જયકુમાર ર. શુક્લ

શત્રુંજય (શેત્રુંજો) (ભૂગોળ)

શત્રુંજય (શેત્રુંજો) (ભૂગોળ) : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 21° 31´ ઉ. અ. અને 71° 42´ પૂ. રે. તે જિલ્લામથક ભાવનગરથી નૈર્ઋત્યમાં આશરે 54 કિમી.ને અંતરે આવેલો છે. તેની તળેટીમાં પશ્ચિમ તરફ પાલિતાણા નગર વસેલું છે તથા તેની ઉત્તર તરફથી શેત્રુંજી નદી પસાર થાય છે. તેની…

વધુ વાંચો >

શબર (વેદમાં)

શબર (વેદમાં) : દક્ષિણ ભારતની એક આદિવાસી જાતિ. ‘ઐત્તરેય બ્રાહ્મણ’માં જણાવ્યા મુજબ તેઓ વિશ્વામિત્રના જ્યેષ્ઠ પુત્રનાં સંતાનો હતાં અને શાપ મળવાથી તેઓ મ્લેચ્છ થયા હતા. ‘મહાભારત’માં જણાવ્યા પ્રમાણે વસિષ્ઠની ગાય કામધેનુનાં છાણ અને અંગોમાંથી તેઓ ઉત્પન્ન થયા હતા. એ રીતે આ પ્રકારની બીજી કેટલીક જાતિઓ પણ ઉત્પન્ન થઈ હતી. શબરો…

વધુ વાંચો >

શર્યાતિ

શર્યાતિ : વૈવસ્વત મનુના દસ પુત્રોમાંનો ત્રીજો પુત્ર. એ શૂર હતો અને વેદવેદાંગનો ઊંડો અભ્યાસી હતો. અંગિરાઋષિના સત્રમાં બીજા દિવસનું બધું કામ એણે એકલાએ કર્યું હતું. એને ઉત્તાનબર્હિ, આનર્ત, ભૂરિષેણ, હૈહય ને તાલજંઘ – એમ પાંચ પુત્રો હતા. એને સુકન્યા નામે દીકરી હતી. આ સુકન્યાએ ધ્યાનમગ્ન ચ્યવન ઋષિની આંખોમાં કાંટા…

વધુ વાંચો >

શર્વવર્મા (શર્વવર્મન્)

શર્વવર્મા (શર્વવર્મન્) (આશરે ઈ. સ. 576-580) : ગુપ્ત સમ્રાટ નરસિંહગુપ્તના સામંત (માંડલિક) મૌખરી વંશના રાજા ઈશાનવર્મનનો (554-576) પુત્ર. તેણે હૂણોને હરાવ્યા હતા. તેણે હૂણોના પ્રદેશો જીતીને ત્યાં રાજ્ય કર્યું તથા તેમના જેવા સિક્કા પડાવ્યા હતા. મૌખરીઓ ઈ. સ. છઠ્ઠી સદીમાં ગયાની પાસેના પ્રદેશમાં રાજ્ય કરતા હતા. શર્વવર્મન્ પ્રતાપી રાજા હતો…

વધુ વાંચો >

શશીગુપ્ત

શશીગુપ્ત : ઈ.પૂ. ચોથી સદીમાં ભારતની વાયવ્ય સરહદના એક રાજ્યનો રાજા. ભારત ઉપર મેસિડોનિયાના રાજા સિકંદરે (ઍલેક્ઝાંડર) આક્રમણ કર્યું (ઈ.પૂ. 327) ત્યારે તેણે અને તક્ષશિલાના આંભીકુમારે સિકંદરને મદદ કરી હતી. તેથી તેઓ બંને ઇતિહાસમાં પ્રથમ દેશદ્રોહીઓ તરીકે નોંધાયા છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શહાણી, દયારામ ગિદુમલ

શહાણી, દયારામ ગિદુમલ (જ. 30 જૂન 1857, હૈદરાબાદ, સિંધ; અ. 7 ડિસેમ્બર 1927, મુંબઈ) : ન્યાયાધીશ, સમાજસુધારક, લેખક અને કેળવણીકાર. તેમના પિતા જમીનદાર તથા સિંધના મીર શાસકના અધિકારી હતા. હૈદરાબાદમાં મૅટ્રિક પસાર કર્યા બાદ મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. થયા. તે પછી એલએલ.બી. થયા. જિલ્લા ન્યાયાધીશ  સિંધના જ્યુડિશિયલ કમિશનર…

વધુ વાંચો >

શાઇસ્તખાન

શાઇસ્તખાન : મુઘલ સમયમાં 1646થી 1648 અને 1652થી 1654 દરમિયાન ગુજરાતનો સૂબો. મુઘલ શહેનશાહ શાહજહાંએ ઔરંગઝેબને પરત બોલાવીને ગુજરાતની સૂબેદારી અમીર શાઇસ્તખાનને સપ્ટેમ્બર 1646માં સોંપી. તેના સમયમાં ઉત્તર ગુજરાતના કોળીઓએ ત્રાસદાયક પ્રવૃત્તિઓ શરૂ કરી. ઇડરના સરહદી ડુંગરાળ પ્રદેશમાં લૂંટારાઓનો ભય વધી ગયો. શાઇસ્તખાને માથાભારે લૂંટારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી. તેણે…

વધુ વાંચો >

શાકલ

શાકલ : પંજાબમાં આવેલું નગર. ભૌ. સ્થાન : 32° 30´ ઉ. અ. અને 74 31´ પૂ. રે.. તે સિયાલકોટ નામથી હવે ઓળખાય છે. શૂંગ વંશના પુષ્યમિત્રની સત્તા હેઠળના પ્રદેશમાં તેનો સમાવેશ થતો હતો. બૅક્ટ્રિયાના ગ્રીક શાસક ડિમેટ્રિયસે (દિમિત્રી) ઈ. પૂ.ની બીજી સદીમાં શાકલ અને તેની આસપાસનો પ્રદેશ જીતી લીધો હતો.…

વધુ વાંચો >

શાકંભરી

શાકંભરી : મહાભારત અને પુરાણો અનુસાર એક દેવી. આ દેવીએ હજાર દિવ્ય વર્ષો સુધી, મહિનાના અંતે એક વાર શાકનો આહાર કરીને તપ કર્યું હતું. ઋષિઓ તેમની પાસે આવ્યા ત્યારે તેઓનું આતિથ્ય પણ શાકથી કર્યું હતું. ત્યારથી તેમનું નામ શાકંભરી પડ્યું. ઉત્તરપ્રદેશના સહરાનપુર જિલ્લામાંના એક તીર્થમાં શાકંભરી દેવીની સ્વયંભૂમૂર્તિ છે. એવી…

વધુ વાંચો >

શાક્ય

શાક્ય : કપિલવસ્તુનું એક કુળ કે કબીલો (clan). ગૌતમ બુદ્ધ શાક્ય કુળના હતા. શાક્યો રાજકીય દૃષ્ટિએ બહુ શક્તિશાળી ન હતા. ઈ. પૂ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં શાક્યોએ કોશલની સર્વોપરિતા સ્વીકારી હતી. શાક્યો સૂર્યવંશી તથા ઇક્ષ્વાકુ કુળના હોવાનો દાવો કરતા હતા અને પોતાને કોશલના લોકો માનતા હતા. તેથી રાજા પ્રસેનજિત પોતાને ગૌતમ…

વધુ વાંચો >