ચલચિત્ર
મૃગયા (ચલચિત્ર)
મૃગયા (ચલચિત્ર) (1976) : સરકાર સામે બળવો કરનારનું માથું કાપી લાવનારને ઇનામ અને પ્રજાનું શોષણ કરનાર જમીનદારનું માથું વાઢી લાવનારને ફાંસી આપતી બ્રિટિશ ન્યાયપ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન મૂકતું ચિત્ર. ભાષા : હિંદી; રંગીન; નિર્માણસંસ્થા : ઉદય ભાસ્કર; દિગ્દર્શક : મૃણાલ સેન; પટકથા : મૃણાલ સેન, મોહિત ચટ્ટોપાધ્યાય; કથા : ભગવતીચંદ્ર પાણિગ્રહી,…
વધુ વાંચો >મૅકલીન, શર્લી
મૅકલીન, શર્લી (જ. 24 એપ્રિલ 1934, રિચમૉન્ડ; વર્જિનિયા) : જાણીતાં ફિલ્મ-અભિનેત્રી. નાનપણથી જ તેમણે નૃત્ય શીખવા માંડ્યું હતું. 1950માં ન્યૂયૉર્ક સિટી ખાતે ‘ઑક્લહામા કોરસ’માં તેઓ જોડાયાં અને એ મનોરંજનના ક્ષેત્રે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ‘ધ પાજામા ગેમ’ (1954) નામક ચિત્રમાં તેમનું સ્થાન મૂળ અભિનેત્રીના વિકલ્પ તરીકે અભિનય-અભ્યાસ (understudy) કરતાં રહેવાનું…
વધુ વાંચો >મેકેન, અડા આઇઝૅક
મેકેન, અડા આઇઝૅક (જ. 15 જૂન 1835, ન્યૂ ઑર્લિયન્સ, લૉસ ઍન્જલસ; અ. 10 ઑગસ્ટ 1868, પૅરિસ, ફ્રાન્સ) : અભિનેત્રી. તેમના સાવકા પિતા તથા પ્રથમ પતિના અવસાન પછી, તેમણે નર્તકી તરીકે તથા સર્કસમાં ઘોડેસવાર તરીકે કામ કરીને પોતાનું ભરણપોષણ કરવાનું ચાલુ રાખ્યું. 1857માં તેમણે ફિલ્મજગતમાં અભિનય-ક્ષેત્રે પ્રવેશ કર્યો. 1861 દરમિયાન આખાય…
વધુ વાંચો >મેકેન્લી, રે(મંડ)
મેકેન્લી, રે(મંડ) (જ. 30 માર્ચ 1926, બનક્રેના, આયર્લૅન્ડ; અ. 15 જૂન 1989, આયર્લૅન્ડ) : બ્રિટિશ અભિનેતા. 1947થી તે ડબ્લિન ઍબી થિયેટરના સભ્ય હતા. ત્યાં રહીને 1963 સુધીમાં તેમણે 150 નાટ્યપ્રયોગોમાં ભાગ લીધો હતો. લંડનની રંગભૂમિ પર સૌપ્રથમ પ્રવેશ કર્યો 1962માં; વેસ્ટ એન્ડ ખાતે ભજવાયેલું તે પછીનું તેમની મહત્વની ભૂમિકા ધરાવતું…
વધુ વાંચો >મેક્લૅરન, નૉર્મન
મેક્લૅરન, નૉર્મન (જ. 11 એપ્રિલ 1914, સ્ટર્લિંગ, સ્કૉટલૅન્ડ; અ. 27 જાન્યુઆરી 1987, મોન્ટ્રિયલ, કૅનેડા) : કૅનેડાના ફિલ્મ દિગ્દર્શક. તેમણે સચેતીકૃત (animated) ફિલ્મ-નિર્માણના ક્ષેત્રે યશસ્વી વિકાસ સિદ્ધ કરી બતાવ્યો. સચેતીકરણવાળી ફિલ્મોના ક્ષેત્રે વીસમી સદીના તે એક સૌથી નામાંકિત સર્જક તરીકે નામના પામ્યા. ફિલ્મ-પટ્ટી પર ધ્વનિ તથા છબીચિત્રોનું સીધું જ આલેખન (inscription)…
વધુ વાંચો >મેઘે ઢાકા તારા
મેઘે ઢાકા તારા (1960) : ચલચિત્રના વિદ્યાર્થીઓ માટે સતત સંશોધનનો વિષય બની રહેલું ઉત્કૃષ્ટ બંગાળી ચલચિત્ર. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. નિર્માણસંસ્થા : ચિત્રકલ્પ. દિગ્દર્શક-પટકથા : ઋત્વિક ઘટક. કથા : શક્તિપાદ રાયગુરુ. છબિકલા : દીપેન ગુપ્તા. સંગીત : જ્યોતીન્દ્ર મોઇત્રા. મુખ્ય કલાકારો : સુપ્રિયા ચૌધરી, અનિલ ચૅટરજી, બિજોન ભટ્ટાચાર્ય,…
વધુ વાંચો >મેના ગુર્જરી
મેના ગુર્જરી (1975) : ગુજરાતી ચલચિત્ર. નિર્માતા પૂનમભાઈ સી. પટેલ અને દિગ્દર્શક દિનેશ રાવળની આ ઑરવો કલરમાં તૈયાર થયેલી ફિલ્મનાં મુખ્ય કલાકારો હતાં મલ્લિકા સારાભાઈ અને રાજીવ. અન્ય કલાકારો હતાં ચાંપશીભાઈ નાગડા, મંજરી, ચંદ્રકાંત પંડ્યા. પી. ખરસાણી, ઇન્દુમતી રાજડા, રમેશ મહેતા, અરવિંદ પંડ્યા અને મહેમાન કલાકાર જોગેનકુમાર. છબીકલા પ્રતાપ દવેની…
વધુ વાંચો >મૅમેટ, ડેવિડ (ઍલન)
મૅમેટ, ડેવિડ (ઍલન) (જ. 30 નવેમ્બર 1947, શિકાગો, ઇલિનૉઈ) : નાટક અને ફિલ્મ-પટકથાના લેખક અને ફિલ્મદિગ્દર્શક. તેમણે વમૉર્ન્ટની ગૉડાર્ડ કૉલેજ ખાતે અભ્યાસ કર્યો અને ન્યૂયૉર્ક સિટીમાં અભિનેતા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમનાં ‘અમેરિકન બફૅલો’ (1976) તથા ‘સ્પીડ ધ પ્લાઉ’ (1987) નાટકોમાં શહેરી સમાજને મૂંઝવતી મનોવૈજ્ઞાનિક તથા નૈતિક સમસ્યાઓની માર્મિક અને…
વધુ વાંચો >મૅમોલિયન, રૂબેન
મૅમોલિયન, રૂબેન (જ. 8 ઑક્ટોબર 1897, ટિફિલસ, જ્યૉર્જિયા; અ. 4 ડિસેમ્બર 1987, હૉલિવૂડ, ‘કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ચલચિત્રો તથા રંગભૂમિના રશિયન દિગ્દર્શક. ધ્વનિયુગના આરંભકાળે તેમણે સિને-કલાના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપ્યો. તેમણે સૌપ્રથમ કૅમેરાને ફરતો રાખવાની પદ્ધતિ અપનાવી ગતિમયતા પ્રયોજી. તેમજ સંગીત તથા ધ્વન્યાત્મક અસરોનું ખૂબ કૌશલ્યપૂર્ણ મિશ્રણ કરવાની સાથોસાથ કલ્પનાપ્રચુર ચિત્રાત્મક…
વધુ વાંચો >મેયર, લુઇ બર્ટ
મેયર, લુઇ બર્ટ (જ. 22 જુલાઈ 1884, મિન્સ્ક, બેલરસ; અ. ઑક્ટોબર 1957, કૅલિફૉર્નિયા) : અમેરિકન ફિલ્મ-સામ્રાજ્યના સર્વેસર્વા. મૂળ નામ ઍલિઝર મેયર. 1907માં તેમણે એક જૂનું ઘર ખરીદ્યું અને તેને સાંગોપાંગ નવો ઓપ આપી ત્યાં અદ્યતન સુવિધાપૂર્ણ અને ગ્રાહકલક્ષી સિનેમાગૃહ તૈયાર કર્યું. ત્યારબાદ તેમણે ન્યૂ ઇંગ્લૅન્ડમાં શ્રેણીબંધ થિયેટર ખરીદી લીધાં. 1915માં…
વધુ વાંચો >