ચલચિત્ર

સેન અપર્ણા

સેન, અપર્ણા (જ. 20 ઑક્ટોબર 1945, કોલકાતા) : અભિનેત્રી, દિગ્દર્શિકા, સંપાદિકા, મહિલાઓનાં હિતો માટે ઝૂઝતાં કર્મશીલ સન્નારી. કથાનકોની પસંદગી અને તેની વિશિષ્ટ માવજતને કારણે પોતાનાં બંગાળી અને અંગ્રેજી ચિત્રો થકી એક અનોખાં ચિત્રસર્જક બની રહેલાં અપર્ણા સેન એક એવા ઉચ્ચસ્તરીય બુદ્ધિજીવીઓ ધરાવતા બંગાળી ખાનદાનમાંથી આવે છે, જેનું બંગાળના સામાજિક ક્ષેત્રે…

વધુ વાંચો >

સેન મૃણાલ

સેન, મૃણાલ (જ. 14 મે 1923, ફરીદપુર, બંગાળ) : બંગાળી-ઊડિયા-હિંદી ચલચિત્રોના વિખ્યાત સર્જક-નિર્દેશક તથા વર્ષ 2004ના બહુપ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડના વિજેતા. પિતાનું નામ દિનેશચંદ્ર જેઓ વ્યવસાયે વકીલ પણ મૂળભૂત રીતે દેશભક્ત અને સ્વાતંત્ર્યસેનાની હતા. માતાનું નામ સરજૂ. માતા-પિતા ઉપરાંત પરિવારમાં સાત ભાઈઓ અને પાંચ બહેનો જેટલું વિશાળ કુટુંબ હોવાથી અને…

વધુ વાંચો >

સેન સુચિત્રા

સેન, સુચિત્રા (જ. 6 એપ્રિલ 1935, પાબના, બાંગ્લાદેશ) : અભિનેત્રી. બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ મેળવનારાં સુચિત્રા સેનનું મૂળ નામ રમા સેન છે. ચિત્રોમાં તેમણે કામ શરૂ કર્યું ત્યારે તેઓ પરિણીત હતાં એ બાબત નોંધપાત્ર એટલા માટે છે કે પરિણીત…

વધુ વાંચો >

સેન હીરાલાલ

સેન, હીરાલાલ (જ. 1866, બાકજુરી ગામ, મુનશીગંજ, હાલ બાંગ્લાદેશમાં; અ. 27 ઑક્ટોબર 1917) : ચલચિત્રસર્જક. હીરાલાલ સેને ચલચિત્રોના વિકાસમાં એવું પાયાનું કામ કર્યું હતું કે બંગાળીઓ તો તેમને ભારતના પ્રથમ ચિત્રનિર્માતા ગણાવે છે. વકીલ પિતાના સંતાન હીરાલાલ 16 વર્ષની ઉંમરે ઇન્ટરમીડિયેટના અભ્યાસ માટે કોલકાતા આવ્યા હતા, પણ અભ્યાસ કરતાં છબિકલામાં…

વધુ વાંચો >

સેલ્ઝિનિક ડૅવિડ ઑલિવર

સેલ્ઝિનિક, ડૅવિડ ઑલિવર (જ. 10 મે 1902, પિટ્સબર્ગ, ઓહાઓ, યુ.એસ.; અ. 22 જૂન 1965, હૉલિવુડ) : અમેરિકાના ચલચિત્ર જગતના મહારથી. બીજા વિશ્વયુદ્ધ પછીના યુગમાં ઉચ્ચ કલાત્મક ગુણવત્તાવાળી વાણિજ્યિક રીતે સફળ ફિલ્મોના નિર્માતા તરીકે તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા. તેમના પિતા ન્યૂયૉર્કમાં મૂક ફિલ્મોના નિર્માતા હતા. તેમની પાસેથી ડૅવિડે તેમની શરૂઆતની તાલીમ…

વધુ વાંચો >

સેવન સમુરાઇ

સેવન સમુરાઇ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1954. શ્વેત અને શ્યામ. ભાષા : જાપાની. દિગ્દર્શક : અકીરા કુરોસાવા. પટકથા : શિનોબુ હાશિમોટો, હિડિયો ઓગુમી અને અકીરા કુરોસાવા. મુખ્ય કલાકારો : તકાશી શિમુરા, તોશિરો મિફ્યુન, યોશિયો ઇનાબા, સેઇજી મિયાગુચી, મિનોરુ ચિયાકી. સેવન સુમરાઇ ચલચિત્રનું એક દૃશ્ય માત્ર જાપાની ભાષામાં ચિત્રો બનાવીને ચિત્રસર્જક…

વધુ વાંચો >

સેવન્થ સીલ ધ

સેવન્થ સીલ, ધ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1957. ભાષા : સ્વીડિશ. શ્વેત અને શ્યામ. નિર્માતા : એલન એકેલુંડ. દિગ્દર્શન અને લેખન : ઇંગમાર બર્ગમૅન. છબિકલા : ગનર ફિશર. મુખ્ય કલાકારો : ગનર બ્યૉર્નસ્ટ્રૅન્ડ, બેન્ગ્ટ એકેરોટ, નિલ્સ પોપ, મૅક્સ વોન સિડોવ, બી. બી. એન્ડરસન, ઇન્ગા ગિલ. ‘ધ સેવન્થ સીલ’માં બર્ગમૅને ‘ભગવાન…

વધુ વાંચો >

સૈરંધ્રી

સૈરંધ્રી : મૂક ચલચિત્ર. નિર્માણવર્ષ : 1920. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : મહારાષ્ટ્ર ફિલ્મ કંપની. દિગ્દર્શક અને પટકથા : બાબુરાવ પેન્ટર. કથા : કૃષ્ણાજી પ્રભાકર ખાડિલકરના તે જ નામ ધરાવતા નાટક પર આધારિત. છબિકલા : શેખ ફત્તેલાલ, બાબુરાવ પેન્ટર. મુખ્ય કલાકારો : બાળાસાહેબ યાદવ, ઝુંઝારરાવ યાદવ, કમલાદેવી, કિશાબાપુ બાકરે, બાબુરાવ…

વધુ વાંચો >

સૈરંધ્રી

સૈરંધ્રી : પૌરાણિક કથા પર આધારિત ભારતનું સર્વપ્રથમ રંગીન ચલચિત્ર. નિર્માણવર્ષ : 1933. નિર્માણ સંસ્થા : પ્રભાત ફિલ્મ કંપની, કોલ્હાપુર. દિગ્દર્શક : વી. શાંતારામ. સંગીત-નિર્દેશન : ગોવિંદરાવ  ટેમ્બે. મુખ્ય ભૂમિકા : લીલા ચંદ્રગિરિ, માસ્ટર વિનાયક, બાપુરાવ માને, નિંબાળકર. ચલચિત્રનો પ્રકાર : રંગીન. ભાષા : હિંદી અને મરાઠી. રંગીન બનાવવાનું તકનીકી…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની

સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની : મૂક ચિત્રોના યુગમાં તે ક્ષેત્રે યોગદાન કરનાર ભારતની પ્રતિષ્ઠિત ચલચિત્રનિર્માણ કંપનીઓમાંની એક. આ કંપનીએ નિર્માણ કરેલા એક ચિત્ર ‘સમુદ્રમંથન’માં અડધો ડઝન જેટલાં દૃશ્યોમાં જે ટ્રિક-ફોટોગ્રાફીનો ઉપયોગ કરાયો હતો તેનાં માત્ર દેશમાં જ નહિ, વિદેશમાં પણ ભરપૂર વખાણ થયાં હતાં. રાજકોટગોંડલ રોડ પર લોધાવડ ગામ પાસે સ્થિત…

વધુ વાંચો >