ચન્દ્રકાન્ત મહેતા

પંડિત સોમનાથ (પંદરમી સદી)

પંડિત, સોમનાથ (પંદરમી સદી) : કાશ્મીરી કવિ. કાશ્મીરનો સુલતાન જૈનુલાબેદીન બાદશાહ (1420થી 1470) પ્રજાપ્રિય બાદશાહ હતો. હિંદુ તથા મુસલમાન પ્રત્યે સમાનતાથી અને પ્રેમથી વર્તતો હતો. એણે સાહિત્ય તથા કલાને ઘણું પ્રોત્સાહન આપ્યું. વિદ્વાનોને તથા કલાકારોને આશ્રય આપતો હતો. એના દરબારમાં પંડિત સોમનાથ રાજકવિ હતા. એમણે બાદશાહની પ્રશસ્તિમાં ‘જૈનચરિત’ નામનું ચરિત્રકાવ્ય…

વધુ વાંચો >

પંપ

પંપ (જ. ઈ. સ. 902, વેંગિમંડલ; અ. ઈ. સ. 975) : કન્નડના આદિમહાકવિ. પંપ જૈન ધર્માનુયાયી હોવા છતાં એ વૈદિક ધર્મના પણ અનુરાગી હતા. પંપે કન્નડમાં જૈનસાહિત્યની રચના કરી. ત્યારથી કન્નડ સાહિત્યમાં જૈનયુગ શરૂ થયો એમ કહેવાય છે. પંપયુગનો પર્યાય જૈન સાહિત્યયુગ બની ગયો છે. એમના મહાભારતના કથાનકને આધારે રચેલાં…

વધુ વાંચો >

પાણિનીય પ્રદ્યોતમ્ (1955)

પાણિનીય પ્રદ્યોતમ્ (1955) : મલયાળમ લેખક આઇ. સી. ચાકો (1876-1966) કૃત અભ્યાસગ્રંથ. ‘પાણિનીય પ્રદ્યોતમ્’ (પાણિનિકૃત ગ્રંથ વિશે પ્રકાશ) એ પાણિનિએ સ્થાપેલી સંસ્કૃત વ્યાકરણ-પદ્ધતિ વિશે મલયાળમમાં લખાયેલો સર્વપ્રથમ અભ્યાસપૂર્ણ ગ્રંથ છે. લેખક પોતે સંસ્કૃત વ્યાકરણના પારંગત વિદ્વાન છે અને વૈજ્ઞાનિક વલણ ધરાવે છે. તેમનો પ્રાચીન વ્યાકરણ-પદ્ધતિ પરત્વેનો અભિગમ નવીન અને મૌલિક…

વધુ વાંચો >

પારસમણિ (1914)

પારસમણિ (1914) : અસમિયા કૃતિ. અસમિયાનાં પ્રસિદ્ધ કવયિત્રી નલિનીબાલાદેવીના આ કાવ્યસંગ્રહમાં એક તરફ મધ્યકાલીન ભક્ત કવિમાં હોય છે તેવો ઈશ્વરને મળવાનો તલસાટ અને પ્રકૃતિતત્વો દ્વારા પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરવાની તથા એમાં વિલીન થઈ જવાની ઊર્મિ સચોટતાથી વ્યક્ત થયાં છે. કાવ્યોમાં ભક્તિનો સૂર એટલો તો પ્રબળ છે કે એ અર્વાચીન કવયિત્રી…

વધુ વાંચો >

પાર્થસારથિ એન.

પાર્થસારથિ, એન. (જ. 18 ડિસેમ્બર, 1932, નિધિકુડ્ડી, જિ. રામનાથપુરમ્; 13 ડિસેમ્બર, અ. 1988) : તમિળ લેખક. ‘મણિવાનન’, ‘પોનમુડી’, ‘વાલવન’, ‘કોડાલલાકન’ અને ‘હેમુ પૂવનન’ તખલ્લુસથી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને પત્રકારત્વવિષયક સાહિત્ય રચ્યું હતું. તેઓ થોડો સમય મદુરાઈ નજીક પાસુમાલાઇની શાળામાં શિક્ષક હતા. તેમની નવલકથા તથા વાર્તાઓની પશ્ર્ચાદ્ભૂ ત્યાંના સામાજિક વાતાવરણે પૂરી…

વધુ વાંચો >

પાલ્લુરિ સોમનાથ (તેરમી શતાબ્દીનો અંત)

પાલ્લુરિ સોમનાથ (તેરમી શતાબ્દીનો અંત) : કન્નડ લેખક. વીરશૈવ સંપ્રદાયના કવિ. એમનો જન્મ કર્ણાટકના ગોદાવરી જિલ્લાના પાલ્લુરિ ગામમાં. પિતાનું નામ બસવેશ. ગુરુનું નામ ગુરુકિંગાર્ય. એમણે શાસ્ત્રાર્થમાં ઘણા પંડિતોને પરાજય આપ્યો હતો. ગણપુરના રાજા જગદેવમલ્લે એમનું સન્માન કર્યું હતું. સોમનાથે તેલુગુ અને સંસ્કૃતમાં પણ કાવ્યરચનાઓ કરી છે. તેલુગુના પ્રાચીન કવિઓમાં એમનું…

વધુ વાંચો >

પાંચાલી

પાંચાલી : મધ્યકાલીન બંગાળી કાવ્યપ્રકાર. સંસ્કૃત શબ્દ `પાંચાલી’ પરથી બંગાળીમાં `પાંચાલી’ આવ્યો છે, જેનો અર્થ ઢીંગલી થાય છે. એ શબ્દ ગાવાની એક શૈલી માટે પણ પ્રચલિત છે. શરૂઆતમાં આ જાતનાં કાવ્યોનું ગાન પૂતળીનાચ જોડે સંકળાયેલું હતું અને એ કાવ્યપ્રકાર ‘પાંચાલિકા’ તરીકે પણ ઓળખાતો. આ કાવ્યપ્રકાર પંદરમા શતકના છેલ્લા દાયકામાં પ્રચારમાં…

વધુ વાંચો >

પાંચાલીશપથમ્ (1912)

પાંચાલીશપથમ્ (1912) : તમિળ કૃતિ. વ્યાસના મહાભારતને આધારે દ્રૌપદીની પ્રતિજ્ઞાનો પ્રસંગ તમિળના વિખ્યાત કવિ ભારતીએ વર્ણવેલો છે. કવિએ એમાં સમકાલીન રંગ પૂર્યા છે અને અત્યંત સરળ ભાષાનો પ્રયોગ કરીને કૃતિને લોકભોગ્ય બનાવી છે. એનો પહેલો ભાગ 1912માં પ્રગટ થયો અને અત્યંત લોકપ્રિય થયો. બીજો ભાગ એમના મૃત્યુ પછી પ્રગટ થયો.…

વધુ વાંચો >

પાંડા રાજેન્દ્ર

પાંડા, રાજેન્દ્ર (જ. 23 જૂન 1944, બાટાલાગા, જિ. સંબલપુર) : ઊડિયા લેખક. એમણે 1960 પછી 20 વર્ષની વયે કાવ્યલેખન શરૂ કર્યું. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. તેઓ ગ્રૅજ્યુએટ ઉત્કલ યુનિવર્સિટીમાંથી થયા. રાજ્યશાસ્ત્ર મુખ્ય વિષય સાથે ગ્રૅજ્યુએટ થયા અને ડિસ્ટિંગશન માર્કસ મેળવ્યા. એમ.એ. રાજ્યશાસ્ત્ર વિષયમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી પાસ થયા. તેમને ડી.લિટ્.ની માનદ…

વધુ વાંચો >

પિયો પુતર

પિયો પુતર : સુરિન્દરસિંહ નરૂલાની નવલકથા. તેની ગણના પંજાબીની ઉત્કૃષ્ટ કૃતિ તરીકે થાય છે. એમાં કથા આવી છે : હરિસિંહ અને શિવકૌર એમનાં માબાપ મરી ગયાં છે એમ જ માનતાં હતાં. હરિસિંહ એનાં નાના-નાનીને ત્યાં ઊછરે છે અને શિવકૌરને એના મામાને ત્યાં લાહોરમાં લઈ જવાય છે. હરિસિંહના નાના જાણીતા વૈદ…

વધુ વાંચો >