ચલચિત્ર

મર્કૂરી, મેલિના

મર્કૂરી, મેલિના (જ. 1923, ઍથેન્સ; અ. 1994) : નામી ગ્રીક ફિલ્મ-અભિનેત્રી. 1955માં તેમણે ફિલ્મ-અભિનયનો પ્રારંભ કર્યો. ‘નેવર ઑન સન્ડે’થી 1960માં તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. તે નિરંતર રાજકારણ સાથે સંકળાયેલાં રહેતાં હતાં. આથી 1967થી ’74 દરમિયાન તેમને ગ્રીસમાંથી દેશનિકાલ કરવામાં આવ્યાં. તે દરમિયાન તેમણે બ્રિટન તથા અમેરિકાનાં અનેક ચિત્રોમાં કામ કર્યું.…

વધુ વાંચો >

મર્ચન્ટ, અજિત

મર્ચન્ટ, અજિત (જ. 15 ઑગસ્ટ 1922, મુંબઈ) : ગુજરાતી ચલચિત્રક્ષેત્રના અગ્રણી સ્વરનિયોજક. પિતા રતનશી જેઠા ધારાશાસ્ત્રી તથા વ્યાપારી હતા. આ ઉપરાંત ભારતીય શાસ્ત્રીય તથા પાશ્ચાત્ય સંગીતના તેઓ મર્મજ્ઞ પણ હતા. માતાનું નામ ગુણવંતીબહેન. જુનિયર બી.એ. સુધીનું શિક્ષણ મુંબઈમાં. તેમની સંગીતની કેળવણી તથા અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય પ્રત્યેના શોખમાં પિતાની દોરવણી…

વધુ વાંચો >

મલ્લિકા સારાભાઈ

મલ્લિકા સારાભાઈ (જ. 9 મે 1953, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતનાં નૃત્યાંગના અને અભિનેત્રી. જન્મ અમદાવાદના જાણીતા સારાભાઈ પરિવારમાં મેધાવી માતાપિતા મૃણાલિનીબહેન અને વિક્રમભાઈને ત્યાં થયો. અમદાવાદમાં બી.એ. તથા ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટમાંથી એમ.બી.એ. પદવીઓ મેળવી. માનસશાસ્ત્રમાં સંશોધનમહાનિબંધ લખી ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. બીજી બાજુ માતાની ‘દર્પણ’ સંસ્થામાં…

વધુ વાંચો >

મહમ્મદ રફી

મહમ્મદ રફી (જ. 4 ડિસેમ્બર 1924, કોટા સુલતાનસિંહ – હવે પાકિસ્તાનમાં; અ. 3 જુલાઈ 1980, મુંબઈ) : ભારતીય ચલચિત્ર-જગતના વિખ્યાત પાર્શ્વગાયક. પિતાનું નામ હાજી અલીમહમ્મદ તથા માતાનું નામ અલ્લારખી. ચૌદ વર્ષની વયે 1938માં લાહોર ગયા અને ત્યાં ખાન અબ્દુલ વહીદખાં, જીવણલાલ મટ્ટો અને ગુલામઅલીખાં પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી.…

વધુ વાંચો >

મહલ (ચલચિત્ર)

મહલ (ચલચિત્ર) (1949) : હિંદી ચિત્રોમાં પુનર્જન્મના કથાનકવાળાં ચિત્રો માટે પ્રેરણાસ્રોત ગણાતું પ્રશિષ્ટ રહસ્યચિત્ર. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ સંસ્થા : બૉમ્બે ટૉકિઝ. દિગ્દર્શક-કથા-પટકથા-સંવાદ : કમાલ અમરોહી. ગીત : નક્શાબ. છબિકલા : જૉસેફ વિર્ચિંગ. સંગીત : ખેમચંદ પ્રકાશ. મુખ્ય કલાકારો : અશોકકુમાર, મધુબાલા, કુમાર, વિજયલક્ષ્મી, કનુ રાય. દિગ્દર્શક…

વધુ વાંચો >

મહાનગર (ચલચિત્ર)

મહાનગર (ચલચિત્ર) (1963) : બંગાળી ભાષાનું ચલચિત્ર. ગરીબ મધ્યમ વર્ગના પરિવારની સમસ્યાઓ અને મજબૂરીઓ દ્વારા દિગ્દર્શક સત્યજિત રાયે મહાનગરની હાડમારીઓનું તેમાં ચિત્રણ રજૂ કર્યું છે. એક પરિવારે પોતાનાં મૂલ્યોને બાજુએ મૂકીને કેવાં સમાધાન કરવાં પડે છે અને પરિવારના સંબંધો પર તેની કેવી વિપરીત અસર પડે છે તેની તથા તેની સાથોસાથ…

વધુ વાંચો >

મહેતા, કેતન

મહેતા, કેતન (જ. 22 જુલાઈ 1952, નવસારી) : ભારતના અગ્રણી પ્રયોગલક્ષી ચલચિત્ર-દિગ્દર્શક અને નિર્માતા. પિતાનું નામ ચંદ્રકાન્ત મહેતા, જેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે લાંબી કારકિર્દી બાદ નિવૃત્ત થયા. કેતન મહેતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં થયા બાદ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ દિલ્હીમાં થયું. ત્યાંની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે દિલ્હી…

વધુ વાંચો >

મહેતા, દામિની

મહેતા, દામિની (જ. 6 ઑક્ટોબર 1933, અમદાવાદ) : ગુજરાતી ચલચિત્રો, આકાશવાણી તથા દૂરદર્શનનાં જાણીતાં કલાકાર અને દિગ્દર્શક. પિતા જીવણલાલ શરાફી પેઢી ચલાવતા હતા. તેમનાં માતાનું નામ સરસ્વતી. અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ. ઔપચારિક ભણતર કરતાં રંગભૂમિમાં વધુ રસ. માત્ર બાર વર્ષની ઉંમરે 1945માં ગુજરાતી રંગભૂમિ પર પદાર્પણ. ગુજરાતની પરંપરાગત લોકકલા ભવાઈનાં તેઓ…

વધુ વાંચો >

મહેતા, રમેશ

મહેતા, રમેશ (જ. 22 જૂન 1932, નવાગામ, ગોંડલ; અ. 11 મે 2012 રાજકોટ) : ગુજરાતી ચલચિત્રોના હાસ્યઅભિનેતા. ગુજરાતના ચાર્લી ચૅપ્લિન ગણાવી શકાય. પિતાનું નામ ગિરધરલાલ મહેતા. માતાનું નામ મુક્તાબહેન. રમેશ છ માસના હતા ત્યારે મકાનની બાજુમાં જ ચાલતી નાટક કંપનીએ તેમનાં માબાપની સંમતિથી એક નાટકમાં બાળકના રોલમાં તેમને રજૂ કરી…

વધુ વાંચો >

મહેતા, સુજાતા પ્રહલાદરાય

મહેતા, સુજાતા પ્રહલાદરાય (જ. 11 માર્ચ 1959, નવસારી) : ગુજરાતી રંગમંચનાં અભિનેત્રી. અભિજાત દશા શ્રીમાળી પોરવાડ પરિવારના સંસ્કારોથી સંપન્ન રેખાબહેન તે તેમની માતા અને સ્વાતંત્ર્યસેનાની પ્રહલાદરાય તે તેમના પિતા. સુજાતા મનોવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયાં. કાકા હસુ મહેતા અને કાકી દેવયાની મહેતા મુંબઈના તખ્તાના કલાકારો હતાં. તેમના અભિનય-સંસ્કારો ઝીલીને બાળપણથી…

વધુ વાંચો >