ચલચિત્ર

રામચંદ્રન્, એમ. જી.

રામચંદ્રન્, એમ. જી. (જ. 1917, કૅન્ડી, શ્રીલંકા; અ. 24 ડિસેમ્બર 1987, ચેન્નાઈ) : દક્ષિણ ભારતીય ચિત્રોના અભિનેતા અને રાજકારણી. મૂળ નામ : મારુદર ગોપાલમેનન રામચંદ્રન્. તમિળ ચિત્રોમાં આદર્શવાદી અને ભલા તથા પરદુ:ખભંજક નાયકની જ મોટાભાગે ભૂમિકાઓ ભજવીને એક આદર્શ છબિ ઉપસાવનાર આ અભિનેતા ‘એમજીઆર’ તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમના જન્મ…

વધુ વાંચો >

રામરાજ્ય

રામરાજ્ય : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. ભાષા : હિંદી. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : વિજય ભટ્ટ, સંવાદ : સંપતલાલ શ્રીવાસ્તવ ‘અનુજ’. ગીતકાર : રમેશ ગુપ્તા. સંગીત : શંકરરાવ વ્યાસ. કલા નિર્દેશન : કનુ દેસાઈ. છબિકલા : પી. જી. કુકડે. મુખ્ય કલાકારો : શોભના સમર્થ, પ્રેમ અદીબ,…

વધુ વાંચો >

રામારાવ, એન. ટી.

રામારાવ, એન. ટી. (જ. 28 મે 1923, નિમ્માકુરુ, આંધ્રપ્રદેશ; અ. 18 જાન્યુઆરી 1996, હૈદરાબાદ) : ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીરામ અને માતા વેંકટરામ્મા. સ્નાતક થયા બાદ 1947માં મદ્રાસ સેવા પંચમાં નાયબ રજિસ્ટ્રાર તરીકે જોડાયા, પણ 3 સપ્તાહના અત્યંત ટૂંકા ગાળામાં તે કામગીરી છોડી ફિલ્મક્ષેત્રે પ્રવેશ્યા. 1949થી ’82…

વધુ વાંચો >

રામૈયા, બી. એસ.

રામૈયા, બી. એસ. (જ. 24 માર્ચ 1905, બટલાગુંડુ, મદુરાઈ પાસે; અ. 18 મે 1983, ચેન્નાઇ) : તમિળના જાણીતા લેખક, વિવેચક, નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમના સાહિત્યના ઇતિહાસની કૃતિ ‘માણિક્કોડિ કલમ’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. અધવચ્ચે ચોથા ધોરણથી શાળા છોડ્યા બાદ તેમણે સ્વપ્રયત્ને અભ્યાસ કર્યો. કેવળ…

વધુ વાંચો >

રામોજી રાવ ચેરુકુરી 

રામોજી રાવ ચેરુકુરી (જ.16 નવેમ્બર 1936 પેદાપરુપુડી, કૃષ્ણા જિલ્લો, આંધ્રપ્રદેશ; અ. 8 જૂન 2024, હૈદરાબાદ, તેલંગાણા) : રામોજી ગ્રૂપના અધ્યક્ષ અને મીડિયા મુઘલ. એક કૃષિ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. માતાપિતા ચેરુકુરી વેંકટ સુબમ્મા અને ચેરુકુરી વેંકટ સુબૈયા. બે બહેનો રંગનાયક્મ્મા અને રાજ્યલક્ષ્મી. પરંપરાગતપણે પરિવાર ખેતી સાથે જોડાયેલો હોવાના કારણે રામોજી…

વધુ વાંચો >

રાય, સત્યજિત

રાય, સત્યજિત (જ. 2 મે 1921, પશ્ચિમ બંગાળ; અ. 23 એપ્રિલ 1992) : ચલચિત્રજગતમાં ભારતનું નામ રોશન કરનાર દિગ્દર્શક, લેખક અને સંગીતકાર. પિતા : સુકુમાર રાય, માતા : સુપ્રભા. સત્યજિત રાયનું બાળપણનું હુલામણું નામ માણિક હતું. તેઓ બે વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેને પરિણામે તેમનું બાળપણ…

વધુ વાંચો >

રાય, હિમાંશુ

રાય, હિમાંશુ (જ. 1892; અ. 19 મે 1940) : મૂક ભારતીય ચિત્રોનું ટૅક્નીકલ પાસું મજબૂત કરનાર અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક. 1925ના અરસામાં ભારતીય ચિત્રો હજી કોઈ ચોક્કસ ઘાટ પકડવાનો પ્રયાસ કરતાં હતાં ત્યારે હિમાંશુ રાયે ભારતીય ચિત્રોને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડ્યાં હતાં. હિમાંશુ રાયે જોયું કે વિદેશી ચિત્રોમાં જેટલું ધ્યાન ટૅક્નીકલ…

વધુ વાંચો >

રાવલ, પરેશ

રાવલ, પરેશ (જ. 30 મે 1955, મુંબઈ) : વિલન અને હાસ્ય એમ બેવડી અદાકારી માટે જાણીતા અભિનેતા. હિન્દી ફિલ્મોક્ષેત્રે ગુજરાતી અદાકારોનો હંમેશાં પ્રભાવ રહ્યો છે. પરેશ રાવલ પણ એમાંના એક એવા અભિનેતા છે જેનો પ્રભાવ અનેરો છે. પરેશ રાવલનો જન્મ મુંબઈમાં થયેલો અને એમણે પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં લીધું તથા મુંબઈની…

વધુ વાંચો >

રાવસાહેબ

રાવસાહેબ : ચલચિત્ર. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-વર્ષ : 1986. નિર્માતા : પેહલાજ બજાજ. દિગ્દર્શિકા : વિજયા મહેતા. કથા : જયવંત દળવી. છબિકલા : અદીપ ટંડન. સંગીત : ભાસ્કર ચંદાવરકર. મુખ્ય કલાકારો : અનુપમ ખેર, વિજયા મહેતા, નીલુ ફુલે, તન્વી, મંગેશ કુલકર્ણી. જયવંત દળવીના એક લોકપ્રિય નાટક ‘બૅરિસ્ટર’ (1977) પર…

વધુ વાંચો >

રાવળ, દિનેશ

રાવળ, દિનેશ (જ. 4 ઑગસ્ટ 1934, કરાંચી) : ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક. તેમનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું હળવદ. મામા રેવાશંકર પંચોલી કરાંચીમાં ફિલ્મ-વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. નાના મામા દલસુખ પંચોલીનો લાહોરમાં સ્ટુડિયો હતો, જ્યાં હિન્દી ફિલ્મોનું નિર્માણ થતું હતું. મોસાળ પક્ષ સિનેમાના સર્જન અને વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી નાનપણથી જ…

વધુ વાંચો >