ચન્દ્રકાન્ત મહેતા

નિચુકનિ ગીત

નિચુકનિ ગીત : આસામી સાહિત્યનાં હાલરડાં. એમાં બાળકો પ્રત્યેની કોમળ લાગણી તથા કલ્પના જોવા મળે છે. ખૂબ પ્રચલિત એવા નિચુકનિ ગીતમાં કહ્યું છે : જો ન બાઈ એ એ જી એટિ વિયા. (હે ચન્દ્રમા, સોય આપ. એના વડે હું થેલી સીવીશ. થેલીમાં ધન ભરીશ. ધનથી હાથી ખરીદીશ ને હાથી પર…

વધુ વાંચો >

નિશિકુટુંબ

નિશિકુટુંબ (1966) : બંગાળી નવલકથાકાર મનોજ બસુની નવલકથા. તેને 1966ના શ્રેષ્ઠ બંગાળી પુસ્તક માટે સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો છે. આ નવલકથા અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. એ કૃતિમાં પ્રથમ વાર બંગાળી નવલકથા-સાહિત્યમાં ચોરોની સૃષ્ટિનું વિગતપૂર્ણ નિરૂપણ છે. ચોરોની સાંકેતિક ભાષા, એમની કાર્યપદ્ધતિ, એમની જીવનરીતિ એ બધું અદભુત રસનું વાતાવરણ સર્જે છે.…

વધુ વાંચો >

નીમ દે પત્તે

નીમ દે પત્તે (1968) : પંજાબી લેખક શ્રવણકુમાર શર્માનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓથી પંજાબી સાહિત્યમાં આધુનિકતાનો પ્રવેશ થયો. એ વાર્તાઓ મોટેભાગે મનોવૈજ્ઞાનિક છે અને એમાં આંતરચેતનાપ્રવાહની શૈલીનો પંજાબી વાર્તામાં પ્રથમ વાર ઉપયોગ થયો છે. એ ઉપરાંત અસ્તિત્વવાદ તથા અતિવાસ્તવવાદ, તેમજ ફ્રૉઇડનો પ્રભાવ પણ પ્રથમ વાર આ વાર્તાઓમાં દૃષ્ટિએ પડે છે; જેમ…

વધુ વાંચો >

નીલ દર્પણ

નીલ દર્પણ (1860) : દીનબંધુ મિત્ર (1832-73) લિખિત બંગાળી ભાષાનું અને સમગ્ર ભારતનું અંગ્રેજોની વિરુદ્ધનું ક્રાંતિકારી નાટક. તેમાં ગળીનાં ખેતરોના ખેડૂતો  કામદારો અને તેમની ઉપર જુલમ ગુજારતા અંગ્રેજ જમીનદારો વચ્ચેના સંઘર્ષનું આલેખન છે. ગોલોકચન્દ્ર બાસુ ગળીનું વાવેતર કરતો મધ્યમ વર્ગનો ખેડૂત છે જ્યારે સાધુચરણ સમૃદ્ધ જમીનદાર છે. પ્રથમ અંકમાં ગોલોક…

વધુ વાંચો >

નેકી, જશવંતસિંહ

નેકી, જશવંતસિંહ (જ. 27 ઑગસ્ટ 1925, પતિયાળા; અ. 11 સપ્ટેમ્બર 2015, ન્યૂ દિલ્હી) : પંજાબી લેખક. પિતાનું નામ એસ. હરિ ગુલાબસિંહ અને માતાનું નામ સીતા વાંતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પતિયાળા અને ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં. એમણે એમ.બી.બી.એસ. પરીક્ષા પસાર કરી મન:ચિકિત્સાનો વિષય લઈ દિલ્હીની ઑલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એમ.ડી. કરી. ત્યાં…

વધુ વાંચો >

નેલટુરિ, વ્યંકટ સુબય્યા

નેલટુરિ, વ્યંકટ સુબય્યા (જ. 1915, નેલટુર ગામ, જિ. નેલ્લોર) : તેલુગુ ઇતિહાસકાર અને લેખક. શિક્ષણ ચેન્નાઈમાં. 1936માં ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય લઈને એમ. એ. થયા. તે પછી બૅંગાલુરુ તથા ચેન્નાઈમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1940માં એમણે ‘દક્ષિણનાં મંદિરોના સ્રોત’ પર સંશોધન કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1940થી 1975 સુધી મદ્રાસ…

વધુ વાંચો >

નોરિ નરસિંહરાવ

નોરિ નરસિંહરાવ (જ. 1900, ગન્ટુર, આંધ્રપ્રદેશ; અ. 1982) : તેલુગુ લેખક. કૉલેજ સુધીનું અને તે પછી એલએલ.બી.નું શિક્ષણ હૈદરાબાદમાં. ત્યાં જ વકીલાત શરૂ કરી. આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના તેઓ મંત્રી હતા. તેમણે સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું. તેમણે કન્નડ સાહિત્યમાં નવલકથાઓ, વાર્તાઓ, કવિતા, નાટક, વિવેચન એમ અનેક ક્ષેત્રે મહત્વનું…

વધુ વાંચો >

નૌકાચરિતમ્ (અઢારમી સદી)

નૌકાચરિતમ્ (અઢારમી સદી) : તેલુગુ પદ્યરૂપક. સંત સંગીતકાર કવિ ત્યાગરાજમાં વિવિધ પ્રતિભાઓનો સંગમ થયો હતો. એમના પિતા પરમ રામભક્ત હતા તથા માતા ભક્ત રામદાસનાં ગીતો તન્મયતાથી ગાતાં હતાં. પરિણામે ત્યાગરાજમાં ભક્તિ અને સંગીતનો સુંદર યોગ થયો હતો. એમણે રામભક્તિનાં હજારો પદો રચ્યાં હતાં. તે ઉપરાંત એમણે રામકથાને આધારે જે કેટલાંક…

વધુ વાંચો >

પટનાયક, વસન્તકુમારી

પટનાયક, વસન્તકુમારી (જ. 1923, કટક) : ઊડિયા લેખિકા. ઉત્કલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. (પ્રથમ વર્ગમાં). 1951માં તેમની ટૂંકી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશિત. તેમની નવલકથા ‘અમડા બાટ’(1951)-એ તેમને સાહિત્યક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યાં. એ કથા પરથી ફિલ્મ પણ બની છે. 1956માં એમનો કાવ્યસંગ્રહ ‘ચિતાનલ’ પ્રગટ થયો. તેમની પાસેથી 1958માં ‘પાતાલ ઢેઉ’ તથા 1959માં…

વધુ વાંચો >

પણિક્કર, કે. એમ.

પણિક્કર, કે. એમ. (જ. 3 જૂન 1895, કોવલમ, કેરળ; અ. 10 ડિસેમ્બર 1963, મૈસૂર) : જાણીતા ભારતીય લેખક, કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક, ઇતિહાસવેત્તા, કુશળ વહીવટી અધિકારી, મુત્સદ્દી, રાજદૂત અને કેળવણીકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કોવલમમાં. તેમના ઉચ્ચશિક્ષણની શરૂઆત ત્રિવેન્દ્રમમાં; પરંતુ પછી 1914માં ઇતિહાસના વધુ અધ્યયન માટે તેઓ ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ…

વધુ વાંચો >