જ. જ. જોશી

અક્કેડીઅન સંસ્કૃતિ

અક્કેડીઅન સંસ્કૃતિ : પ્રાચીન સમયમાં પશ્ચિમ એશિયામાં અક્કડના નામથી ઓળખાતા બેબિલોનિયાના ઉત્તર ભાગમાં ઈ. સ. પૂ. 3000ના ગાળામાં વસેલી અક્કેડીઅન પ્રજાની સંસ્કૃતિ. ઈ. સ. પૂ. 2750ની આસપાસ સારગોન પહેલાએ આ પ્રદેશનાં નગરોને એકત્રિત કર્યાં. પછી આ પ્રદેશ વ્યાપારી કેન્દ્ર તરીકે વિકાસ પામ્યો. સારગોને સુમેરિયનો ઉપર વિજય મેળવી પોતાની સત્તા ઈરાની…

વધુ વાંચો >

અબ્દુર્રહેમાનખાન

અબ્દુર્રહેમાનખાન (જ. 1844, કાબુલ, અફઘાનિસ્તાન; અ. 1 ઑક્ટોબર 1901, કાબુલ, અફઘાનિસ્તાન) : અફઘાનિસ્તાનનો અમીર. પિતાનું નામ અફઝલખાન અને પિતામહનું નામ દોસ્ત મહમ્મદ હતું. ગાદીવારસા માટેના સંઘર્ષમાં શેર અલીનો વિજય થતાં તેણે સમરકંદમાં આશ્રય લીધેલો. બીજા અફઘાન વિગ્રહને અંતે 1879માં અંગ્રેજ સરકારે અબ્દુર્રહેમાનને રાજા તરીકે માન્ય કર્યો હતો. દેશની વિદેશનીતિ તેણે…

વધુ વાંચો >

આઉટ્રામ, સર જેમ્સ

આઉટ્રામ, સર જેમ્સ (જ. 29 જાન્યુઆરી 1803, યુ.કે.; અ. 11 માર્ચ 1863, ફ્રાંસ) : બ્રિટિશ યુગના ભારતના એક સેનાપતિ. પિતાનું નામ બેન્જામીન આઉટ્રામ. 1829માં સામાન્ય લશ્કરી અધિકારી તરીકે તેઓ ભારતમાં આવ્યા હતા. ખાનદેશના ભીલોને સૈનિક તરીકેની તાલીમ આપી તેમની સહાયથી તેમણે દોંગ જાતિને પરાજય આપ્યો હતો. 1835થી 1838ના ગાળામાં મહીકાંઠામાં…

વધુ વાંચો >

આર્કોન

આર્કોન : પ્રાચીન ગ્રીસના નગરરાજ્યનો ઉચ્ચ વહીવટી અધિકારી. તેના ઉદભવ અને વિકાસ અંગે ચોક્કસ અને નિર્ણીત મંતવ્ય આપવું મુશ્કેલ છે. ઍથેન્સના ઉમરાવશાહી યુગમાં ઈ. પૂ. આઠમી સદીમાં વારસાગત રાજાશાહી ઉપર અંકુશ રાખવાના હેતુથી આ હોદ્દો અસ્તિત્વમાં આવ્યો હશે તેમ મનાય છે. શરૂઆતમાં આર્કોનની નિયુક્તિ જીવન પર્યંતની થતી. ઈ. પૂ. 752થી…

વધુ વાંચો >

આર્ગૉસ

આર્ગૉસ : દક્ષિણ ગ્રીસમાં પેલોપોનેસસના નામથી ઓળખાતા પ્રદેશમાં આવેલું નગર. ગ્રીસના જૂનામાં જૂના શહેર તરીકે તે જાણીતું છે. હોમરના ઇલિયડમાં આર્ગીવ્ઝના મેદાનમાં આવેલી બધી વસાહતો આર્ગૉસના નામથી ઓળખાતી બતાવી છે. આ નગરને મુખ્ય મથક તરીકે રાખી, ડોરિયનોએ પેલોપોનેસસના પ્રદેશ ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું. ઈ. પૂ. સાતમી સદીમાં આર્ગૉસના રાજા ફેઇડનના…

વધુ વાંચો >

ઇરેસમસ ડેસિડેરિયસ

ઇરેસમસ ડેસિડેરિયસ (જ. 26-27 ઑક્ટોબર 1466, રોટરડૅમ; અ. 12 જુલાઈ 1536, સ્વિટ્ઝર્લૅન્ડ) :  સાંસ્કૃતિક પુનરુત્થાનના ઉત્તરાર્ધ ગાળાના હોલૅન્ડના માનવતાવાદી વિદ્વાન અને પ્રશિષ્ટ સાહિત્યના અભ્યાસી અનુવાદક – સંપાદક. રોટરડૅમ ખાતે જન્મ્યા હોવાથી પોતાનું નામ ડેસિડેરિયસ ઇરેસમસ રોટેરોડૅમસ રાખ્યું. પિતાનું ગેરકાયદે સંતાન હોવાથી, કુટુંબથી વિમુખ રહેવાનું બન્યું. 1478થી 1484 દરમિયાન હોલૅન્ડના ડેવેન્ટર…

વધુ વાંચો >

એજિયન સંસ્કૃતિ

એજિયન સંસ્કૃતિ : ગ્રીસની પૂર્વ બાજુએ આવેલા સમુદ્રના દ્વીપોમાં ઈ. પૂ. 3000થી ઈ. પૂ. 1000ના ગાળામાં વિકસેલી સંસ્કૃતિ. ગ્રીસની દક્ષિણે આવેલો ક્રીટ ટાપુ આ સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. પુરાતત્વવિદ્ હેનરિક સ્લીમાન અને આર્થર ઈવાન્સના પ્રયત્નોથી વીસમી સદીની શરૂઆતમાં વિશ્વને આ સંસ્કૃતિનો ખ્યાલ આવ્યો. ક્રીટના રાજાઓની ગ્રીક પરંપરા ‘મિનોસ’ તરીકે ઓળખાતી…

વધુ વાંચો >

ઍથેની

ઍથેની : યુદ્ધ, કલા અને કારીગીરીની ગ્રીક દેવી. ગ્રીક નગરરાજ્ય ઍથેન્સનું નામ આ દેવીના નામ પરથી પડ્યું છે. ગ્રીક પુરાણો પ્રમાણે પોતાનું સ્થાન ભયમાં ન મુકાય માટે ઝિયસ તેની માતા મેટીસને ગળી ગયો; પરંતુ ઝિયસના માથામાંથી ઍથેની પુખ્ત વયની હોય તે રીતે જન્મી. યુદ્ધની દેવી હોવાને કારણે તે ન્યાય અને…

વધુ વાંચો >

ઍથેન્સ

ઍથેન્સ : યુરોપની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર ઊંડી અને દૂરગામી અસર કરનાર, ગ્રીસની સંસ્કૃતિનું સુપ્રસિદ્ધ કેન્દ્ર, તેની રાજધાની અને સૌથી મોટું નગર. તેનું નામ નગરદેવતા ઍથેની ઉપરથી પડ્યું છે. એજિયન સમુદ્રના એક ફાંટા રૂપે સારોનિક અખાતને કાંઠે 37o 50′ ઉ. અ. અને 23o 44′ પૂ. રે. ઉપર, પરાં સહિત 433…

વધુ વાંચો >

એપૉલો

એપૉલો : ઝિયસ પછીનો મોટામાં મોટો ગ્રીક દેવ. તે સૂર્ય, પ્રકાશ, કૃષિ, પશુપાલન, કાવ્ય, ઔષધ અને ગીતોના દેવ તરીકે જાણીતો હતો. તે શાશ્વત યૌવન અને સૌંદર્યનું પ્રતીક હતો. તે ઝિયસ અને લીટોનો પુત્ર તથા ઍટ્રેમિસનો જોડિયો ભાઈ હતો. પાયથોન નામના સાપનો નાશ કરીને તે ડેલ્ફીના પ્રદેશમાં વસ્યો હતો. તેના માનમાં…

વધુ વાંચો >