જ. જ. જોશી

કૉર્નવૉલિસ માર્ક્વિસ ઑવ્

કૉર્નવૉલિસ, માર્ક્વિસ ઑવ્ (જ. 31 ડિસેમ્બર 1738; અ. 5 ઑક્ટોબર 1805, ગાઝિયાબાદ) : અંગ્રેજ સેનાપતિ અને ભારતના ગવર્નર-જનરલ. ઇટન અને ક્લેર કૉલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ. 1756માં લશ્કરમાં જોડાયા. લેફ્ટેનન્ટ કર્નલ તરીકે 1758થી 1762 દરમિયાન જર્મનીમાં રહી સપ્તવાર્ષિક યુદ્ધમાં ભાગ લીધો. 1775માં મેજર જનરલ બન્યા. 1776માં અમેરિકામાં (U.S.) સરસેનાપતિ વિલિયમ હાઉસના મદદનીશ…

વધુ વાંચો >

કૉર્સિરા

કૉર્સિરા : પ્રાચીન ગ્રીસમાં કૉરિન્થ નામના નગરરાજ્યે આયોનિયન સાગરમાં ઈ. પૂ. છઠ્ઠી સદીની આસપાસ સ્થાપેલું સંસ્થાન. સમય જતાં વ્યાપાર અને વાણિજ્યમાં તે માતૃભૂમિ કૉરિન્થથી પણ આગળ નીકળી ગયું. કૉરિન્થ સાથે મતભેદો ઊભા થયા. કૉર્સિરાએ સ્થાપેલા એપિડેમ્નસ નગરમાં વહીવટી અંકુશ અંગે બંને રાજ્યો વચ્ચે સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં કૉર્સિરાને પક્ષે ઍથેન્સ…

વધુ વાંચો >

ક્લીસ્થનીસ

ક્લીસ્થનીસ : પ્રાચીન ગ્રીસના ઍથેન્સ નામના નગરરાજ્યમાં સોલોન પછીનો લોકશાહીનો બીજો સ્થાપક. ઈ. પૂ. 507માં તે સત્તા ઉપર આવ્યો. પક્ષીય રાજકારણ અને જાતિના ધોરણે રચાયેલું બંધારણ ઍથેન્સની લોકશાહીમાં વિઘ્નરૂપ હતાં. ક્લીસ્થનીસે પ્રાદેશિક ધોરણે દસ નવી જાતિઓની રચના કરી. આમ સમિતિની સત્તામાં વધારો કર્યો. કોઈ પણ ઉમરાવ વધુ લોકપ્રિય થઈ સરમુખત્યાર…

વધુ વાંચો >