જયન્ત પ્રે. ઠાકર

કુંભકર્ણ

કુંભકર્ણ : ‘રામાયણ’નું વિકરાળ પાત્ર. પુલસ્ત્યપુત્ર વિશ્રવસ ઋષિ અને રાક્ષસકન્યા કૈકસીનો દ્વિતીય પુત્ર અને રાવણનો લઘુબંધુ. તે 600 ધનુષ્ય ઊંચો, 100 ધનુષ્ય પહોળો હતો. (1 ધનુષ્ય = 4 હાથ કે 96 આંગળ). જન્મતાં જ એક હજાર મનુષ્યોને ખાઈ ગયેલો અને વજ્ર મારનાર ઇન્દ્રને ઐરાવતના દાંતથી મારી નસાડેલો. આથી બ્રહ્માએ ઊંઘ્યા…

વધુ વાંચો >

કૈકેયી

કૈકેયી : રામાયણનું પાત્ર. કેકયરાજ અશ્વપતિની કન્યા. દશરથની અતિપ્રિય કનિષ્ઠ પત્ની. કૈકેયીનો પુત્ર ગાદીવારસ થાય એ શરતે અશ્વપતિએ દશરથ સાથે તેને પરણાવેલી. કામલોલુપ દશરથે આ શરત સ્વીકારેલી. એક સમયે દેવ-દાનવયુદ્ધમાં દશરથ ઇન્દ્રની સહાયતા અર્થે ગયેલા ત્યારે તે કૈકેયીને સાથે લઈ ગયેલા. યુદ્ધમાં દશરથના રથચક્રનો ખીલો નીકળી ગયો ત્યારે કૈકેયીએ પોતાનો…

વધુ વાંચો >

ગાંધી, લાલચંદ્ર ભગવાનદાસ

ગાંધી, લાલચંદ્ર ભગવાનદાસ (જ. 23 ઑગસ્ટ 1894, દાઠા, ગોહિલવાડ; અ. 29 માર્ચ 1976) : પ્રસિદ્ધ જૈન પંડિત. પ્રાથમિક શિક્ષણ વતનમાં, પછી વારાણસીની યશોવિજય જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં આશરે આઠ વર્ષ સુધી સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ તથા વ્યાકરણ, ન્યાય, કાવ્ય આદિનો ઊંડો અભ્યાસ કર્યો. પાછા ફરી ચારેક વર્ષ અધ્યાપન-સંશોધનની છૂટક નોકરીઓ કરી. થોડો સમય બિકાનેરમાં…

વધુ વાંચો >

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

જયદ્રથ

જયદ્રથ : મહાભારતનું એક પાત્ર. સિન્ધુ સૌવીર નરેશ વૃદ્ધક્ષત્રનો પુત્ર, ધૃતરાષ્ટ્રપુત્રી દુ:શલાનો પતિ. તેના જન્મસમયે અન્તર્હિત વાણીએ જણાવેલું કે સંગ્રામમાં શત્રુ તેનું માથું છેદી ભૂમિ ઉપર પાડશે ત્યારે વૃદ્ધક્ષત્રે જાહેર કરેલું કે તેનું મસ્તક જમીન ઉપર પાડનારના મસ્તકના પણ ટુકડા થઈ જશે. શાલ્વદેશમાં સ્વયંવરમાં જતા જયદ્રથે માર્ગમાં કામ્યકવનમાં રહેતા પાંડવોની…

વધુ વાંચો >

જાતકકથા

જાતકકથા : બોધિસત્વની જન્મજન્માન્તરની કથાઓનો સંગ્રહ. બુદ્ધના ઉપદેશના સંગ્રહરૂપ પાલિ ‘સુત્તપિટક’ના પાંચમા ‘ખુદ્દકનિકાય’નો દસમો ભાગ. બુદ્ધ બનતાં પહેલાં ગૌતમ બોધિસત્વ કહેવાતા. અનેક પૂર્વજન્મોમાં કેળવેલી દાન, શીલ, મૈત્રી વગેરે 10 પારમિતાઓ એટલે કે લાયકાતોથી તેમને બોધિ સાંપડેલી. તેમણે કેટલીક વાર જીવદયા માટે પ્રાણ પણ આપેલા. પહેલાંની પ્રચલિત લોકકથાઓને બુદ્ધના પૂર્વજન્મો સાથે…

વધુ વાંચો >

જૈન પુરાણ સાહિત્ય :

જૈન પુરાણ સાહિત્ય : ‘પુરાણ’ એટલે પુરાતન કથાનક. રામાયણ-મહાભારતની કથાઓ અને 63 શલાકાપુરુષો તથા અન્ય મહાપુરુષોનાં ચરિત્રોનો આમાં સમાવેશ થવાથી આ સાહિત્યખંડ અતિવિપુલ અને સમૃદ્ધ બન્યો છે. જૈન મહાકાવ્યોનું વસ્તુ પૌરાણિક હોઈ તે પણ આમાં સમાવિષ્ટ થાય છે. ધાર્મિક સાહિત્ય હોઈ તેમાં આચારોનું પ્રતિપાદન તથા નૈતિક જીવનની ઉન્નતિ અર્થે આદર્શોની…

વધુ વાંચો >

ધમ્મપદ

ધમ્મપદ : પાલિ ભાષામાં લખાયેલો પ્રખ્યાત બૌદ્ધ ગ્રંથ. ત્રિપિટકમાંના ‘સુત્તપિટક’ ના પાંચમા – અંતિમ ‘ખુદ્દકનિકાય’નાં 15 અંગ છે. તેમાંનું બીજું અંગ તે ‘ધમ્મપદ’. ડૉ. વી. ફઝબૉલે લૅટિન અનુવાદ સાથે તેને રોમન લિપિમાં 1855માં પ્રથમ વખત પ્રકાશિત કર્યું. પછી તેનાં ઘણાં સંપાદનો થયાં અને જગતની બધી મુખ્ય ભાષાઓમાં તેના અનુવાદો પણ…

વધુ વાંચો >

ધમ્મપરિકખા

ધમ્મપરિકખા (988) : મેવાડના ધક્કડવંશીય ગોવર્ધનના પુત્ર, સિદ્ધસેનશિષ્ય હરિષેણે અચલપુરમાં રહીને અપભ્રંશ ભાષામાં રચેલો ગ્રંથ. તેની બે હસ્તપ્રતો જૈનોના આમેર શાસ્ત્રભંડારમાં સચવાઈ છે. તેના 11 સન્ધિમાંના 10મામાં સૌથી ઓછાં 17 કડવક અને 11મામાં સૌથી વધારે 27 કડવક છે. દરેક સન્ધિના અંતિમ ધત્તામાં તથા દરેકની પુષ્પિકામાં કર્તાનું નામ આવે છે. બ્રાહ્મણ…

વધુ વાંચો >

ધમ્મપાલ

ધમ્મપાલ (પાંચમું શતક) : બૌદ્ધ અને પાલિ શાસ્ત્રગ્રંથોના મહાન ટીકાકાર – અકથાકાર. જન્મ તમિળ દેશના કાંચીપુરમમાં. શિક્ષણ શ્રીલંકાના અનુરાધાપુરમા. તમિળ દેશના બદરિતિત્થવિહારમાં રહેતા હતા. બુદ્ધઘોષે બૌદ્ધ શાસ્ત્રગ્રંથો ઉપર પ્રસિદ્ધ ટીકાઓ – અટ્ઠકથાઓ રચી છે, તેમાં ‘ખુદ્દકનિકાય’ના સાત ગ્રંથો બાકી હતા. તેમના પછી તરત જ થયેલ ધમ્મપાલે તેના ઉપર ટીકા લખી…

વધુ વાંચો >