ગૌરાંગ જાની

વર્ગ (સમાજશાસ્ત્ર)

વર્ગ (સમાજશાસ્ત્ર) : સામાજિક વિજ્ઞાનોમાં ‘વર્ગ’નો ખ્યાલ સંશોધનોમાં અને વિશ્ર્લેષણમાં વિવિધ રીતે પ્રયોજાય છે અને ઉપયોગમાં લેવામાં આવે છે. સમાજશાસ્ત્રીઓ સામાજિક સ્તરરચનાના એક સ્વરૂપ તરીકે વર્ગને સમજાવે છે. વર્ગ ઉપરાંત ભારતીય સમાજમાં જ્ઞાતિ અને મધ્યકાલીન યુરોપમાં એસ્ટેટ (જાગીર વ્યવસ્થા) સામાજિક સ્તરરચનાનાં અન્ય સ્વરૂપો છે. વર્ગ સહિતનાં આ તમામ સ્વરૂપો સામાજિક-આર્થિક…

વધુ વાંચો >

વિધવા

વિધવા : જેનો પતિ મૃત્યુ પામ્યો છે અને જેણે પુનર્લગ્ન નથી કર્યું તેવી સ્ત્રી. ભારતીય સમાજમાં સ્ત્રીના નિમ્ન દરજ્જાને વાસ્તવિક રીતે જોવો- સમજવો હોય તો ‘વિધવા’ની પરિસ્થિતિ તેનું સચોટ ઉદાહરણ છે. પતિનું મૃત્યુ થતાં તેની પત્નીને મળતું વિધવાનું નામ ઘણું બધું કહી જાય છે. ધાર્મિક નીતિનિયમોના કડક પાલનથી શરૂ કરી…

વધુ વાંચો >

વૃદ્ધાવસ્થા (old age)

વૃદ્ધાવસ્થા (old age) : 60થી 99 વર્ષની વય સુધીનો (અને કેટલાક દાખલામાં તે પછીની વયની પણ) જીવનનો યુવાવસ્થા પછીનો ત્રીજો અને છેલ્લો ગાળો. આમ લાંબા આયુષ્યવાળા લોકો માટે વૃદ્ધાવસ્થાની મર્યાદા 60 વર્ષની (અને અપવાદરૂપ વ્યક્તિઓ માટે તેનાથી પણ લાંબી) હોઈ શકે. ચાર દાયકા સુધી ફેલાયેલા આ ગાળાની સર્વ વ્યક્તિઓને એક…

વધુ વાંચો >

વેશ્યાપ્રથા

વેશ્યાપ્રથા : પોતાના દેહના સોદા દ્વારા ગ્રાહકોની જાતીય પિપાસાને સંતોષવાની સેવા આપતી પ્રથા. વેશ્યાપ્રથા વિશ્વની કેટલીક પ્રાચીનતમ પ્રથાઓમાંની એક છે. તેને એક વ્યવસાય ગણવામાં આવે છે. આ વ્યવસાય માત્ર સ્ત્રીઓ જ ચલાવે છે એવું મનાય છે. પરંતુ પુરુષ- વેશ્યાઓ પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ‘વેશ્યા’ શબ્દ ઉપરાંત ‘ગણિકા’, ‘રૂપજીવિની’…

વધુ વાંચો >

સમાજવિદ્યા

સમાજવિદ્યા : ‘સમાજ અને માનવસંબંધોના અભ્યાસ’ માટેનું સક્રિય શાસ્ત્ર. સમાજવિદ્યાને ‘સામાજિક વિજ્ઞાન’ તરીકે પણ વ્યાપક રીતે ઓળખવામાં આવે છે. કુદરતી કે પ્રાકૃતિક વિજ્ઞાનોના વિકાસ પછી ખાસ કરીને ઓગણીસમી સદીમાં સામાજિક વિજ્ઞાનોનો વિકાસ થયો છે. ઔદ્યોગિક ક્રાંતિ, યુરોપનો નવઉત્થાન યુગ, નવા દરિયાઈ માર્ગોની શોધને પગલે વિકસેલું વિશ્વબજાર તેમજ સામ્રાજ્યવાદના વ્યાપની સાથે…

વધુ વાંચો >

સમાજશાસ્ત્ર

સમાજશાસ્ત્ર : સામાજિક વિજ્ઞાનની એક શાખા. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં ‘sociology’ કહેવામાં આવે છે. આ શબ્દ મૂળ લૅટિન ભાષાના ‘socius’ (companion એટલે સાથીદાર) અને ગ્રીક ભાષાના ‘ology’ (study of – નો અભ્યાસ) પરથી બન્યો છે. આના આધારે કહીએ તો સમાજશાસ્ત્ર સામાજિક આંતરક્રિયાઓ દ્વારા બનેલા સામાજિક સંબંધોના માળખાનો અભ્યાસ કરે છે. આપણને એ…

વધુ વાંચો >

સામાજિક ગતિશીલતા

સામાજિક ગતિશીલતા : કોઈ પણ સમાજમાં સામાજિક સ્તરરચનાની વ્યવસ્થામાં વ્યક્તિઓ અને ક્યારેક સમૂહોના સ્થાનમાં થતા ફેરફારો. સામાન્ય રીતે સામાજિક ગતિશીલતાને બે પ્રકારમાં વહેંચીને તપાસવામાં આવે છે : (1) ઊર્ધ્વગામી ગતિશીલતા વ્યક્તિ કે સમૂહને તેના વર્તમાન સ્થાન કે દરજ્જામાંથી ઉચ્ચ પ્રકારના સ્થાન કે દરજ્જામાં લઈ જતી પ્રક્રિયા છે; જેમ કે, સ્ત્રીઓના…

વધુ વાંચો >

સામાજિક તંગદિલી

સામાજિક તંગદિલી : ભાષા, ધર્મ, સંસ્કૃતિ વગેરેની બહુવિધતા ધરાવતા સમાજોમાં વિવિધ સમુદાયો વચ્ચે સર્જાતા વિખવાદો. જે સમાજો બહુવિધ સમૂહો અને સંસ્કૃતિઓ ધરાવે છે ત્યાં પરસ્પરવિરોધી હિતો સામાજિક તંગદિલી ઉત્પન્ન કરે છે. ભારત જેવા હજારો જ્ઞાતિઓ અને અસંખ્ય ભાષા તેમજ બોલીઓનું વૈવિધ્ય ધરાવતા દેશમાં એ વૈવિધ્ય સામાજિક તંગદિલીનું કારણ બની રહે…

વધુ વાંચો >