ચલચિત્ર
મિફ્યુન, તોશિરો
મિફ્યુન, તોશિરો (જ. 1 એપ્રિલ 1920, ત્સિંગતાઓ, ચીન; અ. 24 ડિસેમ્બર 1997, ટોકિયો, જાપાન) : જાપાની અભિનેતા. ચીનમાં વસતા જાપાની પરિવારમાં જન્મેલા આ પ્રતિભાશાળી અભિનેતાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની લશ્કરમાં રહીને ફરજ બજાવી હતી. એ પછી ‘કલાકાર શોધ-સ્પર્ધા’માં ભાગ લઈને તેમણે 1946માં ‘ધિસ ફૂલિસ ટાઇમ્સ’ ચિત્રમાં કામ કરીને અભિનયની કારકિર્દીનો…
વધુ વાંચો >મિર્ચ મસાલા
મિર્ચ મસાલા : કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત બહુચર્ચિત ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1985. નિર્માણ-કંપની : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન. કથા : ચુનીલાલ મડિયા. પટકથા : હૃદય લાની અને ત્રિપુરારિ શર્મા. ગીતરચના : બાબુભાઈ રાણપરા. ચિત્રાંકન : જહાંગીર ચૌધરી. સંગીત : રજત ધોળકિયા. મુખ્ય કલાકારો : નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ઓમ પુરી,…
વધુ વાંચો >મિલ્સ, જૉન (સર)
મિલ્સ, જૉન (સર) (લૂઈ અર્નેસ્ટ વૉટ્સ) (જ. 22 ફેબ્રુઆરી 1908, સફોક, ઇંગ્લૅન્ડ; અ. 23 એપ્રિલ 2005, દેનહામ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના નામી અભિનેતા અને દિગ્દર્શક. તેમણે સૌપ્રથમ પ્રારંભ કર્યો રંગભૂમિ પરના અભિનયથી 1929માં. 1930ના દશકા દરમિયાન હળવી કૉમેડી તથા સંગીતનાટિકાઓમાંના અભિનયથી તેઓ બેહદ લોકપ્રિય નીવડ્યા. તેમને સવિશેષ નામના મળી ફિલ્મ-અભિનેતા તરીકે.…
વધુ વાંચો >મિલ્સ, હૅલી
મિલ્સ, હૅલી (જ. 18 એપ્રિલ 1946, લંડન, ઇંગ્લૅન્ડ) : આંગ્લ ફિલ્મ-અભિનેત્રી. તેઓ અભિનયના સંસ્કારોવાળા પરિવારમાં ઊછર્યાં હતાં. તેમણે ફિલ્મ-અભિનયના ક્ષેત્રે પ્રારંભ કર્યો. તેમના પિતા જૉન મિલ્સ સાથે 1959માં ‘ટાઇગર બૅ’થી. 1960માં રજૂ થયેલી ‘પૉલિયાન્ના’ના અભિનય બદલ તેમને સ્પેશિયલ ઑસ્કાર ઍવૉર્ડ અપાયો હતો. ત્યારપછી તે ‘ધ પૅરન્ટ ટ્રૅપ’ (1961), ‘વ્હિસલ ડાઉન…
વધુ વાંચો >મિશ્રા, હીરાદેવી
મિશ્રા, હીરાદેવી (જ. બનારસ) : ભારતનાં જાણીતાં ઠૂમરી-નિષ્ણાત અને અભિનેત્રી. પિતા સ્વરૂપસિંહ અને માતા મૌનાદેવી સંગીતનાં ભારે રસિયાં. બે ભાઈ – કેદારનાથ અને અમરનાથ – પણ અચ્છા તબલાવાદક. આમ તેમને વારસામાં સંગીત મળેલું. માત્ર 7 વર્ષની વયે તેમણે બનારસના પં. સરજૂપ્રસાદના હસ્તે ગંડાબંધન કરાવ્યું ને થોડો વખત તાલીમ લીધી. ત્યારબાદ…
વધુ વાંચો >મિસ્ત્રી, બાબુભાઈ
મિસ્ત્રી, બાબુભાઈ (જ. 1919, સૂરત, ગુજરાત; અ. 20 ડિસેમ્બર 2010, મુંબઈ) : કમ્પ્યૂટર નહોતાં એ જમાનામાં પૌરાણિક, ધાર્મિક અને તિલસ્મી ચિત્રોમાં ખાસ પ્રભાવ (સ્પેશિયલ ઇફેક્ટ) અને યુક્તિપૂર્વકની છબિકલાના ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર પ્રથમ છબિકાર અને દિગ્દર્શક. કોઈ ર્દશ્યમાં જાદુઈ કે ચમત્કારી પ્રભાવ ઊભો કરવા માટે બાબુભાઈ મિસ્ત્રી કાળા રંગની…
વધુ વાંચો >મીનાકુમારી
મીનાકુમારી (જ. 1 ઑગસ્ટ 1932, મુંબઈ; અ. 31 માર્ચ 1972, મુંબઈ) : હિંદી પડદાનાં ‘ટ્રૅજડી-ક્વીન’ ગણાતાં ભાવપ્રવણ અભિનેત્રી અને કવયિત્રી. મૂળ નામ : મેહઝબીનારા બેગમ, પિતા : સંગીતકાર અલીબક્ષ, માતા : અભિનેત્રી ઇકબાલ બેગમ. પરિવારની આર્થિક હાલત કફોડી હોઈ અલીબક્ષે દિગ્દર્શક વિજય ભટ્ટનો પ્રસ્તાવ સ્વીકારી લેતાં મીનાએ માત્ર ચાર વર્ષની…
વધુ વાંચો >મીર, ઈઝરા
મીર, ઈઝરા (જ. 1903, કૉલકાતા; અ. 1993, મુંબઈ) : ભારતમાં વૃત્તચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સર્જક. કૉલકાતાના ખ્યાતનામ માદન થિયેટર્સ સાથે 1922માં જોડાયા ત્યારથી 1961માં ફિલ્મ વિભાગના મુખ્ય નિર્માતાપદેથી નિવૃત્ત થયા ત્યાં સુધી એકધારાં ચાળીસ વર્ષ તેમણે ચલચિત્રોનું અને ખાસ કરીને દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કર્યું. સ્નાતક થયા ત્યાં સુધીમાં તેમને…
વધુ વાંચો >મુકરી, મોહમ્મદ ઉમર
મુકરી, મોહમ્મદ ઉમર (જ. 5 જાન્યુઆરી 1922, અલીબાગ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર; અ. 4 નવેમ્બર 2000, મુંબઈ) : હિંદી ફિલ્મોના સફળ હાસ્યઅભિનેતા. બોરીબંદર ખાતેની અંજુમને ઇસ્લામ સ્કૂલમાં અભિનેતા દિલીપકુમાર સાથે અભ્યાસ. અભિનયક્ષેત્રે પ્રવેશતાં પહેલાં તેમણે બૉમ્બે ટૉકિઝમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને અહીં જ તેમની મુસ્કાન અને દોઢ ફૂટની…
વધુ વાંચો >મુક્તિ (ચલચિત્ર)
મુક્તિ (ચલચિત્ર) (1937) : ભારત દેશ જ્યારે ગુલામીની બેડીઓમાં અને સમાજ જુનવાણી બંધનોમાં જકડાયેલો હતો ત્યારે પતિ-પત્નીના સંબંધોને નવા ર્દષ્ટિકોણથી રજૂ કરતી પ્રગતિશીલ ફિલ્મ. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી અને હિંદી. નિર્માણસંસ્થા : ન્યૂ થિયેટર્સ, દિગ્દર્શક અને પટકથા : પ્રમથેશચંદ્ર બરુઆ, કથા અને સંવાદ : સજનીકાન્ત દાસ, હિંદી સંવાદ…
વધુ વાંચો >