ચલચિત્ર
રાજીવ
રાજીવ (જ. 1945, દિલ્હી; અ. 28 ડિસેમ્બર 1993, મુંબઈ) : ગુજરાતી ફિલ્મોના અભિનેતા. રાજીવનું મૂળ નામ જગદીશ ગઢિયા હતું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધા પછી, અભિનય-શિક્ષણ માટે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. માતાપિતાની ઇચ્છાને કારણે સી. એન. ફાઇન આર્ટસ કૉલેજ અમદાવાદ ખાતે ચિત્રકલાનો અભ્યાસ પણ કર્યો. કારકિર્દીનો આરંભ કેન્દ્ર સરકારના માહિતીખાતાના…
વધુ વાંચો >રાજેન્દ્રકુમાર
રાજેન્દ્રકુમાર (જ. 20 જુલાઈ 1929, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ, હાલ પાકિસ્તાન; અ. 12 જુલાઈ 1999) : અભિનેતા. મૂળ નામ : રાજેન્દ્રકુમાર તુલી. હિંદી ચિત્રોના વ્યાવસાયિક રીતે સફળ અભિનેતાઓમાંના એક રાજેન્દ્રકુમારનાં એટલાં બધાં ચિત્રોએ રજત-જયંતી ઊજવી હતી કે તેઓ ‘જ્યૂબિલીકુમાર’ તરીકે જાણીતા બન્યા હતા. દેશના ભાગલા પછી નિરાશ્રિત થઈને પરિવાર સાથે મુંબઈ…
વધુ વાંચો >રાઠોડ, અરવિંદ
રાઠોડ, અરવિંદ (જ. 14 ફેબ્રુઆરી 1941) : ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા. પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ પિતાનો વ્યવસાય સ્વીકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું. અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક…
વધુ વાંચો >રાઠોડ, કાનજીભાઈ
રાઠોડ, કાનજીભાઈ : ભારતીય ફિલ્મોના આરંભના દાયકાઓમાં જે ગુજરાતી ફિલ્મસર્જકોનું પ્રદાન સ્થાપક તરીકે ગણવામાં આવે છે તે પૈકીના એક સ્ટિલ ફોટોગ્રાફર. તેઓ અમેરિકાથી ફિલ્મકલાની ટૅક્નીક શીખીને આવેલા સુચેતસિંહની ઑરિયેન્ટલ ફિલ્મ કંપની સાથે 1918માં જોડાયા. અહીં 1920 સુધીમાં ‘મૃચ્છકટિક’, ‘શકુંતલા’ અને ‘નરસિંહ મહેતા’ ફિલ્મોમાં અભિનય કર્યો અને પ્રસિદ્ધિ પામ્યા. દરમિયાન એક…
વધુ વાંચો >રાઠોડ, કાન્તિલાલ
રાઠોડ, કાન્તિલાલ (જ. 12 ડિસેમ્બર 1924, રાયપુર; અ. 28 સપ્ટેમ્બર 1988, મુંબઈ) : કાર્ટૂનચિત્રોના પ્રથમ ભારતીય નિર્માતા. તેમનો ઉછેર બંગાળી વાતાવરણમાં થયેલો. તેમણે શાન્તિનિકેતનમાં કલાનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકા ગયા. આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં તેમણે ઍનિમેશન-કાર્ટૂન ચલચિત્રનો અભ્યાસ કર્યો. 1954થી ’56 દરમિયાન અમેરિકાની સાઇરેક્યુસ યુનિવર્સિટીમાં દસ્તાવેજી ચલચિત્ર-નિર્માણ અને સંપાદન…
વધુ વાંચો >રાઠોડ, કેશવ
રાઠોડ, કેશવ (જ. 16 ઑગસ્ટ 1954, ગાંડલા) : ગુજરાતી ફિલ્મોના કથા-પટકથાકાર, દિગ્દર્શક ઉપરાંત ગાયક, ગીતકાર અને સંગીતકાર. ઑલ ઇન્ડિયા રેડિયો પર લોકસંગીત અને સુગમસંગીતના કાર્યક્રમો આપી કારકિર્દી આરંભનાર કેશવ રાઠોડની લોકકથા કહેવાની શૈલીથી પ્રભાવિત થઈ ગાયક-કવિ-સંગીતકાર નીનુ મઝુમદારે તેમને લેખન તરફ વાળ્યા. 1971માં તેઓ મુંબઈ આવ્યા અને મનહર રસકપૂર-દિગ્દર્શિત ‘વાલો…
વધુ વાંચો >રાણકદેવી
રાણકદેવી : ગુજરાતી ચલચિત્ર. ઐતિહાસિક કથાનક પર આધારિત ‘રાણકદેવી’નું નિર્માણ 1946 અને ફરી 1973માં થયું. સનરાઇઝ પિક્ચર્સનું ‘રાણકદેવી’ વિષ્ણુકુમાર વ્યાસના નિર્દેશન સાથે 1946માં રજૂ થયું હતું. સ્વાર્પણ અને ત્યાગની આ પ્રેમકથાનું આલેખન મોહનલાલ ગોપાળજી દવે અને પટકથાનું આલેખન વિષ્ણુકુમાર વ્યાસનાં હતાં. પ્રસિદ્ધ કવિ કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા અને ગીતો…
વધુ વાંચો >રાણા, દગ્ગુબાતી
રાણા, દગ્ગુબાતી (જ. 14 ડિસેમ્બર 1984, ચેન્નાઈ, તમિલનાડુ) : અભિનેતા, નિર્માતા. રામાનાયડુ દગ્ગુબાતીને ચાહકો રાણા દગ્ગુબાતીના નામથી ઓળખે છે. તમિલ, તેલુગુ, હિન્દી ફિલ્મોમાં અભિનય કરીને દેશભરમાં જાણીતા થયેલા રાણા દગ્ગુબાતીનો આખો પરિવાર ફિલ્મમેકિંગ અને અભિનયમાં સક્રિય છે. તેમના દાદા ડી. રામાનાયડુ એક જમાનાના દક્ષિણની ફિલ્મોના ખૂબ જાણીતા ફિલ્મનિર્માતા હતા. તેમના…
વધુ વાંચો >રામચંદ્રન્, એમ. જી.
રામચંદ્રન્, એમ. જી. (જ. 1917, કૅન્ડી, શ્રીલંકા; અ. 24 ડિસેમ્બર 1987, ચેન્નાઈ) : દક્ષિણ ભારતીય ચિત્રોના અભિનેતા અને રાજકારણી. મૂળ નામ : મારુદર ગોપાલમેનન રામચંદ્રન્. તમિળ ચિત્રોમાં આદર્શવાદી અને ભલા તથા પરદુ:ખભંજક નાયકની જ મોટાભાગે ભૂમિકાઓ ભજવીને એક આદર્શ છબિ ઉપસાવનાર આ અભિનેતા ‘એમજીઆર’ તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમના જન્મ…
વધુ વાંચો >રામરાજ્ય
રામરાજ્ય : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. ભાષા : હિંદી. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : વિજય ભટ્ટ, સંવાદ : સંપતલાલ શ્રીવાસ્તવ ‘અનુજ’. ગીતકાર : રમેશ ગુપ્તા. સંગીત : શંકરરાવ વ્યાસ. કલા નિર્દેશન : કનુ દેસાઈ. છબિકલા : પી. જી. કુકડે. મુખ્ય કલાકારો : શોભના સમર્થ, પ્રેમ અદીબ,…
વધુ વાંચો >