ચિત્રકલા
ઓબર્હુબર, ઑસ્વાલ્ડ
ઓબર્હુબર, ઑસ્વાલ્ડ (જ. 1 ફેબ્રુઆરી 1931, ટિરોલ, ઑસ્ટ્રિયા; અ. 17 જાન્યુઆરી 2020 વિયેના, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1945માં ઇન્સ્બ્રૂકની ટૅક્નિકલ સ્કૂલમાં શિલ્પનો અભ્યાસ શરૂ કર્યો. 1950માં વિયેના એકૅડમી ઑવ્ આર્ટમાં પ્રો. ફ્રિટ્ઝ વૉર્ટુબા હેઠળ ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. આ પછી 1952માં સ્ટુટગાર્ટમાં પ્રો. વીલી બૉમિસ્ટર હેઠળ ચિત્રકલાનો અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >ઑરોઝ્કો, જોસે ક્લૅમેન્ત
ઑરોઝ્કો, જોસે ક્લૅમેન્ત (જ. 23 નવેમ્બર 1883, ઝાપોત્લાન, જાલિસ્કો, મેક્સિકો; અ. 7 સપ્ટેમ્બર 1949, મેક્સિકો નગર, મેક્સિકો) : વિશ્વવિખ્યાત મેક્સિકન ચિત્રકાર; સમાજવાદી વાસ્તવમૂલક શૈલીના પ્રણેતાઓમાંનો એક. ચાર વરસનો હતો ને કુટુંબે ઝાપોત્લાન ગામેથી મેક્સિકો નગરમાં સ્થળાંતર કર્યું. બાર વરસની ઉંમરે કૃષિશાળામાં દાખલ થયો અને એકવીસ વરસની ઉંમરે પ્રેપરેટરી સ્કૂલમાં ગણિતના…
વધુ વાંચો >ઑર્ફિઝમ
ઑર્ફિઝમ (Orphism) : આધુનિક ચિત્રકલાનો એક વાદ. તેનું નામકરણ 1913માં ફ્રેંચ કવિ ઍપૉલિનોરે (Apollinaire) કર્યું હતું. વાસ્તવિક જગતમાંથી કોઈ પણ ઘટકો કે આકારોનું અહીં કૅન્વાસ પર અનુકરણ કરવાની નેમ નથી, પણ માત્ર કલાકારના મનોગતમાં પડેલી કપોલકલ્પનાને લાલ, પીલો અને વાદળી – એ ત્રણ મૂળ રંગો વડે તેમની છટા (tints) સહિત…
વધુ વાંચો >કટાક્ષચિત્ર
કટાક્ષચિત્ર : કટાક્ષ કે ઉપહાસ દર્શાવતું ચિત્ર. આદિમાનવની પાસે ભાષા કે લિપિ પણ નહોતી ત્યારે ચિત્ર હતું અને એના દ્વારા તે પોતાના વિચારો વ્યક્ત કરતો. જાપાન અને ચીનની ચિત્રલિપિ પણ દર્શાવે છે કે ભાષા કે લિપિની પહેલાં માણસ ચિત્ર દ્વારા પોતાના ભાવો કે વિચારો પ્રગટ કરતો હશે. કદાચ બધી જ…
વધુ વાંચો >કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ
કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ : લલિત કલાના ક્ષેત્રે અભિનવ પદ્ધતિએ શિક્ષણ આપતું અમદાવાદનું વિશિષ્ટ કલાકેન્દ્ર. 1971માં સ્થપાયેલા ‘ધ ક્રિયેટિવ આર્ટ્સ ફંડ’ તથા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહયોગથી 1984માં આ કેન્દ્રની સ્થાપના થઈ. અહીં કયા પ્રકારની શિક્ષણપ્રથા અપનાવવી તે માટે નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવા સપ્ટેમ્બર 1983માં વિવિધ પ્રવૃત્તિક્ષેત્રના દેશભરના અગ્રણી નિષ્ણાતોનો પરિસંવાદ યોજવામાં…
વધુ વાંચો >કન્સ્ટ્રક્ટિવિઝમ
કન્સ્ટ્રક્ટિવિઝમ (શરૂઆત 1913, રશિયા, અંત 1937, જર્મની) : ઘનવાદ અને ફ્યુચરિઝમથી પ્રેરિત ભૌમિતિક આકારો વડે અમૂર્ત ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય રચનાઓ કરવાની કલાશૈલી. 1913માં રશિયામાં તેનો પ્રારંભ રશિયન ચિત્રકાર અને શિલ્પી વ્લાદિમીર ટાટ્લીને કર્યો. રશિયન શિલ્પીઓ નૌમ ગાબો અને ઍન્તૉની પેસ્નર પણ આ કળાશૈલીમાં જોડાયા. એ ત્રણેએ ભેગા મળીને 1920માં…
વધુ વાંચો >કર્ખનર – અર્ન્સ્ટ લુડવિગ
કર્ખનર, અર્ન્સ્ટ લુડવિગ (Kirchner, Ernst Ludwig) (જ. 6 મે 1880, આશાફેન્બર્ગ, (Aschaffenberg) બૅવેરિયા; અ. 15 જૂન 1938, ડાવોસ નજીક, સ્વિટ્ઝર્લૅન્ડ) : અભિવ્યક્તિવાદી શૈલીમાં કામ કરનાર આધુનિક જર્મન ચિત્રકાર તથા ‘ડી બ્રૂક’ (Die Bru..cke) નામના ચિત્રકાર જૂથના સ્થાપક નેતાઓમાંના એક. તેમનાં ચિત્રો, તેમાં રજૂ થયેલ માનવોના મુખો પરના મનોવૈજ્ઞાનિક તણાવ અને…
વધુ વાંચો >કલાકેન્દ્ર – સૂરત
કલાકેન્દ્ર, સૂરત (સ્થાપના 1955) : નાટ્ય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે નવતર વૈવિધ્યભર્યું કામ કરતી સૂરતની સંસ્થા. તેની સાથે જાણીતા નાટ્યકાર અને અનુવાદક વજુભાઈ ટાંક, જાણીતા પત્રકાર ચન્દ્રકાન્ત પુરોહિત અને પોપટલાલ વ્યાસ સંકળાયેલા રહ્યા છે. આ સંસ્થા દ્વારા થયેલા મહત્વના નાટ્યપ્રયોગોમાં ‘ભાભી’, ‘બ્રહ્મા – વિષ્ણુ – મહેશ’, ‘વળામણાં’, ‘કંથારનાં…
વધુ વાંચો >કસાત મૅરી
કસાત, મૅરી (જ. 22 મે 1844, એલેઘેની, પેન્સિલવૅનિયા, અમેરિકા; અ. 14 જૂન 1926, ફ્રાન્સ) : અમેરિકન ચિત્રકાર અને પ્રિન્ટમેકર. પિતા રૉબર્ટ ધનિક બૅન્કર, માતા કેથરાઇન. મૅરી સાત વર્ષની હતી ત્યારે તેનું કુટુંબ બાળકોને યુરોપિયન શિક્ષણ આપવા પૅરિસમાં રહેવા આવ્યું. લગભગ વીસ વર્ષની વયે મૅરીએ ચિત્રકારની કારકિર્દી અપનાવવાનો નિશ્ર્ચય જાહેર કર્યો…
વધુ વાંચો >