ચલચિત્ર
બૉલ, લ્યૂસિલી
બૉલ, લ્યૂસિલી (જ. 1911, સેલારૉન, ન્યૂયૉર્ક; અ. 1989) : વિખ્યાત હાસ્ય-અભિનેત્રી. શૈશવકાળથી જ તેમણે શોખ રૂપે અભિનય કરવા માંડ્યો હતો. ત્યારપછી તેમણે મૉડલ તરીકે અને સમૂહ ગાયકવૃંદમાં કામગીરી બજાવી. ત્યારબાદ તેઓ હોલિવુડ ગયાં. ઉત્સાહથી થનગનતી આ યુવાપ્રતિભા, તેમના લાક્ષણિક કંઠની સાથોસાથ નિર્દોષ હાવભાવ કરી શકતાં. 1951માં તેમણે ટેલિવિઝનમાં કામ કરવાનો…
વધુ વાંચો >બ્રહ્મચારી
બ્રહ્મચારી : હિન્દી અને મરાઠી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1938. નિર્માણસંસ્થા : હંસ પિક્ચર્સ. દિગ્દર્શક : વિનાયક દામોદર કર્ણાટકી. કથા તથા ગીતો : પ્રહલાદ કે. અત્રે. છબીકલા : પાંડુરંગ નાયક. સંગીત : દાદા ચાંદેકર; કલાકારો : માસ્ટર વિનાયક, મીનાક્ષી, વી. જી. જોગ, સાળવી, દામુ અણ્ણા માલવણકર, જાવડેકર. સરળ સિદ્ધાંતો પરત્વે આત્યંતિક…
વધુ વાંચો >બ્રાન્ડો, માર્લોન
બ્રાન્ડો, માર્લોન (જ. 3 એપ્રિલ 1924, ઓમાહા; અ. 1 જુલાઈ 2004, લોસ એન્જેલિસ, કેલિફૉર્નિયા, યુ. એસ.) : અમેરિકી ચલચિત્રોના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા. અપરાધ-ચિત્રોમાં સીમાચિહ્નરૂપ બની ગયેલા ‘ધ ગૉડફાધર’માં માફિયા ડૉનની ભૂમિકા ભજવીને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર ઍવૉર્ડ મેળવનાર માર્લોન બ્રાન્ડો તેમની સહજ અભિનયશૈલીને કારણે પંકાયેલા છે. અભિનય કારકિર્દીનો પ્રારંભ તેમણે…
વધુ વાંચો >બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ, ધ
બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ, ધ (ચલચિત્ર, 1957) : માનવીય પાસાંઓને ઉજાગર કરતું અને યુદ્ધની નિરર્થકતા નિરૂપતું યશસ્વી બ્રિટિશ ચલચિત્ર. રંગીન. ભાષા : અંગ્રેજી. નિર્માતા : સેમ્સ સ્પાઇગલ. દિગ્દર્શક : ડેવિડ લીન. કથા : પિયરી બોઉલની નવલકથા પર આધારિત. પટકથા : કાર્લ ફૉરમૅન અને માઇકલ વિલ્સન. છબિકલા : જૅક હિલયાર્ડ.…
વધુ વાંચો >બ્રુક, પિટર
બ્રુક, પિટર (જ. 21 માર્ચ 1925, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 2 જુલાઈ 2022) : રંગભૂમિ અને રૂપેરી પડદાના ખ્યાતનામ દિગ્દર્શક. પિટર બ્રુકનાં માતા-પિતા લીથુઆનિયન જ્યુઈશ હતાં. પિટરનો જન્મ 21 માર્ચ, 1925ના રોજ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)માં થયો હતો. એમનું આખું નામ પિટર સ્ટિફન પૌલ બ્રુક. 1945ની સાલથી એમણે નાટકો કરવાં શરૂ કરેલાં.…
વધુ વાંચો >બ્રેન, કેનેથ
બ્રેન, કેનેથ (જ. 1960, બેલફાસ્ટ) : નિપુણ અભિનેતા અને દિગ્દર્શક. તેમણે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામેટિક આર્ટમાં અભ્યાસ કર્યો હતો. 1984માં તેઓ રૉયલ શેક્સપિયર કંપનીમાં જોડાયા. 1987માં ધ રેનેસન્સ કંપનીના સહસ્થાપક તથા સહ-દિગ્દર્શક બન્યા. 1988 તથા 1989માં કરેલા નાટ્યપ્રવાસો અત્યંત સફળ નીવડ્યા. તેમણે ટેલિવિઝન નાટ્યશ્રેણીમાં અભિનય આપ્યો છે, તેમાં પુનર્નિર્માણ…
વધુ વાંચો >ભટ્ટ આલિયા
ભટ્ટ આલિયા (જ. 15 માર્ચ 1993, લંડન –) : ફિલ્મજગતનાં જાણીતાં અભિનેત્રી. આલિયા ભટ્ટ એ ગુજરાતી મૂળના જાણીતા ફિલ્મદિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની બીજા નંબરની પુત્રી છે. એના પિતા મહેશ ભટ્ટ એક દિગ્દર્શક તરીકે પ્રસિદ્ધ છે, જ્યારે માતા સોની રાઝદાન કાશ્મીરી પંડિત અને જર્મન વડવાની પુત્રી છે. લંડનમાં…
વધુ વાંચો >ભટ્ટ, ઊર્મિલા
ભટ્ટ, ઊર્મિલા (જ. 1 નવેમ્બર 1933; અ. 22 ફેબ્રુઆરી 1997, મુંબઈ) : ગુજરાતી તખ્તા અને હિન્દી ફિલ્મોનાં જાજરમાન અભિનેત્રી. જશવંત ઠાકર, ચન્દ્રવદન મહેતા અને ઇ. અલ્કાઝી જેવા દિગ્ગજો પાસેથી નાટ્યદીક્ષા મેળવનાર ઊર્મિલાબહેન નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ(MPA)ની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958…
વધુ વાંચો >ભટ્ટ, મહેશ
ભટ્ટ, મહેશ (જ. 1949) : હિન્દી ચલચિત્રોના ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક. નામાંકિત ફિલ્મસર્જક નાનાભાઈ ભટ્ટના પુત્ર. અભ્યાસનો આરંભ મુંબઈમાં કર્યો. 1970માં કૉલેજ પડતી મૂકી. પિતાની ફિલ્મ ‘જીવનરેખા’(1974)ની પટકથા લખીને ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. રાજ ખોસલા, એન. ચન્દ્ર અને જે. પી. દત્ત જેવા ફિલ્મસર્જકોના સહાયક તરીકે કામ કર્યું. તેમની ફિલ્મો મનોવૈજ્ઞાનિક હિંસાના ચિત્રણને…
વધુ વાંચો >ભટ્ટ, વિજય
ભટ્ટ, વિજય (જ. 1907, પાલિતાણા, સૌરાષ્ટ્ર; અ. 1993) : હિંદી-મરાઠી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. પૂરું નામ વિજયશંકર યજ્ઞેશ્વર ભટ્ટ. સૌરાષ્ટ્ર અને મુંબઈમાં કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે વિદ્યુત ઇજનેરીનો અભ્યાસ કર્યો અને બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રામવેઝ કંપનીમાં જોડાયા. ફિલ્મ અને રંગભૂમિનો રસ તેમને શરૂઆતથી હતો. મૂક ફિલ્મો માટે…
વધુ વાંચો >