ગુજરાતી સાહિત્ય
વ્યાજનો વારસ (નવલકથા)
વ્યાજનો વારસ (નવલકથા) : ચુનીલાલ મડિયા લિખિત નવલકથા. 1946માં તેનું પ્રકાશન થયેલું. મડિયાની અન્ય નવલકથાઓથી વિપરીત આ નવલકથા છાપામાં કદી હપતાવાર પ્રગટ થઈ નહોતી. પોતાનાં માતા કસુંબાને એમણે આ નવલકથા અર્પણ કરી છે. કથાની ભૂમિકા તરીકે મડિયાએ ઓગણીસમી સદીના અંતનું સૌરાષ્ટ્ર કલ્પ્યું છે. નવલકથાના શીર્ષક અનુસાર નાણું આ કથામાં કેન્દ્રસ્થાને…
વધુ વાંચો >વ્યાસ, કાન્તિલાલ બ.
વ્યાસ, કાન્તિલાલ બ. (જ. 21 નવેમ્બર 1910, હાજીપુર; અ. 23 જુલાઈ 1991, વીરમગામ) : ગુજરાતના અગ્રણી ભાષાશાસ્ત્રી અને સંશોધક. વતન વીરમગામ. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઈ.સ. 1930માં બી. એ. થયા અને સૂરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે અને સમાજવિદ્યા વિષયમાં એમ બે વાર એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સાક્ષર શ્રી…
વધુ વાંચો >વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર
વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર (જ. 22 મે 1888, સેંજળ, જિ. ભાવનગર; અ. 4 જુલાઈ 1975, રાજકોટ) : ગુજરાતી કવિ. પિતાનું નામ ગૌરીશંકર સુંદરજી વ્યાસ; માતાનું નામ જયકુંવર હીરજી. જ્ઞાતિએ ખરેડી સમવાયના ઔદીચ્ય બ્રાહ્મણ. મૂળ વતન જૂના સાવર. પ્રાથમિક શિક્ષણ જૂના સાવરમાં. પણ શિક્ષકના મારકણા સ્વભાવને કારણે કંટાળીને, વતન છોડી, સાતમું ધોરણ…
વધુ વાંચો >વ્યાસ, યોગેન્દ્ર
વ્યાસ, યોગેન્દ્ર (જ. 6 ઑક્ટોબર 1940, અમદાવાદ; અ. 23 સપ્ટેમ્બર 2021 અમદાવાદ) : ગુજરાતના જાણીતા ભાષાવિદ્ અને સંનિષ્ઠ અધ્યાપક. પિતા ધીરુભાઈ વ્યાસ. માતા પ્રમોદબહેન. તેમનાં પાંચ સંતાનોમાંનું ત્રીજું સંતાન. પિતા આર્યોદય જિનિંગ મિલમાં નોકરી કરતા હતા. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદમાં. 1961માં બી.એ. પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે. મુખ્ય વિષય ગુજરાતી અને…
વધુ વાંચો >વ્યાસ, શ્રીધર
વ્યાસ, શ્રીધર (ઈ. સ. 1398માં હયાત) : ઈડરનો રાજકવિ. રાવ રણમલ(શાસનકાળ 1346થી 1404)નાં પરાક્રમોની પ્રશસ્તિ શ્રીધર વ્યાસે તે ગાળામાં રચેલા અવહઠ્ઠમિશ્રિત (ડિંગળીમિશ્ર) મધ્યકાલીન ગુજરાતીના ‘રણમલ્લ છંદ’(ઈ. સ. 1398)માં ગાઈ છે. તેમાં ઈડરના રાજા રણમલે ગુજરાતના સમકાલીન સૂબા ઝફરખાન ફારસી (1362-1371), તેના અનુગામી શમ્સુદ્દીન અબુ રિજા (1372-74), તેના અનુગામી શમ્સુદ્દીન દામગાની…
વધુ વાંચો >વ્યાસ, હરિપ્રસાદ મણિરાય
વ્યાસ, હરિપ્રસાદ મણિરાય (જ. 25 મે 1904, બોડકા, જિ. વડોદરા; અ. 13 જુલાઈ 1980, સાનહોઝે; કૅલિફૉર્નિયા) : બાળસાહિત્યકાર અને હાસ્યલેખક. ઉપનામો ‘પ્રસાદ’ અને ‘હરિનવેદ’. 1921માં મૅટ્રિક. 1925થી ઝેનિથ લાઇફ ઍન્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીની એજન્સી ઑફિસમાં મૅનેજર. ‘ગાંડીવ’ના વૈવિધ્યસભર કથાસાહિત્યમાં હરિપ્રસાદ વ્યાસ શિરમોર રહે છે તેમના ‘બકોર પટેલ’ના ત્રીસ ભાગની શ્રેણીથી.…
વધુ વાંચો >વ્યુત્પત્તિવિચાર (1975)
વ્યુત્પત્તિવિચાર (1975) : ગુજરાતી ભાષાવિજ્ઞાનક્ષેત્રે ડૉ. હરિવલ્લભ ભાયાણીના શ્રેષ્ઠ પ્રદાનરૂપ ગ્રંથ. ગુજરાતીમાં કાલક્રમે આવેલાં પરિવર્તનોનું અધ્યયન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી આરંભાયું. એ સાથે ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિઓ અને ઇતિહાસને લગતી શાસ્ત્રીય વિચારણાઓ પણ શરૂ થઈ. ગુજરાતીમાં શબ્દોનાં મૂળ અને કુળ તેમજ ઇતિહાસની ગંભીર ભાવે તપાસ કરવાની પ્રવૃત્તિ વ્રજલાલ કા. શાસ્ત્રીના ‘ઉત્સર્ગમાળાથી’ આરંભાઈ.…
વધુ વાંચો >શયદા
શયદા (જ. 24 ઑક્ટોબર 1892, પીપળી, ધંધૂકા તાલુકો; અ. 31 મે 1962, મુંબઈ) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ-ગઝલકાર અને નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ. મૂળ નામ હરજી લવજી દામાણી. જ્ઞાતિએ સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી. જન્મ એક ગરીબ ખેડૂત કુટુંબમાં. વતન ધોલેરા. પિતા લવજીભાઈ અને માતા સંતોકબહેન. ‘શયદા’એ માત્ર ચાર ધોરણ સુધીનો…
વધુ વાંચો >શરતના ઘોડા
શરતના ઘોડા (1943) : ગુજરાતી સાહિત્યમાં એકાંકીની ભોંય ભાંગનાર આદિ સર્જકત્રિપુટી પૈકીના એક એવા યશવંત પંડ્યાનો ત્રીજો એકાંકીસંગ્રહ, જેમાં પ્રારંભિક કાળમાં રચાયેલાં, ‘ભજવાય એવાં અને ભજવાયેલાં’ ચાર એકાંકીઓ અનુક્રમે ‘ઝાંઝવાં’, ‘સમાજસેવક’, ‘શરતના ઘોડા’ અને ‘પ્રભુના પ્રતિનિધિ’ સંગ્રહાયેલાં છે. પ્રથમ એકાંકીસંગ્રહ ‘મદનમંદિર’માં દેવોને મદન-દમન કે મદન-દહન માટે નહિ પણ મદનમંદિર માટે…
વધુ વાંચો >શર્મા, ગોવર્ધન
શર્મા, ગોવર્ધન (જ. 1 જુલાઈ 1927, જોધપુર, રાજસ્થાન) : હિંદી, ગુજરાતી અને રાજસ્થાનીના લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી., અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવી મેળવી. હિંદીના પ્રાધ્યાપક અને ગુજરાતમાં વિવિધ સરકારી કૉલેજોના પ્રાધ્યાપક તથા તેઓ પ્રિન્સિપાલ રહીને સેવાનિવૃત્ત થયા. તેઓ 1950-52 દરમિયાન ઑલ ઇન્ડિયા કુમાર હિંદી સાહિત્ય સંમેલનના જનરલ સેક્રેટરી…
વધુ વાંચો >