જયન્તિલાલ પો. જાની

કૅમેરૂન

કૅમેરૂન : પશ્ચિમ આફ્રિકા અને મધ્ય આફ્રિકાની વચમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 6o 00 ઉ. અ. અને 12o 00 પૂ. રે.. તેનું સત્તાવાર નામ રિપબ્લિક ઑવ્ કૅમેરૂન છે. તેની વાયવ્યમાં નાઇજીરિયા, ઈશાનમાં ચાડ, પૂર્વમાં મધ્ય આફ્રિકાનું પ્રજાસત્તાક, દક્ષિણમાં કાગો, વિષુવવૃત્તીય ગીની અને ગેબન તથા નૈર્ઋત્યમાં આટલાન્ટિક મહાસાગર છે. આ…

વધુ વાંચો >

કૅમેરૂન પર્વત

કૅમેરૂન પર્વત : પશ્ચિમ આફ્રિકાના કૅમેરૂન દેશમાં આવેલી જ્વાળામુખી ગિરિમાળાનો એક પર્વત. ભૌગોલિક સ્થાન : 4o 12′ ઉ. અ અને 9o 11′ પૂ. રે. તેની ઊંચાઈ 4095 મીટર છે અને તે ઉત્તર કૅમેરૂન અને નાઇજીરિયા વચ્ચે કુદરતી સરહદ બનાવે છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં તે ઊંચામાં ઊંચો પર્વત છે. તેની…

વધુ વાંચો >

ક્રિમિયા

ક્રિમિયા : કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સના યુરોપીય વિભાગમાં દક્ષિણ દિશામાં આવેલો 25,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો દ્વીપકલ્પ. ક્રિમિયા યુક્રેન સહિતની મુખ્ય ભૂમિ સાથે પેરેકોપ નામની સાંકડી સંયોગીભૂમિથી જોડાયેલો છે. તેની પશ્ચિમ તથા દક્ષિણમાં કાળો સમુદ્ર અને પૂર્વમાં આઝોવ સમુદ્ર અને કર્ચની સામુદ્રધુની આવેલાં છે. ઉત્તર તરફનો ભાગ સપાટ અને અર્ધશુષ્ક છે…

વધુ વાંચો >

ખર્ચ

ખર્ચ : ઇચ્છિત હેતુની પરિપૂર્તિ માટે વિનિયોગ કે વ્યય દ્વારા વપરાયેલું નાણું. આવકની જેમ ખર્ચ એ પણ એક આર્થિક સંકલ્પના છે. આવક અને ખર્ચ પરસ્પરાવલંબી છે. ખાનગી અને જાહેર વિત્તવ્યવસ્થામાં મૂળભૂત તફાવત એ છે કે ખાનગી વિત્તવ્યવસ્થામાં વાસ્તવિક અથવા અપેક્ષિત આવકની મર્યાદામાં રહીને ખર્ચની જોગવાઈ કરવી પડે છે; એટલે કે,…

વધુ વાંચો >

ખર્ચનું મૂડીકરણ

ખર્ચનું મૂડીકરણ : મહેસૂલી ખર્ચને હિસાબી ચોપડામાં મૂડીખર્ચ તરીકે દર્શાવવાની પ્રક્રિયા. ધંધાની કમાવાની શક્તિ ટકાવી રાખવા માટે અથવા ધંધાની મિલકતને કાર્યક્ષમ સ્થિતિમાં રાખવા માટે વારંવાર કરવો પડતો ખર્ચ મહેસૂલી કે ચાલુ ખર્ચ કહેવાય છે અને હિસાબોની નોંધ રાખવામાં તેને લગતા ખાતાની બાકીને નફાનુકસાન અથવા ઊપજખર્ચ ખાતે લઈ જઈને મહેસૂલી ખર્ચખાતું…

વધુ વાંચો >

ખાનગી ક્ષેત્ર

ખાનગી ક્ષેત્ર : મુક્ત બજારતંત્રના નિયમોને અધીન આર્થિક પ્રવૃત્તિઓનું સ્વયંસંચાલિત ક્ષેત્ર. બીજી રીતે કહીએ તો જાહેર ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રના સીધા અંકુશ હેઠળ ન હોય તેવી ઔદ્યોગિક, આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓનો ખાનગી ક્ષેત્રમાં સમાવેશ થાય છે. સરકારી હસ્તક્ષેપથી મુક્ત સ્વૈરવિહાર (laissez-faire) વિચારસરણી ઉપર ખાનગી ક્ષેત્રની રચના થયેલી છે, જે આર્થિક…

વધુ વાંચો >

ગિદવાણી, (ડૉ.) ચોઇથરામ પ્રતાપરાય

ગિદવાણી, (ડૉ.) ચોઇથરામ પ્રતાપરાય (જ. 25 ડિસેમ્બર 1889, હૈદરાબાદ, સિંધ; અ. 12 સપ્ટેમ્બર 1957, મુંબઈ) : સિંધના પ્રખર રાષ્ટ્રવાદી કૉંગ્રેસી. તેમના પિતા સરકારી અમલદાર હતા. નાનપણથી રાષ્ટ્રભક્તિની તેમના ઉપર ઊંડી અસર પડી હતી. 1904માં 15 વર્ષની વયે તે બંગભંગ આંદોલનની અસરમાં આવ્યા હતા અને 1908માં લોકમાન્ય ટિળકને 6 વર્ષની થયેલી…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ : પુસ્તકો, ચોપાનિયાં અને છાપાં-સામયિકો જેવી છાપેલી વસ્તુ તૈયાર કરવાની અને વેચવાની પ્રવૃત્તિ. પ્રાચીન કાળમાં નાને પાયે શરૂ થયેલી આ કામગીરી આજે એક વિશાળ અને અટપટા ઉદ્યોગ તરીકે વિકસેલી છે. સંસ્કૃતિ ઉપર તેનો જે પ્રભાવ પડેલો છે તેનો અંદાજ કાઢવાનું શક્ય નથી. નિરક્ષરતાનું ધોરણ નીચું આવતું જાય છે, મનુષ્યને…

વધુ વાંચો >

ચુકવણાના વિનિયોગના નિયમો

ચુકવણાના વિનિયોગના નિયમો : એક જ લેણદારનાં જુદાં જુદાં દેવાં દેવાદારે ચૂકવવાનાં હોય ત્યારે તેણે ચૂકવેલી રકમ(payment)-નો વિનિયોગ(appropriation) અનેક દેવાં પૈકી કયા દેવા સામે થઈ શકે તે અંગેના નિયમો. જ્યારે કોઈ દેવાદાર એકના એક જ લેણદારને જુદાં જુદાં દેવાં ચૂકવવા માટે જવાબદાર હોય તેવા સંજોગોમાં દેવાદારે લેણદારને કોઈ રકમ ચૂકવી…

વધુ વાંચો >