ચન્દ્રકાન્ત મહેતા

ગોકાક, વિનાયક કૃષ્ણ

ગોકાક, વિનાયક કૃષ્ણ (જ. 9 ઑગસ્ટ 1909, સાવનૂર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 28 એપ્રિલ 1992, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર તથા 1991ના જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા લેખક. માધ્યમિક શિક્ષણ ધારવાડમાં તથા ઉચ્ચ શિક્ષણ પુણે અને ઇંગ્લૅન્ડમાં લીધું. 1931માં મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં સુવર્ણ-ચંદ્રક મેળવ્યો. ત્યારપછી 1938માં ઑક્સફર્ડ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી…

વધુ વાંચો >

ગોખલે, ડી. એન.

ગોખલે, ડી. એન. (જ. 20 સપ્ટેમ્બર 1922, સાતારા; અ. 27 જૂન 2000) : મરાઠી લેખક. ડૉ. કેતકરના જીવનચરિત્ર માટે 1961માં સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. એમણે ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં લીધું હતું. તેમણે મરાઠીમાં પ્રથમ વિશ્વકોશ તૈયાર કરનાર ડૉક્ટર કેતકરના જીવનનાં તથા સાહિત્યનાં અનેક પાસાંનું ગાઢ અધ્યયન કરીને…

વધુ વાંચો >

ગોપાલ ભાંડ (સોળમી શતાબ્દી)

ગોપાલ ભાંડ (સોળમી શતાબ્દી) : બંગાળી લોકકથાનું પાત્ર. અઢારમી સદીના મધ્યભાગ દરમિયાન નવદ્વીપના રાજા કૃષ્ણચન્દ્ર રાયનો તીવ્ર બુદ્ધિ ધરાવતો વિખ્યાત દરબારી. રાજાને જ્યારે જ્યારે કોઈ સમસ્યાના ઉકેલમાં મૂંઝવણ થતી, ત્યારે ગોપાલ ભાંડની સલાહ પ્રમાણે સમસ્યા ઉકેલતા. અકબરના દરબારના બીરબલ અથવા દક્ષિણના તેનાલીરામ જેવી જ એની પ્રતિભા હતી. એ પોતાની અવનવી…

વધુ વાંચો >

ગોવિંદદાસ

ગોવિંદદાસ (જ. 1530, શ્રીખંડ, જિ. બર્ધમાન; અ. 1613) : સોળમી સદીના બંગાળી વૈષ્ણવ કવિ. તેમના પિતાનું નામ ચિરંજીવ સેન અને માતાનું નામ સુનંદા હતું. તેમના ભાઈ રામચંદ્ર શક્તિના ઉપાસક હતા. તેવી રીતે તેઓ પણ પહેલાં શક્તિના ઉપાસક હતા, પણ 1577 અને 1580માં તેમના વૈષ્ણવ ગુરુ શ્રીનિવાસ આચાર્ય પાસે તેમણે વૈષ્ણવ…

વધુ વાંચો >

ઘરે ફેરાર દિન (1962)

ઘરે ફેરાર દિન (1962) : અમીય ચક્રવર્તી(જ. (1901)નો બંગાળી કાવ્યસંગ્રહ. તેને માટે એમને 1963નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિનાં 72 કાવ્યો, એ યુરોપનું ભ્રમણ કરી આવ્યા તે પછી રચાયેલાં છે. એમનાં પ્રારંભિક કાવ્યોમાં રવીન્દ્રનાથના પ્રભાવને કારણે સૃષ્ટિનું રહસ્ય સમજવા માટે એમણે બાહ્ય ભૌતિક સૃષ્ટિને બદલે માનવીની…

વધુ વાંચો >

ઘરે બાહિરે (1919)

ઘરે બાહિરે (1919) : રવીન્દ્રનાથ ઠાકુરની બંગભંગ આંદોલનની ભૂમિકા પર રચાયેલી નવલકથા. બંગભંગ આંદોલનનો જે અંશ રવીન્દ્રનાથને અરુચિકર લાગ્યો તેનું એમાં નિરૂપણ થયું છે. નવલકથામાં ત્રણ મુખ્ય પાત્રો છે — સંદીપ, નિખિલ અને નિખિલની પત્ની વિમલા. બંગભંગ આંદોલનનું વરવું રૂપ એમણે સંદીપના પાત્ર દ્વારા આલેખ્યું છે. એ બંગભંગના આંદોલનનો ઉપયોગ…

વધુ વાંચો >

ઘોષ, શંખ

ઘોષ, શંખ (જ. 6 ફેબ્રુઆરી 1932, ચાંદપુર, બાંગ્લાદેશ;અ.21 એપ્રિલ 2021, કોલકાતા) : આધુનિક બંગાળી કવિ. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચાંદપુરમાં લીધું. પછી ભારતવિભાજન વખતે કૉલકાતા આવ્યા. ત્યાંની યુનિવર્સિટીમાંથી બંગાળી વિષય સાથે એમ.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો (1954). જુદી જુદી કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યા બાદ 1965થી તેઓ જાદવપુર યુનિવર્સિટીના બંગાળી વિભાગની વિદ્યાશાખાના…

વધુ વાંચો >

ઘોષ, સંતોષકુમાર

ઘોષ, સંતોષકુમાર (જ. 9 સપ્ટેમ્બર 1920, રાજબાડી, ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 26 ફેબ્રુઆરી 1985, કોલકાતા) : બંગાળી નવલકથાકાર. તેમણે રાજબાડીમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી પછી 1936માં કૉલકાતા કૉલેજમાં જોડાયા. ત્યારથી કૉલકાતામાં સ્થિર થયા. બી.એ. થયા પછી એમણે એક વેપારી કુટુંબમાં નોકરી લીધી. તે પછી કૉલકાતાના સચિવાલયમાં કારકુનની નોકરી કરી. તે પછી…

વધુ વાંચો >

ચક્રવર્તી, અમિય

ચક્રવર્તી, અમિય (જ. 10 એપ્રિલ 1901, શ્રીરામપુર; અ. 12 જૂન 1986, શાંતિનિકેતન) : આધુનિકતાવાદી પ્રસિદ્ધ બંગાળી કવિ. પિતા દ્વિજેશચંદ્ર અંગ્રેજી સાથે એમ.એ. થયેલા અને કાયદાશાસ્ત્રના સ્નાતક. એ સમયના ગૌરીપુર રાજ્યના દીવાન હતા. માતા અનિંદિતાદેવી સ્ત્રીસ્વાતંત્ર્યનાં હિમાયતી હતાં. ‘આગમની’ નામે એમનો નિબંધસંગ્રહ પ્રગટ થયો હતો. અમિયનું બાળપણ ગૌરીપુરમાં વીતેલું. ત્યાંના પ્રાકૃતિક…

વધુ વાંચો >

ચક્રવર્તી, બીરેન્દ્રનાથ

ચક્રવર્તી, બીરેન્દ્રનાથ (જ. 1920) : બંગાળી કવિ. પ્રાથમિક, માધ્યમિક તથા કૉલેજ શિક્ષણ કૉલકાતામાં, પણ શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. વિપ્લવી સમાજવાદી પક્ષમાં ભળેલા, એથી 1967માં એમને કારાવાસ ભોગવવો પડેલો. 1940થી કાવ્યો લખવાની શરૂઆત કરેલી. મૌલિક કાવ્યરચનાના તેમણે 30 જેટલા સંગ્રહો પ્રગટ કર્યા છે. એમના ખૂબ જાણીતા કાવ્યસંગ્રહો છે ‘રાણુર જન્ય’,…

વધુ વાંચો >