ચિત્રકલા

ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa)

ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa) (જ. 1753, જાપાન; અ. 1806, ટોકિયો, જાપાન) : જાપાન અને પશ્ચિમ યુરોપમાં લોકપ્રિય બનેલી અને ‘ઉકીઓ-ઇ’ (Ukio-E) નામે પ્રસિદ્ધિ પામેલી કાષ્ઠ-છાપ-ચિત્રકલાના પ્રમુખ ચિત્રકારોમાંના એક. 1775માં નાની વયે એડો (Edo) નામે ઓળખાતા ટોકિયો નગરમાં આવી વસ્યા અને કાનો ગ્યોકુયનના શિષ્ય ટોરીયામા સિકીનના શિષ્ય બની ચિત્રકલાની તાલીમ લેવી…

વધુ વાંચો >

ઉચ્ચેલો, પાઓલો (Uccello Paolo)

ઉચ્ચેલો, પાઓલો (Uccello Paolo) (જ. 1394, ફ્લૉરેન્સ નજીક પ્રેટોવેકિયો, ઇટાલી; અ. 10 ડિસેમ્બર 1475, ફ્લૉરેન્સ, ઇટાલી) : પ્રારંભિક રેનેસાંસનો ચિત્રકાર. મૂળ નામ પાઓલો દિ દોનો. (Paolo Di Dono). ઉચ્ચેલો 10 વરસનો થયો તે અગાઉ જ શિલ્પી લૉરેન્ઝો ઘીબર્તીના વર્કશૉપમાં તાલીમાર્થે જોડાઈ ગયો હતો. 1415માં તે ફ્લૉરેન્સના કલાકારોના ટ્રેડ યુનિયન ‘આર્તે…

વધુ વાંચો >

ઉત્રિલ્યો, મૉરિસ

ઉત્રિલ્યો, મૉરિસ (જ. 1885, ફ્રાંસ; અ. 1955, ફ્રાંસ) : નગરચિત્રો(city scapes)ના સર્જન માટે જાણીતો આધુનિક ફ્રૅંચ ચિત્રકાર. ચિત્રકારો રેન્વા (Renoir), દેગા (Degas) અને તુલુસ-લૂત્ર(Toulouse-Lautre)ની નગ્ન મૉડેલ સુઝાને વેલેદોં(Suzanne Valadon)નો તે અનૌરસ પુત્ર. પાછળથી સુઝાને પણ ચિત્રકળા તરફ ઢળેલી. બાળપણથી જ ખૂબ ઢીંચવાની આદત પડી જતાં મૉરિસ બાળપણમાં જ દારૂડિયો બની…

વધુ વાંચો >

એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ

એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ (જ. 25 જુલાઈ 1844, ફિલાડેલ્ફિયા, અ. 25 જૂન 1916) : અમેરિકન ચિત્રકાર, ચિત્રશિક્ષક અને ફોટોગ્રાફર. આધુનિક વાસ્તવવાદી પરંપરાના અગ્રયાયી અને ઓગણીસમી સદીના યુરોપના અગ્રગણ્ય ચિત્રકાર. પેન્સિલવેનિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાનો અને જૅફર્સન મેડિકલ કૉલેજમાં માનવશરીરશાસ્ત્ર વિશે અભ્યાસ કર્યો. સપ્ટેમ્બર 1866માં તે કલાના વધુ અભ્યાસ માટે પૅરિસ…

વધુ વાંચો >

એક્ઝેકિયાસ

એક્ઝેકિયાસ (Exekias) (જ. ઈ. પૂ. આશરે 550, ગ્રીસ; અ. ઈ. પૂ. આશરે 525, ગ્રીસ) : ગ્રીક કુંભકાર અને ચિત્રકાર. માત્ર ઈ. પૂ.ની 6ઠ્ઠી સદીની ગ્રીક કલાનો તે શ્રેષ્ઠ કુંભકાર હોવા સાથે સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ કુંભકારોમાંનો એક ગણાય છે. કુલ 11 કુંભો પર તેની સહી જોવા મળે છે : ‘એક્ઝેકિયાસે મને…

વધુ વાંચો >

ઍટર્સી, ક્રિશ્ચિયન લુડવિગ

ઍટર્સી, ક્રિશ્ચિયન લુડવિગ (Attersee, Christian Ludwig) (જ. 1943, બ્રેટસ્લાયા, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1951માં ઍટર્સીએ ગીતો તથા લઘુનવલો લખવાનું, કાર્ટૂન-પટ્ટીઓ સર્જવાનું તથા રંગમંચ-સજ્જા તૈયાર કરવાનું કામ શરૂ કર્યું. 1957માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. એડુઅર્ડ બૉમર નીચે કલાનો અભ્યાસ શરૂ કર્યો. ત્યાંથી 1963માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1965માં તેમણે…

વધુ વાંચો >

એદીવ્રેકર, ગોપાલ એસ.

એદીવ્રેકર, ગોપાલ એસ. (જ. 1938, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી અભ્યાસ કરીને 1960માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1970થી શરૂ કરીને તેમણે મુંબઈ, દિલ્હી, બૅંગલોર, કેન્યા અને ઑસ્ટ્રેલિયામાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો ગોઠવ્યાં હતાં. ભારત ઉપરાંત કૅનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા, તુર્કી અને જાપાનમાં…

વધુ વાંચો >

ઍન્જેલિકો, ફ્રા (બ્રધર)

ઍન્જેલિકો, ફ્રા (બ્રધર) (જ. આશરે 1400, ફ્લૉરેન્સ નજીક, વિચિયો, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1455, રોમ, ઇટાલી) :  રેનેસાંસના પ્રારંભકાળના ચિત્રકાર. મૂળ નામ ગઇડો દી પિયેત્રો. વળી તેઓ જિયોવાની દા ફિઝોલે તરીકે પણ ઓળખાયા. રેનેસાંની પ્રારંભકાળની ફ્લૉરેન્સની ચિત્રશૈલી વિકસાવવામાં ઍન્જેલિકોનો પ્રમુખ ફાળો છે. 1417 સુધીમાં તેઓ ચિત્રકાર તરીકે જાણીતા થઈ ગયેલા.…

વધુ વાંચો >

ઍન્ઝિન્જર, સિગ્ફ્રાઇડ

ઍન્ઝિન્જર, સિગ્ફ્રાઇડ (જ. 1952, વેયેર, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1971માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. મેક્સિમિલિયન મેલ્કર નીચે કલાનો અભ્યાસ શરૂ કર્યો. 1982માં તેઓ જર્મનીના કોલોન નગરમાં જઈ સ્થાયી થયા. 1984માં ઇટાલીના ત્રણ માસનો પ્રવાસ કર્યો. ઍન્ઝિન્જર અર્ધ-અમૂર્ત (semi-abstract) શૈલીમાં કૅન્વાસ પર તૈલરંગો ઉપરાંત કાગળ પર જળરંગો વડે ચિત્રો…

વધુ વાંચો >

એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન)

એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન) (જ. 13 એપ્રિલ 1860, ઓસ્ટેન, બેલ્જિયમ; અ. 19 નવેમ્બર 1949) : આધુનિક ચિત્રકલાનો અગ્રયાયી બેલ્જિયન ચિત્રકાર. વીસ વર્ષની ઉંમરે તે કુશળ ચિત્રકાર ગણાતો હતો. તેણે ભયાનક, બિહામણા, હાસ્યજનક અને જુગુપ્સાપ્રેરક મુખવટા તેમજ કટાક્ષચિત્રો દોર્યાં હતાં. 1883માં બ્રસેલ્સની રૉયલ આર્ટ કમિટીએ તેનાં ચિત્રોને નાપાસ કર્યાં. પરંતુ 1908માં…

વધુ વાંચો >