ચન્દ્રકાન્ત મહેતા

ચક્રવર્તી, (કવિકંકણ) મુકુંદરામ

ચક્રવર્તી, (કવિકંકણ) મુકુંદરામ (જ. 1540, દામુન્ય, જિ. બર્દવાન; અ. 1600) : મધ્યકાલીન બંગાળી કવિ. તેમનો જન્મ બર્દવાન જિલ્લાના દામોદર નદીને કાંઠે આવેલા દામુન્યા ગામમાં રાઢી બ્રાહ્મણ હૃદય મિશ્રને ત્યાં થયો હતો. તેમનું ધ્યાન કવિતા, નાટક અને વિવેચન તરફ લગભગ એકસરખું વહેંચાયેલું હતું. અસલમાં તેઓ ગંભીર લેખક હતા, ઘણું કરીને તેઓ…

વધુ વાંચો >

ચટ્ટોપાધ્યાય, બંકિમચન્દ્ર

ચટ્ટોપાધ્યાય, બંકિમચન્દ્ર (જ. 26 જૂન 1838, કૉલકાતા; અ. 8 એપ્રિલ 1894, કૉલકાતા) : બંગાળી નવલકથાના પિતા. તેમના પિતા જાદવચંદ્ર ચેટ્ટરજી ડેપ્યુટી કલેક્ટર હતા. તેમના ત્રણેય ભાઈઓ શ્યામચંદ્ર, સંજીવચંદ્ર અને પૂરણચંદ્ર ઉચ્ચ કોટિનું શિક્ષણ પામેલા અને સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. બંકિમચંદ્રે વતનમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એ.માં પ્રથમ…

વધુ વાંચો >

ચટ્ટોપાધ્યાય, શક્તિ

ચટ્ટોપાધ્યાય, શક્તિ (જ. 25 નવેમ્બર 1933, બકારુ, પ. બંગાળ; અ. 23 માર્ચ 1993, કોલકાતા) : આધુનિક બંગાળી કવિ. બાળપણ ગામડામાં વિતાવ્યું પછી કલકત્તા યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ‘રૂપચંદ પક્ખી’, ‘અભિનવગુપ્ત’ તેમના તખલ્લુસ છે. કૉલેજકાળ દરમિયાન તેમણે લખેલી ટૂંકી વાર્તાઓ ‘આનંદબજાર પત્રિકા’માં પ્રગટ થતી. 1955માં તેમણે ‘કુઓતલા’ નામની નવલકથા…

વધુ વાંચો >

ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર

ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર (જ. 15 સપ્ટેમ્બર 1876, દેવાનંદપુર; અ. 16 જાન્યુઆરી 1938, કૉલકાતા) : સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર. તેમનો જન્મ દેવાનંદપુરમાં સામાન્ય સ્થિતિના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મતિલાલે ઘણી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો ને કાવ્યો લખેલાં; પરંતુ તે પ્રસિદ્ધ કર્યા વિના અધૂરાં છોડેલાં. તેમનાં માતા ભુવનમોહિની જાણીતા ગાંગુલી પરિવારમાંથી આવતાં હતાં.…

વધુ વાંચો >

ચમનલાલ ‘ચમન’

ચમનલાલ ‘ચમન’ (જ. 1936, બારામુલ્લા, શ્રીનગર, કાશ્મીર; અ. 1999) : કાશ્મીરી કવિ. તેમનો જન્મ મધ્યમ વર્ગના પંડિત પરિવારમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે બારામુલ્લામાં લીધું અને ઉચ્ચ શિક્ષણ શ્રીનગરમાં લીધું. જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી 1957માં તેમણે બી.એ.ની ડિગ્રી સંસ્કૃત અને કાશ્મીરીમાં પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. સંસ્કૃતનો અભ્યાસ બાળપણમાં…

વધુ વાંચો >

ચંડાલિકા

ચંડાલિકા (1933) : રવીન્દ્રનાથ ઠાકુરરચિત બંગાળી નૃત્યનાટિકા. આ નાટિકામાં 2 ર્દશ્યો અને 3 પાત્રો છે : પ્રકૃતિ, મા અને આનંદ. ભજવતી વખતે એક ર્દશ્ય અને દહીંવાલા, ચૂડીવાલા અને રાજવાડીનો અનુચર જેવાં બીજાં પાત્રો પણ ઉમેરાયાં. મૂળ નાટક લખાયું 1933માં અને નૃત્યનાટિકા રૂપે ર્દશ્યો અને પાત્રો ઉમેરાઈ નવી આવૃત્તિ તૈયાર થઈ…

વધુ વાંચો >

ચંડીદાસ (બડો) (પંદરમી સદી)

ચંડીદાસ (બડો) (પંદરમી સદી) : બંગાળી કવિ. બંગાળી વૈષ્ણવ સમાજમાં તેમનું ઘણું માન હતું. રાધાકૃષ્ણની લીલા સંબંધી કાવ્યો આપનાર આ કવિને આદિકવિ માનવામાં આવે છે. ‘દ્વિજ ચંડીદાસ’, ‘દીન ચંડીદાસ’, ‘બડો ચંડીદાસ’, ‘અનંતબડો ચંડીદાસ’ એવાં નામો સાથે જોડાયેલાં તેમનાં કેટલાંક પદો મળે છે. તેમની પદાવલીનાં ગીતોને લોકો કીર્તન તરીકે આજે પણ…

વધુ વાંચો >

ચિરામીન (1926)

ચિરામીન (1926) : મલયાળમ ભાષાની ઉચ્ચકોટિની જાનપદી નવલકથા. લેખક તકષિ શિવશંકર. ‘ચિરામીન’ના ભારતની અને વિદેશની અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે. વિશ્વની ઉત્તમ નવલકથાઓમાં એને સ્થાન મળ્યું છે. એના રશિયન અનુવાદની અનેક આવૃત્તિઓ થઈ છે. એ નવલકથામાં નાવિકોના જીવનનું ચિત્રણ છે. માઝી ચેંપનની પુત્રી કરુ તમ્માના જીવનની આસપાસ પ્રસંગોની ગૂંથણી થઈ…

વધુ વાંચો >

ચેટરજી, સુનીતિકુમાર

ચેટરજી, સુનીતિકુમાર (જ. 26 નવેમ્બર 1890, હાવરા; અ. 29 મે 1977, કૉલકાતા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા બંગાળી ભાષાવિજ્ઞાની. તેમણે શાળા અને કૉલેજશિક્ષણ કૉલકાતામાં લીધું. 1911માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રથમ નંબરે પ્રાપ્ત કરીને છાત્રવૃત્તિ મેળવી. 1913માં અંગ્રેજી તથા ભાષાવિજ્ઞાન સાથે એમ.એ.ની ડિગ્રી પણ પ્રથમ નંબરે પ્રાપ્ત કરી. તેથી 1919માં તેમને…

વધુ વાંચો >

ચોરઘડે, વામન કૃષ્ણ

ચોરઘડે, વામન કૃષ્ણ (જ. 16 જુલાઈ 1914, નારખેડ, જિ. નાગપુર; અ. 1 ડિસેમ્બર 1995) : મરાઠી વાર્તાકાર તથા અનુવાદક. તેમણે સમગ્ર શિક્ષણ નાગપુર ખાતે મેળવ્યું. તેમણે મરાઠી તથા અર્થશાસ્ત્રમાં એમ.એ. અને બી.ટી. કર્યા પછી વર્ધાના વાણિજ્ય મહાવિદ્યાલયમાં વાણિજ્ય અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે 1949થી 1970 સુધી અધ્યાપનકાર્ય કર્યું. થોડો વખત નાગપુર…

વધુ વાંચો >