ચિત્રકલા
હર્સ્ટ ડૅમિયન
હર્સ્ટ, ડૅમિયન (જ. 1965, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ) : કલાક્ષેત્રે અવનવીન વસ્તુઓના પ્રવર્તક. આંગ્લ કલાકાર. તેમણે લંડનની ગોલ્ડસ્મિથ કૉલેજ ખાતે કલાનો અભ્યાસ કર્યો અને અનેક ચિત્રો તેમજ મિશ્ર માધ્યમનાં શિલ્પોનું સર્જન કર્યું. ત્યાર પછી તેમણે મૃત પ્રાણીઓનાં શરીર કે અમુક ભાગોનો ઉપયોગ કરીને બનાવેલી કૃતિઓથી તે બહુ જાણીતા થયા. ‘મધર ઍન્ડ ચાઇલ્ડ…
વધુ વાંચો >હલદાર અસિતકુમાર
હલદાર, અસિતકુમાર (જ. 1890; અ. 1962) : કોલકાતાના બંગાળ શૈલીના ભારતીય ચિત્રકાર. ભારતીય પુનરુત્થાન શૈલીના પ્રણેતા. તેમને દાદા રાખાલદાસ તથા પિતા સુકુમાર હલદાર તરફથી કલાની પ્રેરણાઓ મળતી રહી, એટલે 14 વર્ષની ઉંમરે શાળાનો અભ્યાસ જતો કરી કોલકાતા ખાતેની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં અબનીન્દ્રનાથ ટાગોર તેમના…
વધુ વાંચો >હલોઈ ગણેશ
હલોઈ, ગણેશ (જ. 1936, જમાલપુર, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. કોલકાતા ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યા બાદ તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં કર્યાં. ભોપાલના ભારત ભવન, સિંગાપુરના સિંગાપુર મ્યુઝિયમ અને દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે. 1955માં…
વધુ વાંચો >હસન અબુલ (Hasan Abul)
હસન, અબુલ (Hasan, Abul) (જ. આશરે 1570, ઈરાન; અ. આશરે 1640, દિલ્હી, ભારત) : મુઘલ ચિત્રકલાનો પાયો નાંખનાર ચિત્રકાર. અકબરે ખાસ આમંત્રણ આપી તેને ઈરાનથી ભારત બોલાવીને આમરણાંત રાખ્યો હતો. અકબરના મૃત્યુ પછી જહાંગીરનો તેમજ તે પછી શાહજહાંનો પણ તે પ્રીતિપાત્ર બનેલો. મુઘલ રાજદરબારીઓ અને ત્યાંના મુલાકાતીઓનાં વ્યક્તિચિત્રો ઉપરાંત પશુપંખીઓના…
વધુ વાંચો >હસન ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul)
હસન, ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul) (જ. 1940, લાહોર) : અગ્રણી પાકિસ્તાની ચિત્રકાર. એમણે વૈધિક તાલીમ વિના પંદર વર્ષની ઉંમરે ચિત્રો આલેખવાં શરૂ કર્યાં હતાં. લાહોર ગવર્નમેન્ટ કૉલેજ અને પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને અંગ્રેજી ભાષામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. એ પછી કેમ્બ્રિજ જઈ તેમણે ટ્રાઇપોસ મેળવ્યો. એ પછી 1962માં લંડન…
વધુ વાંચો >હાન કાન (Han Kan)
હાન, કાન (Han, Kan) (જ. ; અ. 8મી સદી) : તાન્ગ રાજવંશના આશ્રિત ચીની ચિત્રકાર. તેઓ બુદ્ધ, બુદ્ધનું જીવન, તાઓ વિષયો અને ઘોડાનાં આલેખનો કરવા માટે જાણીતા છે. હાને આલેખેલા ઘોડાઓમાં એવી ત્વરા અને જોમ તથા ચુસ્તી પ્રગટ થઈ છે કે સમગ્ર ચીની ચિત્રકલામાં તેમનાં ઘોડાનાં આલેખનો તરવરાટ અને તાકાતની…
વધુ વાંચો >હાનાબુસા ઇચો
હાનાબુસા, ઇચો (જ. 1652, ઓસાકા, જાપાન; અ. 7 ફેબ્રુઆરી 1724, એડો, જાપાન) : કાનો શૈલીની પરંપરામાંથી મુક્ત થઈ હાસ્યપ્રેરક પ્રસંગોનું આલેખન કરવા માટે મશહૂર જાપાની ચિત્રકાર. મૂળ નામ ટાગા શિન્કો. રોજિંદા જીવનમાંથી હાસ્યરસ નિપજાવે તેવી ઘટનાઓ અને દૃશ્યો શોધીને એમણે એમનાં ચિત્રોની શૃંખલા સર્જી. તત્કાલીન જાપાનના સરમુખત્યાર રાજવી શોગુનનું પણ…
વધુ વાંચો >હાલ્સ ફ્રાન્સ
હાલ્સ, ફ્રાન્સ (જ. 1581થી 1585, ઍન્ટવર્પ, બેલ્જિયમ; અ. 1 સપ્ટેમ્બર 1666, હાર્લેમ, નેધરલૅન્ડ્ઝ) : ડચ બૂઝર્વા શ્રીમંતોનાં વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો ચિત્રકાર. પીંછીના મુક્ત લસરકા વડે ખુશમિજાજી વ્યક્તિચિત્રો એમણે સમગ્ર જીવન દરમિયાન આલેખ્યાં છે. 1616માં ઍન્ટવર્પની એક ટૂંકી મુલાકાત સિવાય એમણે સમગ્ર જીવન હાર્લેમમાં વિતાવ્યું. પિતા વણકર હતા. ફ્રાન્સ હાલ્સ…
વધુ વાંચો >હુસૈન મકબૂલ ફિદા (Husain Maqbool Fida)
હુસૈન, મકબૂલ ફિદા (Husain, Maqbool Fida) (જ. 17 સપ્ટેમ્બર 1915, પંઢરપુર, મહારાષ્ટ્ર, ભારત; અ. 9 જૂન 2011, લંડન, યુ.કે.) : આધુનિક ભારતના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ ચિત્રકાર. મકબૂલ ફિદા હુસૈન ઇન્દોરની કલાશાળામાં અભ્યાસ શરૂ કર્યો; પરંતુ તે અધૂરો મૂકી તેમણે મુંબઈ આવી સિનેમાનાં પોસ્ટરો (hoardings) ચીતરવાં શરૂ કર્યાં. 1947માં…
વધુ વાંચો >હેબ્બર કટિન્ગેરી કૃષ્ણ
હેબ્બર, કટિન્ગેરી કૃષ્ણ (જ. 15 જૂન 1912, કટિન્ગેરી, દ. કન્નડ, મૈસૂર રાજ્ય) : અગ્રગણ્ય ભારતીય કલાકાર. શાળાજીવન ઊડિપીમાં. પછી મૈસૂર રાજ્યની ચિત્રશાળામાં કલાનો પ્રાથમિક અભ્યાસ. અનેક મુશ્કેલીઓ બાદ મુંબઈ ગયા. ત્યાં ‘નૂતન કલામંદિર’માં મુંબઈ સ્કૂલ ઑવ્ આર્ટની પરીક્ષાઓ પાસ કરી. 1938માં પ્રિન્સિપાલ જિરાર્ડ પાસેથી ડિપ્લોમા કોર્સની તાલીમ મેળવી. અહીં તેમણે…
વધુ વાંચો >