોડિયમ ક્લોરાઇડ : સોડિયમ અને ક્લોરિનનું લાક્ષણિક (archetypal) આયનિક સંયોજન. સામાન્ય મીઠાનું અથવા મેજ-મીઠા(table salt)નું તે શુદ્ધ સ્વરૂપ છે. રાસાયણિક સૂત્ર NaCl. કુદરતમાં તે સૈંધવ (rock salt) અથવા હેલાઇટ (halite) ખનિજ તરીકે તેમજ ક્ષારીય જળ (brine waters) તથા દરિયાના પાણીમાં મળી આવે છે. દરિયાના પાણીમાં NaClનું પ્રમાણ લગભગ 2.6 %…

વધુ વાંચો >

સોડિયમ થાયૉસલ્ફેટ

સોડિયમ થાયૉસલ્ફેટ : રંગવિહીન ભેજસ્રાવી (efflorescent) સ્ફટિકમય ઘન પદાર્થ. સૂત્ર : Na2S2O3·5H2O. સાપેક્ષ ઘનતા : 1.73. ગ.બિં. 42° સે. ભેજવાળી હવામાં તે પ્રસ્વેદ્ય (deliquescent) છે, જ્યારે શુષ્ક હવામાં 33° સે. તાપમાને તે ભેજસ્રાવી હોઈ સ્ફટિકજળ ગુમાવે છે. તે પાણીમાં તથા ટર્પેન્ટાઇન તેલમાં દ્રાવ્ય છે જ્યારે ઇથેનોલમાં અદ્રાવ્ય છે. ઊકળતા સોડિયમ…

વધુ વાંચો >

સોડિયમ નાઇટ્રાઇટ

સોડિયમ નાઇટ્રાઇટ : સોડિયમનો સફેદ અથવા આછો પીળાશ પડતો ક્ષાર. સૂત્ર NaNO2. સોડિયમ નાઇટ્રેટના લગભગ 500° સે. તાપમાને ઉષ્મીય વિભંજનથી તે ઉત્પન્ન થાય છે : આ ઉપરાંત નાઇટ્રિક ઑક્સાઇડ(NO)ની સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પણ તે મળે છે : 4NO + 2NaOH → 2NaNO2 + N2O + H2O વ્યાપારી ધોરણે તેનું…

વધુ વાંચો >

સોડિયમ સાયનાઇડ (sodium cyanide)

સોડિયમ સાયનાઇડ (sodium cyanide) : અકાર્બનિક અને કાર્બનિક રસાયણમાં તથા ઘણી ધાતુકર્મીય (metallurgical) પ્રવિધિઓમાં ઉપયોગી એવું અગત્યનું સંયોજન. રાસાયણિક સૂત્ર NaCN. 1965 સુધી સોડિયમ સાયનાઇડના ઉત્પાદન માટે કાસ્ટનર (Castner) પ્રવિધિ વપરાતી હતી. તેમાં સોડામાઇડ(NaNH2)માંથી તે બનાવવામાં આવતો હતો. સોડિયમ (Na) ધાતુ અને એમોનિયા (NH3) વચ્ચેની પ્રક્રિયાથી સોડામાઇડ બને છે. Na…

વધુ વાંચો >