જયકુમાર ર. શુક્લ
લુ-શુન
લુ-શુન : ચીનના લિયાઓતુંગ પ્રાંતનું શહેર અને નૌકાબંદર, જે અગાઉ પૉર્ટ આર્થર કહેવાતું. તે લુ-તા મ્યુનિસિપાલિટીનો વહીવટી ભાગ છે. લિયાઓતુંગ દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલું લુ-શુન ઊંડા પાણીનું બંદર છે અને બારે મહિના ઉપયોગમાં લેવાય એવું છે. દક્ષિણ મંચુરિયામાં પ્રવેશ માટે તે મહત્વનું બંદર છે. ઉત્તર કોરિયાના હાન વંશના વસાહતીઓ દ્વારા…
વધુ વાંચો >લૂઈ 14મો
લૂઈ 14મો (જ. 5 સપ્ટેમ્બર 1638, સેન્ટ જર્મેન, પૅરિસ નજીક, ફ્રાંસ; અ. 20 ઑગસ્ટ 1715, વર્સેલ્સ, ફ્રાન્સ) : ફ્રાન્સનો રાજા (શાસન : 1643–1715). તેના પિતા લૂઈ 13માનું 1643માં અવસાન થવાથી તેની માતાએ રીજન્ટ તરીકે વહીવટ સંભાળ્યો; છતાં તેની સગીર વય દરમિયાન વાસ્તવિક શાસક, તેનો પ્રથમ મંત્રી કાર્ડિનલ મૅઝરૅં હતો. લૂઈનાં…
વધુ વાંચો >લૂઈ 16મો
લૂઈ 16મો (જ. 23 ઑગસ્ટ 1754, વર્સેલ્સ, ફ્રાન્સ; અ. 21 જાન્યુઆરી 1793, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રાંસનો બુર્બોન વંશનો છેલ્લો રાજા (શાસન : 1774–93). તેણે ધર્મ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ઇતિહાસ, ચિત્રકામ, સંગીત અને વિદેશી ભાષાઓનું શિક્ષણ લીધું હતું. 1765માં તેના પિતાનું અવસાન થવાથી તે ફ્રાંસનો યુવરાજ (પાટવી કુંવર) બન્યો. તેનાં લગ્ન…
વધુ વાંચો >લેટિયમ
લેટિયમ : ઇટાલીનો મધ્ય-પશ્ચિમ કિનારાનો પ્રદેશ. તેમાં ફ્રોસિનન, રિયેટી, લૅટિના (અગાઉનું લિટોરિયા), રોમ અને વિટરબો પ્રાંતોનો સમાવેશ થતો હતો. તેનું ક્ષેત્રફળ 17,204 ચોકિમી. થાય છે. અસલમાં લેટિયમ નામ, ટાઇબર નદીના જમણા કિનારે વસતા લૅટિની (લૅટિન્સ) નામની આદિવાસી જાતિના પ્રદેશ માટે વપરાતું હતું. રોમન શાસન હેઠળ, તે પ્રદેશ વિસ્તૃત થયો અને…
વધુ વાંચો >લેબેનૉન (Lebanon)
લેબેનૉન (Lebanon) : એશિયા ખંડની પશ્ચિમ સીમા પર આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 33° 50´ ઉ. અ. અને 35° 50´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉ.દ. લંબાઈ 193 કિમી. અને પૂ.પ. પહોળાઈ 80 કિમી. જેટલી છે. તેની ઉત્તરે અને પૂર્વે સીરિયા, દક્ષિણે…
વધુ વાંચો >લેસોથો
લેસોથો : દક્ષિણ આફ્રિકા દેશના અંતરાલમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 29° 30´થી 31° 00´ દ. અ. અને 27° 00´થી 29° 00´ પૂ. રે. વચ્ચેનો 30,352 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 515 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 430 કિમી. જેટલી છે. માસેરુ તેની રાજધાનીનું સ્થાન છે.…
વધુ વાંચો >વજ્જિસંઘ
વજ્જિસંઘ : વૈશાલીના લિચ્છવીઓના નેતૃત્વ હેઠળનો 36 ગણરાજ્યોનો સંઘ. તેનો આગેવાન પુષ્કળ રાજકીય વગ ધરાવતો ચેતક હતો. આ સંઘ ઘણો શક્તિશાળી હતો. ગૌતમ બુદ્ધના જીવન દરમિયાન (ઈ. પૂ. છઠ્ઠી સદી) લિચ્છવીઓ વૈશાલીના ગણરાજ્ય ઉપર રાજ્ય કરતા હતા. બૌદ્ધ સાહિત્યમાં અનેક જાતિના લોકોનાં ગણરાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈશાલીનું શાસન સર્વોચ્ચ…
વધુ વાંચો >વડનગર
વડનગર : મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકામાં આવેલું, ગુજરાતનાં પ્રાચીન સ્થળો પૈકીનું એક નગર. ભૌગોલિક સ્થાન : 23° 42´ ઉ. અ. અને 72° 39´ પૂ. રે.. આ નગર સમુદ્રસપાટીથી 21 મીટરની ઊંચાઈએ વસેલું છે. નગરની બહાર શમેળા (કે શર્મિષ્ઠા) તળાવ આવેલું છે. આ નગરને અર્જુનબારી, નડિયોલ, અમતોલ, ઘાસકોલ, પથોરી અને અમરથોલ…
વધુ વાંચો >વડોદરા
વડોદરા મધ્ય ગુજરાતના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 21° 49´થી 22° 49´ ઉ. અ. અને 72° 31થી 74° 17´ પૂ. રે. વચ્ચેનો આશરે 7,794 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, અર્થાત્ તે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ 3.8 % ભૂમિભાગ ધરાવે છે.…
વધુ વાંચો >વડોદરા રાજ્ય પ્રજામંડળ
વડોદરા રાજ્ય પ્રજામંડળ : વડોદરા રાજ્યના આગેવાનોએ પ્રજાને રાજકીય દૃષ્ટિએ જાગ્રત કરવા, નીડર કાર્યકરો તૈયાર કરવા તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા સયાજીરાવની રાહબરી હેઠળ જવાબદાર રાજ્યતંત્રની રચના કરવા માટે સ્થાપેલું મંડળ. 31મી ડિસેમ્બર 1916ના રોજ નવસારીમાં હરગોવિંદદાસ કાંટાવાળાના પ્રમુખપદે પ્રથમ સંમેલન યોજીને તેમાં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના કરવાનો ઐતિહાસિક ઠરાવ થયો.…
વધુ વાંચો >