જયકુમાર ર. શુક્લ
રાજકોટ સત્યાગ્રહ (1938-39)
રાજકોટ સત્યાગ્રહ (1938-39) : રાજકોટ રાજ્યમાં લોકો ઉપર અત્યાચારો થવાથી જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે થયેલ સત્યાગ્રહ. રાજકોટના ઠાકોર લાખાજીરાજ (1907-1930) પ્રજાપ્રેમી અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. તેમણે વહીવટમાં સલાહ આપવા માટે પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી. રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવા માટે તેમણે જમીન આપી હતી તથા ગાંધીજીનાં રચનાત્મક કાર્યો પ્રત્યે…
વધુ વાંચો >રાજપીપળા (દેશી રાજ્ય) :
રાજપીપળા (દેશી રાજ્ય) : ભારત સ્વતંત્ર થતા પહેલાં દક્ષિણ ગુજરાતમાં આવેલું દેશી રાજ્ય. પ્રાચીન કાળમાં નાંદીપુર અને ત્યારબાદ નાંદોદ તરીકે જાણીતું હાલનું રાજપીપળા પાટણ કરતાં પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી (ઈ. સ. પાંચમી સદી) ભરૂચના ગુર્જર રાજાઓએ નાંદીપુરનો પ્રદેશ જીતી લીધો હતો. લાટમાં ગુર્જરો તથા…
વધુ વાંચો >રાજપુર
રાજપુર : (1) ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું વતન. ‘અંગુત્તર નિકાય’ ગ્રંથમાં જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું કામ્બોજ નામનું રાજ્ય આવેલું હતું. વાયવ્ય સરહદ પ્રાંતના હજારા જિલ્લા સહિત રાજોરી અથવા પ્રાચીન રાજપુરનો તે રાજ્યમાં સમાવેશ થતો હતો. રાજપુર કામ્બોજ જાતિના લોકોનું વતન…
વધુ વાંચો >રાજા અભયસિંહ
રાજા અભયસિંહ : મુઘલ હકૂમત હેઠળ ગુજરાતનો સૂબેદાર (1730-1737). તે જોધપુરનો મહારાજા હતો અને અગાઉ સોરઠના ફોજદાર તરીકે (1715-16) સેવા કરી હતી. તેના પિતા મહારાજા અજિતસિંહ પણ 1715થી 1717 દરમિયાન ગુજરાતના મુઘલ સૂબેદાર હતા. અગાઉના મુઘલ સૂબેદાર સરબુલંદખાનને અભયસિંહે હરાવ્યો અને પછી મિત્રોની દરમિયાનગીરીથી સમાધાન કર્યું, અને તેને અમદાવાદમાંથી વિદાય…
વધુ વાંચો >રાજાધિરાજ-1
રાજાધિરાજ-1 (શાસનકાળ 1018-1052) : દક્ષિણ ભારતના ચોલ વંશનો રાજા. ઈ. સ. 1018માં તેને તેના પિતા રાજેન્દ્ર પહેલા સાથે સંયુક્ત રાજા બનાવવામાં આવ્યો હતો. તેણે 1044થી 1052 સુધી સ્વતંત્ર શાસન કર્યું હતું. 104344માં ચોલ વંશના રાજાધિરાજે મોટા લશ્કર સાથે દખ્ખણમાં આવેલા ચાલુક્યોના રાજ્ય પર આક્રમણ કર્યું. ચાલુક્યોના સામંત વિરછય અથવા બાચ્ચરસે…
વધુ વાંચો >રાજિમતી
રાજિમતી (ઈ. પૂ. દસમી સદી) : મથુરાના રાજા ઉગ્રસેનની પુત્રી. ઉગ્રસેન ભોજવૃષ્ણિના પુત્ર હતા. મથુરાના યાદવોની સાથે સૌરાષ્ટ્રમાં આવીને વસેલા અન્ધક વૃષ્ણિને દશ પુત્ર હતા. એમાંના સમુદ્રવિજય જ્યેષ્ઠ હતા અને વસુદેવ કનિષ્ઠ હતા. વસુદેવના પુત્ર કૃષ્ણે સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિનો વિવાહ ઉગ્રસેન રાજાની પુત્રી રાજિમતી સાથે કરાવ્યો હતો. અરિષ્ટનેમિની જાન લગ્નમંડપે…
વધુ વાંચો >રાજ્યપાલ (1)
રાજ્યપાલ (1) (શાસનકાળ ઈ. સ. 960-1018) : પ્રતીહાર વંશનો કનોજનો રાજા. વિજયપાલ પછી તે કનોજની ગાદીએ બેઠો. તેના રાજ્યનો વિસ્તાર ગંગા અને યમુના નદીઓ વચ્ચેના પ્રદેશ પૂરતો મર્યાદિત થઈ ગયો હતો. બ્રાહ્મણ શાહિય વંશના રાજા જયપાલે સ્વદેશના રક્ષણ માટે હિંદુ રાજાઓનો સંઘ સ્થાપ્યો. રાજ્યપાલ પણ તેમાં જોડાયો. અફઘાનિસ્તાનમાં ગઝ્નાના સુલતાન…
વધુ વાંચો >રાઠોડ, દુર્ગાદાસ
રાઠોડ, દુર્ગાદાસ (જ. 13 ઑગસ્ટ 1638; અ. 22 નવેમ્બર 1718, રામપુર) : દક્ષ સેનાપતિ, દૂરદર્શી રાજનીતિજ્ઞ તથા નિષ્ઠાવાન રાજભક્ત. તે મારવાડના રાજા જશવંતસિંહના મંત્રી અશકરણનો પુત્ર હતો. વાયવ્ય (ઉત્તર–પશ્ચિમ) સરહદ પર 1678માં જમરૂદ મુકામે જશવંતસિંહનું મૃત્યુ થયું, ત્યારે કૂટનીતિજ્ઞ મુઘલ બાદશાહ ઔરંગઝેબે મારવાડ કબજે કરવા વાસ્તે તેના બાળપુત્ર અજિતસિંહને દિલ્હીમાં…
વધુ વાંચો >રાઠોડ, રામસિંહજી
રાઠોડ, રામસિંહજી (જ. 8 ડિસેમ્બર 1917, ભૂઅડ, જિ. કચ્છ; અ. 25 જૂન 1997, ભુજ) : કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના ઊંડા અભ્યાસી અને ભારતીય વનસેવામાં વન-અધિકારી. તેમના પિતાનું નામ કાનજીભાઈ તથા માતાનું નામ તેજબાઈ હતું. તેઓ ક્ષત્રિય હતા. ભુજમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. 1933માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં…
વધુ વાંચો >રાણા, સરદારસિંહ
રાણા, સરદારસિંહ (જ. 1870, કંથારિયા, લીંબડી; અ. ડિસેમ્બર 1955, પૅરિસ, ફ્રાન્સ) : વિદેશમાં રહીને ભારતની સ્વતંત્રતા માટે ઝૂઝનાર ગુજરાતી ક્રાંતિકાર. તેમના પિતા રેવાભાઈ રાણા તત્કાલીન લીંબડી દેશી રાજ્યના ભાયાત હતા. સરદારસિંહે પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને સારંગપુરમાં તથા માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું. તેઓ મૅટ્રિકની પરીક્ષા 1891માં પાસ કરીને મુંબઈની એલ્ફિન્સ્ટન…
વધુ વાંચો >