જ. જ. જોશી

એફોર

એફોર : પ્રાચીન ગ્રીસના સ્પાર્ટા નગરરાજ્યની વહીવટી નિરીક્ષક સંસ્થા. આ સંસ્થાની શરૂઆત ક્યારે થઈ તે અંગે મતભેદ છે. ઈ. પૂ. આઠમી સદીની આસપાસ લાયકરગસના સમયમાં રાજાને વહીવટમાં મદદ કરવાના હેતુથી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હશે તેમ મનાય છે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં એફોરના સભ્યોની સંખ્યા પાંચની હતી. એફોર લોકોના પ્રતિનિધિ…

વધુ વાંચો >

એમોરાઇટ

એમોરાઇટ : ઈ. પૂ. 3000ની આસપાસ અરેબિયા, પેલેસ્ટાઇન અને સીરિયાના પ્રદેશની અર્ધભટકતી જાતિ. સુમેરિયન અક્કેડિયન સામ્રાજ્યની પડતીના સમયે આ પ્રજાએ આક્રમણ કરીને બૅબિલોન નગરમાં વસવાટ કર્યો. ઈ. પૂ. 2100માં હમુરાબી રાજાની નેતાગીરી હેઠળ પ્રથમ બૅબિલોનિયન સામ્રાજ્યની સ્થાપના કરી. ઈ. પૂ. સોળથી તેરમી સદી દરમિયાન હિટ્ટાઇટ નામની પ્રજાએ એમોરાઇટ લોકોને આ…

વધુ વાંચો >

એલમ

એલમ (Elam) : ઈરાનના નૈર્ઋત્યના મેદાનમાં આવેલું પ્રાચીન સમયનું બૅબિલોનિયન રાજ્ય. બાઇબલમાં તેનો નિર્દેશ છે. સુમેરિયન અક્કેડીઅન સામ્રાજ્યની પડતીના સમયે એલમની પ્રજાએ પૂર્વદિશામાંથી આક્રમણ કરી પોતાની સત્તા જમાવી ઈ. પૂ. અઢારમી સદીમાં બૅબિલોનિયાના પ્રદેશમાં આ પ્રજાની સત્તા હતી. તેની રાજધાની સુસા હતી. ઈ. પૂ. 645ની આસપાસ અસુર બાનીપાલ નામના રાજાએ…

વધુ વાંચો >

એલ્બા

એલ્બા : ભૂમધ્ય સમુદ્રમાં ઇટાલીના પશ્ચિમ કિનારાથી 11 કિમી.ને અંતરે આવેલો ખડકાળ ટાપુ. 363 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતા આ ટાપુની વસ્તી 30,000થી વધુ છે. પરાજયને અંતે નેપોલિયન બોનાપાર્ટને આ ટાપુ ઉપર (5-5-1814થી 26-2-1815 સુધી) રાખવામાં આવ્યો હતો. પોર્ટોફેરિયો ખાતે આવેલા સામાન્ય મકાનમાં તે રહ્યો. તે દરમિયાન સેંટ મોર્ટિનોનો ભવ્ય મહેલ બંધાયો.…

વધુ વાંચો >

એવિગ્નોન

એવિગ્નોન : ફ્રાન્સના અગ્નિખૂણામાં ર્હોન નદીને કિનારે આવેલું કૃષિકેન્દ્ર અને ઐતિહાસિક નગર. રોમન યુગમાં તે સમૃદ્ધ નગર હતું. પાંચમી સદીમાં ઉત્તર યુરોપીય આક્રમણને લીધે પતન થયું. ફ્રાન્સના રાજા ફિલિપના પ્રભાવ હેઠળ ચૂંટાયેલા પોપ ક્લૅમન્ટ પાંચમાએ 1309થી 1377 સુધી આ નગરમાં નિવાસ કર્યો. આ ગાળો ઇતિહાસમાં ‘એવિગ્નોન પોપશાહી’ કે ‘બૅબિલોનિયન કૅપ્ટિવિટી…

વધુ વાંચો >

ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ

ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ (121-180) : નિગ્રહી (stoic) તત્ત્વચિંતક, રોમન બાદશાહ. તે ધનવાન કુટુંબમાં જન્મ્યો હતો અને બાદશાહ હેડ્રિયને તેને ભાવિ રોમન શાસક તરીકે પસંદ કર્યો હતો. વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા તેને વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવ્યું હતું. એપિક્ટેટસે ઉદબોધેલ નિગ્રહવાદ અને તજ્જન્ય સમદર્શિતા ઓરેલિયસના જીવનમાં છવાઈ ગયેલાં હતાં. 1૩8માં એન્ટોનિનસ પાયસે…

વધુ વાંચો >

ઓલિમ્પિક રમતોત્સવ

ઓલિમ્પિક રમતોત્સવ : આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતો રમતોનો સ્પર્ધાત્મક ઉત્સવ. ઓલિમ્પિક રમતોના ઉદભવ વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. છતાં લિખિત નોંધને આધારે પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત ઈ. પૂ. 776માં થઈ હતી. ઈ. સ. 393 સુધી તે સમયાંતરે યોજાતી રહી. આ રમતોત્સવ દર ચાર વર્ષે ગ્રીસમાં ઓલિમ્પસ પર્વતની તળેટીમાં ઓલિમ્પિયાના મેદાનમાં યોજાતો…

વધુ વાંચો >

ઑસ્ટ્રેસિઝમ

ઑસ્ટ્રેસિઝમ : પ્રાચીન ગ્રીસમાં લોકમત દ્વારા કામચલાઉ હદપારી માટે થતો શબ્દપ્રયોગ. ગ્રીક પરંપરા પ્રમાણે ઍથેન્સમાં ઈ. પૂ. છઠ્ઠી સદીના અંતમાં ક્લેસ્થનિસના સમયમાં આ યોજના અમલમાં આવી હતી. હદપાર કરવા માટેની વ્યક્તિનું નામ માટીની કે ઘડાની ઠીકરી (ostriea) ઉપર લખવામાં આવતું, જેની ગણના મતપત્ર તરીકે થતી. ઍથેન્સની આમસભા દરેક વર્ષે બે…

વધુ વાંચો >

કિડવાઈ રફી અહમદ

કિડવાઈ, રફી અહમદ (જ. 18 ફેબ્રુઆરી 1894, મસૌલી, જિ. બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1954, નવી દિલ્હી) : સ્વાતંત્ર્ય-સૈનિક, કૉંગ્રેસી નેતા અને દેશમાંથી હિંમતપૂર્વક માપબંધી દૂર કરનાર કેન્દ્ર સરકારના અન્નખાતાના મંત્રી. આશરે એક હજાર વર્ષ અગાઉ, તેમના પૂર્વજ કાજી કિડવા મહંમદ ગઝનીના રસાલા સાથે ભારત આવ્યા હતા. 1918માં અલીગઢની એમ.એ.ઓ.…

વધુ વાંચો >

કૉરિન્થ

કૉરિન્થ : પ્રાચીન ગ્રીસનું સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય. કૉરિન્થ ભૂશિર અને કૉરિન્થ નહેરના કાંઠે તે આવેલું છે. નવું કૉરિન્થ જૂના શહેરથી પૂર્વ તરફ 6 કિમી. દૂર છે અને ધરતીકંપમાં જૂના શહેરના નાશ પછી 1858માં ફરી તે બંધાયું છે. આ શહેર વેપાર અને વાહનવ્યવહારનું કેન્દ્ર છે. જૂના શહેરનાં ખંડેરો ઍથેન્સથી 80…

વધુ વાંચો >