જયકુમાર ર. શુક્લ
લવણપ્રસાદ
લવણપ્રસાદ (ઈ. સ. બારમી અને તેરમી સદી) : ગુજરાતના રાજા ભીમદેવ બીજા(ઈ. સ. 1178–1242)નો સામંત. તે વ્યાઘ્રપલ્લી(વાઘેલ ગામ)ના પ્રથમ મુખ્ય પુરુષ અર્ણોરાજ(આનાક)નો પુત્ર હતો. તેની માતાનું નામ સલક્ષણા હતું. પ્રાચીન ગ્રંથો તથા લેખોમાં તેનું રૂઢ નામ ‘લુણપસાક’, ‘લુણપસા’, ‘લુણપસાજ’, ‘લુણસા’, ‘લુણપસાઉ’, ‘લુણપ્રસાદ’ હોવાનું મળી આવે છે. સંસ્કૃત લખાણોમાં એ નામોનાં…
વધુ વાંચો >લાઇસન્સ-ટૅક્સ-વિરોધી આંદોલન
લાઇસન્સ-ટૅક્સ-વિરોધી આંદોલન : સૂરતમાં 1878માં લાઇસન્સ-ટૅક્સના વિરોધમાં થયેલ આંદોલન. બ્રિટિશ સરકારે 1878માં લાઇસન્સ-ટૅક્સ નામનો નવો કર નાખ્યો. દેશના જુદા જુદા પ્રદેશોમાં દુકાળ પડ્યો હતો. તેમાં સરકારે કરેલા ખર્ચને પહોંચી વળવા આ કર નાખ્યો હતો. તેનો પ્રતિકાર કરવાની શરૂઆત મુંબઈના લોકોએ કરી હતી. સૂરતમાં આ નવા કરનો પ્રતિકાર કરવા આંદોલનની શરૂઆત…
વધુ વાંચો >લાખાજીરાજ
લાખાજીરાજ (જ. 1883 રાજકોટ; અ. 2 ફેબ્રુઆરી 1930, રાજકોટ) : રાજકોટના પ્રજાવત્સલ, પ્રગતિશીલ અને દેશભક્ત રાજા. એમના પિતા બાવાજીરાજનું 1889માં માત્ર 34 વર્ષની યુવાન વયે આકસ્મિક અવસાન થવાથી લાખાજીરાજ 6 વર્ષની સગીર વયે ગાદીએ બેઠા અને પૉલિટિકલ એજન્ટની દેખરેખ હેઠળ કારભારી મોતીચંદ તુલસી રાજ્યનો વહીવટ ચલાવતા હતા. લાખાજીરાજને 1907માં સ્વતંત્ર…
વધુ વાંચો >લાગાશ
લાગાશ : પ્રાચીન સુમેરમાં સૌથી વધુ મહત્વનાં પાટનગરોમાંનું એક. તે ટાઇગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ વચ્ચેના પ્રદેશમાં ઇરાકમાં આવેલું આધુનિક ટેલો (Telloh) નગર છે. ટેલોના ટેકરાનું પ્રાચીન નામ ગિરસુ (Girsu) હતું; જ્યારે લાગાશ ગિરસુના અગ્નિ ખૂણે આવેલું હતું. પાછળથી લાગાશ આ જિલ્લાનું તથા ગિરસુનું પણ નામ થઈ ગયું. ઈ. સ. 1877…
વધુ વાંચો >લાલશંકર ઉમિયાશંકર (રાવબહાદુર)
લાલશંકર ઉમિયાશંકર (રાવબહાદુર) (જ. 23 ઑગસ્ટ 1845, નારદીપુર, ગુજરાત; અ. 12 ઑક્ટોબર 1912, અમદાવાદ) : ગુજરાતના નામાંકિત સમાજસેવક, સમાજસુધારક અને સ્ત્રીશિક્ષણના પ્રખર હિમાયતી. તેઓ ન્યાતે વિસનગરા નાગર ગૃહસ્થ હતા. એમના પિતા ઉમિયાશંકર દવે અમદાવાદમાં યજમાનવૃત્તિ કરતા હતા. પ્રાથમિક શિક્ષણ બાદ, આગળ અભ્યાસનો પિતાએ વિરોધ કરવાથી ઘર છોડી, સ્કૉલરશિપથી અભ્યાસ ચાલુ…
વધુ વાંચો >લાલા, ભોગીલાલ ધીરજલાલ
લાલા, ભોગીલાલ ધીરજલાલ (જ. 7 ડિસેમ્બર 1877, અમદાવાદ; અ. 30 ઑગસ્ટ 1965, અમદાવાદ) : ગુજરાતના લોકસેવક, ગાંધીયુગના સ્વાતંત્ર્ય-સૈનિક અને મુંબઈ વિધાનપરિષદના અધ્યક્ષ. ભોગીલાલના પિતા મૅજિસ્ટ્રેટ હતા. ભોગીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા સૂરત જિલ્લાના ઓલપાડમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને ઉચ્ચ શિક્ષણ વડોદરાની કૉલેજમાં લીધું હતું. બી.એ., એલએલ.બી. થઈને 1901માં તેમણે વકીલાત…
વધુ વાંચો >લાલા લજપતરાય
લાલા લજપતરાય (જ. 28 જાન્યુઆરી 1865, લુધિયાણા, પંજાબ; અ. 17 નવેમ્બર 1928, લાહોર, પાકિસ્તાન) : ભારતના મહાન સ્વાતંત્ર્ય-સેનાની, આર્યસમાજના આગેવાન અને રાષ્ટ્રવાદી લેખક. તેઓ હિંદુ અગ્રવાલ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા લાલા રાધાકિશન સરકારી સ્કૂલમાં ઉર્દૂના શિક્ષક અને માતા ગુલાબદેવી શીખ હતાં. તેમનાં લગ્ન 1877માં રાધાદેવી સાથે થયાં હતાં. તેમને…
વધુ વાંચો >લાલા હરદયાળ
લાલા હરદયાળ (જ. 1884, દિલ્હી; અ. 4 માર્ચ 1939, ફિલાડેલ્ફિયા, યુનાઇટેડ સ્ટેટ્સ) : ભારતના મહાન દેશભક્ત, ક્રાંતિકાર અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પક્ષના સ્થાપક. હરદયાળનો જન્મ મધ્યમ વર્ગના કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગૌરીદયાળ માથુર ફારસી અને ઉર્દૂના અભ્યાસી હતા. તેમનાં માતા ધાર્મિક વૃત્તિનાં શિવભક્ત હતાં. તેમણે મૅટ્રિકની પરીક્ષા 14…
વધુ વાંચો >લાહોર
લાહોર : કરાંચી પછીના બીજા ક્રમે આવતું પાકિસ્તાનનું મોટું શહેર તથા તેના પંજાબ પ્રાંતનું પાટનગર. તે અમૃતસરથી 55 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 31° 35´ ઉ. અ. અને 74° 18´ પૂ. રે.. ભારત-પાકિસ્તાનની સરહદ નજીક તે રાવી નદીના પૂર્વ કાંઠે વસેલું છે. તે દિલ્હીથી વાયવ્યમાં 480 કિમી. અંતરે…
વધુ વાંચો >લિડિયા (Lydia)
લિડિયા (Lydia) : લઘુ એશિયા (આજના ટર્કી પ્રદેશ, પશ્ચિમ ઍનેટોલિયા)માં આવેલો એક વખતનો પ્રાચીન ભાગ. ભૌગોલિક સ્થાન : તે 38° 40´ ઉ. અ. અને 27° 30´ પૂ. રે.ની આજુબાજુના પ્રદેશને આવરી લેતો હતો. તે પશ્ચિમે ઈજિયન સમુદ્ર, દક્ષિણે ભૂમધ્ય સમુદ્ર, પૂર્વે મેસોપોટેમિયા અને ઉત્તરે કાળા સમુદ્રની વચ્ચે વિસ્તરેલો હતો. તે…
વધુ વાંચો >