ચલચિત્ર
મંથન (ચલચિત્ર)
મંથન (ચલચિત્ર) (1976) : સહકારી ડેરી-પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને બનાવાયેલું ચલચિત્ર. એક પ્રકારનું પ્રચારાત્મક ચિત્ર હોવા છતાં અને માત્ર દસ્તાવેજી ચિત્ર બની રહેવાની પૂરી સંભાવના ધરાવતું હોવા છતાં રસપ્રદ કથા અને કુશળ દિગ્દર્શનને કારણે તે મનોરંજક ચિત્ર બની રહે છે. ભાષા : હિન્દી-ગુજરાતી મિશ્ર. રંગીન. નિર્માણ-સંસ્થા : સહ્યાદ્રિ ફિલ્મ્સ. દિગ્દર્શક :…
વધુ વાંચો >માઇલસ્ટોન, લૂઇસ
માઇલસ્ટોન, લૂઇસ (જ. 30 સપ્ટેમ્બર 1895, ઑડેસા, રશિયા; અ. 25 સપ્ટેમ્બર 1980) : ફિલ્મ-દિગ્દર્શક. અગાઉ ક્યારેય ન બન્યું હોય તેવું સૌથી પ્રભાવક અને પ્રખ્યાત યુદ્ધવિરોધી ઑસ્કર ઍવૉર્ડ વિજેતા ચલચિત્ર ‘ઑલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’(1930)ના દિગ્દર્શક તરીકે તેઓ વિશ્વવિખ્યાત બન્યા છે. તેમણે અનેક ચિત્રો બનાવ્યાં છે, પણ તે બધાં આ…
વધુ વાંચો >માડગૂળકર, ગ. દિ.
માડગૂળકર, ગ. દિ. (જ. 1 ઑક્ટોબર 1919, શેટેફળ, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ. 14 ડિસેમ્બર 1977 પુણે) : મરાઠી કવિ, વાર્તાકાર, પટકથા-સંવાદલેખક અને ગીતકાવ્યોના રચયિતા. તેમનું આખું નામ ગજાનન દિગંબર માડગૂળકર હતું. સતારા જિલ્લાના માડગૂળ ગામના જમીનદાર પરિવારમાં જન્મ. મહારાષ્ટ્રમાં ‘ગ. દિ. મા.’ તરીકે ઓળખાતા. 1938થી માત્ર 19 વર્ષની ઉંમરથી તેઓ…
વધુ વાંચો >માદન, જમશેદજી ફરામજી
માદન, જમશેદજી ફરામજી (જ. 1856; અ. 1923) : ભારતમાં ચલચિત્રોને છબિઘર સુધી પહોંચાડનાર પારસી ગૃહસ્થ. તેમણે બંગાળમાં રંગમંચ અને ચલચિત્રના ક્ષેત્રે પાયાનું કામ કર્યું. કોલકાતાના ચિત્રઉદ્યોગ પર તેઓ છવાઈ ગયા હતા. વીસમી સદીના પ્રારંભે નાટક કંપનીથી પ્રારંભ કરીને પારસી અને ઉર્દૂ નાટકોનું મંચન કરીને ખૂબ લોકપ્રિયતા મેળવનાર માદન કંપની ભારતમાં…
વધુ વાંચો >માકર્સ બ્રધર્સ
માકર્સ બ્રધર્સ (જ. હયાત : 1891થી 1979 વચ્ચે ન્યૂયૉર્ક સિટી) : હાસ્યકાર અભિનેતાઓનો પરિવાર. તેમાં 4 ભાઈઓનો સમાવેશ થાય છે : જુલિયસ (1895–1977) અથવા ગ્રૂચો; લિયોનાર્દ (1891–1961) અથવા ચિકો; આર્થર (1893–1961) અથવા હાર્પો અને હર્બર્ટ (1901–79) અથવા ઝિપ્પો. તેમણે તેમની કારકિર્દીનો આરંભ કર્યો નૃત્ય-નાટક-સંગીતના મનોરંજક કાર્યક્રમોથી; તે વૃંદ ‘સિક્સ મ્યૂઝિકલ…
વધુ વાંચો >માર્ટિન, સ્ટીવ
માર્ટિન, સ્ટીવ (જ. 1945, વાકૉ, ટેક્સાસ) : ફિલ્મ અભિનેતા. ટેલિવિઝન માટેના કૉમેડી-લેખક તરીકે તેમને 1968માં ‘ધ સ્મૉધર્સ બ્રધર્સ કૉમેડી અવર’ બદલ ઍમી ઍવૉર્ડ મળ્યો હતો અને 1975માં ‘વૅનડાઇક ઍન્ડ કંપની’ બદલ ઉક્ત ઍવૉર્ડ માટે તેમનું નામાંકન (nomination) પણ થયું હતું. તેમણે ફિલ્મક્ષેત્રે અભિનયનો પ્રારંભ કર્યો ‘ધી ઍબ્સન્ટ-માઇન્ડેડ વેટર’થી 1977માં; ઉત્તમ…
વધુ વાંચો >માલવપતિ મુંજ (1976)
માલવપતિ મુંજ (1976) : ગુજરાતી ચલચિત્ર. સુપ્રસિદ્ધ ગુજરાતી સાક્ષર કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથિવીવલ્લભ’ પર આધારિત, ધંધાદારી ગુજરાતી રંગભૂમિનું નાટક ‘માલવપતિ મુંજ’ સ્વ. પ્રભુલાલ દ્વિવેદી અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે તૈયાર કર્યું હતું. આ નાટક શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા 1924માં ભજવાયું હતું અને ત્યારે તે લોકપ્રિય પણ નીવડ્યું હતું. આ પ્રસિદ્ધ…
વધુ વાંચો >માસ્ત્રોઇયાની, માર્સેલો
માસ્ત્રોઇયાની, માર્સેલો (જ. 28 સપ્ટેમ્બર 1924, ફૉન્ટાના લીરી, ઇટાલી; અ. 1996) : ત્રણ દાયકા સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે છવાઈ રહેલા ઇટાલિયન અભિનેતા. વિવેચકોએ એકમતે તેમના વિશે કહ્યું હતું કે ‘તેઓ જેટલું પોતાના હોઠ વડે કહે છે, તેનાથી વધુ તેમની ભાવપૂર્ણ આંખો દ્વારા કહે છે.’ ગરીબ કિસાન પરિવારમાં જન્મેલા માર્સેલો બીજા વિશ્વયુદ્ધ…
વધુ વાંચો >મિકી માઉસ
મિકી માઉસ (Mickey Mouse) : વિશ્વમાં કાર્ટૂન-ચિત્રોના પિતામહ ગણાતા વૉલ્ટ ડિઝનીએ કાર્ટૂન-ચિત્રો માટે સર્જેલું ઉંદરનું એક અત્યંત લોકપ્રિય પાત્ર. 1928માં આ પાત્રનું સર્જન થયું; પણ આટલાં વર્ષો પછીયે તેની લોકપ્રિયતામાં કોઈ કમી આવી નથી. જોકે આ પાત્રના સર્જન પછી પ્રારંભે વૉલ્ટ ડિઝનીને ઘણી ટીકાઓ અને મજાકના ભોગ બનવું પડ્યું. હતું.…
વધુ વાંચો >મિનેલી, લિઝા
મિનેલી, લિઝા (જ. 12 માર્ચ 1946, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં અભિનેત્રી અને ગાયિકા. રૂપેરી પડદા પર સૌપ્રથમ વાર તેમણે પોતાનાં માતાએ તૈયાર કરેલા ચલચિત્ર ‘ઇન ધ ગુડ ઓલ્ડ સમરટાઇમ’(1949)માં અભિનેત્રી તરીકે દેખા દીધી. 1965માં ‘ફલૉરા, ધ રેડ મિનૅસ’માંના અભિનય બદલ ટૉની ઍવૉર્ડનાં વિજેતા બન્યાં. આ પદક મેળવનારાં તે સૌથી…
વધુ વાંચો >