જાહનવી ભટ્ટ

સૅલોનિકા

સૅલોનિકા : ગ્રીસમાં સૅલોનિકાના અખાત પર આવેલો પ્રદેશ તેમજ તે જ નામ ધરાવતું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 40° 38´ ઉ. અ. અને 22° 56´ પૂ. રે.. તે થેસાલોનિકી નામથી પણ ઓળખાય છે. તેનો વિસ્તાર 3683 ચોકિમી. જેટલો છે. આજે સૅલોનિકા અહીંના વિસ્તારનું પ્રમુખ ઔદ્યોગિક મથક બની રહેલું છે.…

વધુ વાંચો >

સેશ્વાન (સિચુઆન)

સેશ્વાન (સિચુઆન) : નૈર્ઋત્ય ચીનની યાંગત્સે નદીની ખીણના ઉપરવાસમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 31° 00´ ઉ. અ. અને 105° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 5,46,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંતની કુલ વસ્તી 11,43,00,000 (1997) જેટલી છે અને વસ્તીગીચતા દર ચોકિમી. સરેરાશ 190 છે. સેશ્વાન-થાળામાં આવેલું…

વધુ વાંચો >

સેંટ ઇલિયાસ પર્વતો

સેંટ ઇલિયાસ પર્વતો : ઉત્તર અમેરિકા ખંડના અલાસ્કા અને યુકોનના પ્રદેશો વચ્ચેની સીમા પર આવેલા સમુદ્રકાંઠા નજીકના પર્વતોની ઊબડખાબડ ભૂમિદૃશ્ય રચતી શ્રેણી. આ ગિરિમાળા આશરે 480 કિમી. લંબાઈની છે. તેની પહોળાઈ, તેના કંઠાર મેદાન તેમજ તળેટીપટ્ટાને બાદ કરતાં 160 કિમી. જેટલી છે. માઉન્ટ સેંટ ઇલિયાસ અને માઉન્ટ ફૅરવેધર વચ્ચેના કિનારાથી…

વધુ વાંચો >

સેંટ ગોથાર્ડ

સેંટ ગોથાર્ડ : ઘાટ : દક્ષિણ સ્વિટ્ઝર્લૅન્ડના લેપોન્ટાઇન આલ્પ્સમાં આવેલો જાણીતો પર્વતીય-ઘાટ. આ ઘાટ નાનાં નાનાં અસંખ્ય સરોવરોથી ઘેરાયેલો છે, વાસ્તવમાં તો તે એક સમતળ થાળું છે. રહાઇન અને રહોન નદીઓ આ ઘાટ નજીકથી નીકળે છે. ઘણા ઉગ્ર વળાંકોવાળો માર્ગ સમુદ્રસપાટીથી 2,114 મીટરની ઊંચાઈએ આ ઘાટ પરથી પસાર થાય છે.…

વધુ વાંચો >

સેંટ બર્નાર્ડ ઘાટ

સેંટ બર્નાર્ડ ઘાટ : સ્વિસ આલ્પ્સ પર્વતમાળામાં આવેલા આ નામના બે ઘાટ : ગ્રેટ સેંટ બર્નાર્ડ ઘાટ અને લિટલ સેંટ બર્નાર્ડ ઘાટ. રોમનોએ આ બંને ઘાટનો તેમની લશ્કરી હેરફેર માટે ઉપયોગ કરેલો. આજે પણ આ બંને ઘાટ માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીં પ્રવાસીઓની સુવિધા જાળવવાના હેતુથી ધર્મશાળા જેવી રહેવાની…

વધુ વાંચો >

સોકોટો (નદી)

સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…

વધુ વાંચો >

સોબાક પર્વતો (Sobaek mountains)

સોબાક પર્વતો (Sobaek mountains) : દક્ષિણ કોરિયાના દક્ષિણ ભાગમાં આવેલી વિશાળ પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 36° ઉ. અ. અને 128° પૂ. રે.. તેની લંબાઈ 350 કિમી. જેટલી છે. તે કાંગવૉન પ્રાંતમાંના 1,561 મીટર ઊંચા તિબાક પર્વતની ઉત્તરેથી નૈર્ઋત્ય તરફ યોશુ નજીકના કોહુંગ દ્વીપકલ્પ સુધી વિસ્તરેલી છે. આ પર્વતમાળામાંના સોબાક (1,428…

વધુ વાંચો >

સોબાત (નદી)

સોબાત (નદી) : નાઇલની સહાયક નદી. તે મલકાલના ઉપરવાસમાં બહ્લ-અલ-જબલ(પહાડી નાઇલ)ને મળે છે. સુદાન ખાતે જોડાયા પછી તે શ્વેત નાઇલ કહેવાય છે. નાઝિટના અગ્નિભાગમાં ઇથિયોપિયાની સીમા પર ઉપરવાસની બે મુખ્ય નદીઓ – બારો અને પિબોર – ના સંગમથી સોબાત નદી બને છે. ઉપરવાસમાં બીજી ઇથિયોપિયન સહાયક નદીઓમાં જોકાઉ, ગિલો અને…

વધુ વાંચો >

સોબ્રાલ (Sobral)

સોબ્રાલ (Sobral) : ઈશાન બ્રાઝિલના સિયેરા રાજ્યના વાયવ્ય ભાગમાં અકૅરાવ નદીને કાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 3° 35´ દ. અ. અને 40° 30´ પ. રે.. 1773માં તેને નગરનો અને 1841માં તેને શહેરનો દરજ્જો મળેલો છે. આ શહેર વેપાર-વાણિજ્ય, સુતરાઉ કાપડ અને કૃષિપેદાશોના પ્રક્રમણના મથક તરીકે જાણીતું બનેલું છે. અહીં…

વધુ વાંચો >

સોમાલીલૅન્ડ (જિબુટી)

સોમાલીલૅન્ડ (જિબુટી) : સોમાલિયા અને જિબુટીને આવરી લેતો ઐતિહાસિક વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 6° ઉ. અ. અને 48° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. પ્રાચીન મિસરવાસીઓમાં આ વિસ્તાર ‘Land of Punt’ના એક ભાગ તરીકે જાણીતો હતો. સાતમી અને બારમી સદીના વચ્ચેના ગાળામાં અરબી–મુસ્લિમ વેપારીઓ અહીંના દરિયાકિનારે આવીને વસ્યા. તેમણે હિન્દી મહાસાગરને કાંઠે…

વધુ વાંચો >