જયકુમાર ર. શુક્લ
યંગ ટર્કસ
યંગ ટર્કસ : તુર્કીમાં ઑટોમન સુલતાન અબ્દુલ હમીદ બીજા સામે ક્રાંતિકારી ચળવળ ચલાવનાર વિવિધ સુધારાવાદી જૂથોનું મંડળ. તેના ફળસ્વરૂપે તુર્કીમાં બંધારણીય સરકારની રચના થઈ હતી. ઇસ્તંબુલમાં ઇમ્પીરિયલ મેડિકલ એકૅડેમીના વિદ્યાર્થીઓના એક જૂથે એક કાવતરું ઘડ્યું, જેનો શહેરની અન્ય કૉલેજોમાં પણ ફેલાવો થયો. આ કાવતરું જાહેર થઈ ગયું ત્યારે તેના ઘણા…
વધુ વાંચો >યંગ મેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન
યંગ મેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન : સામાજિક, શૈક્ષણિક, શારીરિક વગેરે પ્રવૃત્તિઓ દ્વારા ખ્રિસ્તીઓના વિકાસાર્થે સ્થપાયેલી બિનરાજકીય સંસ્થા. લંડનમાં જૂન 1844માં જ્યૉર્જ વિલિયમ્સની આગેવાની હેઠળ 12 યુવકોએ તેની સ્થાપના કરી હતી. ત્યારબાદ એવી સંસ્થાઓ યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થપાવા લાગી. ઑસ્ટ્રેલિયામાં 1850માં અને ઉત્તર અમેરિકામાં 1851માં આવી સંસ્થાઓ સ્થાપવામાં આવી. ઉત્તર અમેરિકામાં પ્રથમ મૉન્ટ્રિયલ(કૅનેડા)માં…
વધુ વાંચો >યંગ વિમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન
યંગ વિમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન : યુવતીઓના શારીરિક, સામાજિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસનો હેતુ ધરાવતી વિશ્વની સૌથી જૂની સંસ્થા. 1855માં લંડનમાં યુવતીઓના એક જૂથે પ્રેયર યુનિયનની સ્થાપના કરી હતી. એ સમય દરમિયાન એમા રૉબર્ટ્સની આગેવાની હેઠળ કેટલીક સ્ત્રીઓએ ક્રિમિયાના યુદ્ધ(1853–56)માંથી પાછી આવેલી નર્સો માટે રહેઠાણની વ્યવસ્થા કરવા એક મંડળ સ્થાપ્યું. આ…
વધુ વાંચો >યાદવાસ્થળી
યાદવાસ્થળી : યાદવો અંદરોઅંદર લડાઈ કરીને નાશ પામ્યા તે પ્રસંગ. મદ અને મદિરા એ બંને યાદવોનાં મુખ્ય દૂષણો હતાં. એ બંનેના નશાથી ભાન ભૂલેલા યાદવ વીરો પ્રભાસપાટણમાં અંદરોઅંદરના વિગ્રહનો ભોગ બની નાશ પામ્યા. શ્રીકૃષ્ણ વાસુદેવે દ્વારકામાં મદ્યનિષેધ કર્યો હતો. એટલે તેઓ પ્રભાસ ગયા અને મદિરાથી ભાન ગુમાવી, સામસામા મુસલ-યુદ્ધ કરી…
વધુ વાંચો >યાદવો
યાદવો : ભારતયુદ્ધ અગાઉ થયેલા યયાતિ અને દેવયાનીના પુત્ર રાજા યદુના વંશજો. યાદવવંશ મહત્વનો વંશ હતો. યાદવોની વંશાવળી હરિવંશ તથા અગિયાર પુરાણોમાંથી મળે છે; પરંતુ વાયુપુરાણ અને બ્રહ્માંડપુરાણની વંશાવળીઓ સારી રીતે જળવાયેલી છે. શ્રીકૃષ્ણ વાસુદેવે ભારતયુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાથી યાદવો વિશેની માહિતી મહાભારતમાંથી મળે છે. ખાસ કરીને યાદવોનું મથુરાથી…
વધુ વાંચો >યાહ્યાખાન, મોહમ્મદ
યાહ્યાખાન, મોહમ્મદ (જ. 4 ફેબ્રુઆરી 1917, પેશાવર; અ. 10 ઑગસ્ટ 1980, રાવલપિંડી, પાકિસ્તાન) : પાકિસ્તાનના પ્રમુખ (1969–1971). 1966માં પાકિસ્તાનના લશ્કરના સરસેનાપતિ. ઈરાનના શાસક નાદિરશાહના વંશમાં યાહ્યાખાન જન્મ્યા હતા. પંજાબ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા બાદ દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાંથી તે પ્રથમ વર્ગ સહિત સ્નાતક થયા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઇટાલી અને મધ્ય…
વધુ વાંચો >યુઆન શીકાઈ
યુઆન શીકાઈ (જ. 1859, હોનાન પ્રાંત, ચીન; અ. 6 જૂન 1916) : ચીનના લશ્કરી નેતા અને પ્રજાસત્તાક ચીનના પ્રથમ પ્રમુખ. હોનાન પ્રાંતના ઉચ્ચ લશ્કરી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમને અભ્યાસ કરતાં અન્ય પ્રવૃત્તિમાં વિશેષ રસ હતો. તેઓ યુક્તિબાજ અને બાહોશ હતા. યુઆને તેમની કારકિર્દીની શરૂઆત લી-હુંગ ચાંગના સેનાપતિપદ હેઠળના…
વધુ વાંચો >યુદ્ધ-સામ્યવાદ (war-communism)
યુદ્ધ-સામ્યવાદ (war-communism) : સોવિયેત રશિયામાં 1917ની ક્રાંતિ પછી, આંતરવિગ્રહ દરમિયાન સામ્યવાદી નેતા લેનિને અમલમાં મૂકેલ સામ્યવાદનો પ્રયોગ. તેમાં દેશમાં સામ્યવાદી આદર્શ મુજબ વર્ગવિહીન સમાજ રચવાનો પ્રયાસ હતો. તે મુજબ મોરચે લડતા લશ્કરની તથા શહેરોમાંના કામદારોની આવશ્યકતાઓ પૂરી પાડવા વાસ્તે સરકારે રાજકીય તથા આર્થિક પગલાં ભર્યાં. સોવિયેત સરકારે મોટા ઉદ્યોગો પોતાને…
વધુ વાંચો >યુરોપ
યુરોપ ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં દુનિયાના બાકીના ખંડો પૈકીનો નાનામાં નાનો ખંડ. સ્થાન–સીમા–વિસ્તાર : આ ખંડ ઘણા નાના નાના દ્વીપકલ્પોથી બનેલો એક મહાદ્વીપકલ્પ છે. તેનું ‘યુરોપ’ નામ સેમિટિક ભાષાના શબ્દ ‘Erib’ (અર્થ = પશ્ચિમનો અથવા સૂર્યાસ્તનો પ્રદેશ) પરથી ઊતરી આવેલું છે. તે આશરે 35° 30´થી 71° 00´ ઉ. અ. અને 22°…
વધુ વાંચો >યૂલ, જ્યૉર્જ
યૂલ, જ્યૉર્જ : ડિસેમ્બર 1888માં અલ્લાહાબાદ મુકામે ભરાયેલા ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના ચોથા અધિવેશનના પ્રમુખ. તેઓ કૉલકાતાના આગેવાન બ્રિટિશ વેપારી હતા. તેઓ ભારતના લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાથી તેમને કૉંગ્રેસના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના પ્રમુખપદ હેઠળ ભારતની ધારાસભાઓનો વિસ્તાર કરવો, સનદી પરીક્ષાઓ ભારતમાં અને ઇંગ્લૅંડમાં એકસાથે લેવી, જ્યુરીની…
વધુ વાંચો >