ગુજરાતી સાહિત્ય
પંડ્યા ભાનુપ્રસાદ મૂળશંકર
પંડ્યા, ભાનુપ્રસાદ મૂળશંકર (જ. 24 એપ્રિલ 1932, તોરી, જિ. અમરેલી) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ અને વિવેચક. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર ઝાલાવાડી બ્રાહ્મણ. વતન અમરેલી જિલ્લાનું તરવડા ગામ. પિતા મૂળશંકર પંડ્યા અને માતા શિવકુંવરબહેન પંડ્યા. પિતા શાળાના શિક્ષક અને આચાર્ય હોવાથી બાળપણથી જ સાહિત્યના સંસ્કાર મળ્યા હતા. શાળાનું શિક્ષણ અમરેલી જિલ્લાના…
વધુ વાંચો >પંડ્યા ભૂપેન્દ્ર પુરુષોત્તમભાઈ
પંડ્યા, ભૂપેન્દ્ર પુરુષોત્તમભાઈ (જ. 21 નવેમ્બર 1963) : ગુજરાતના પ્રખ્યાત કથાકાર. એમના પિતાનું નામ પુરુષોત્તમભાઈ ઈશ્વરભાઈ પંડ્યા. એમની માતાનું નામ ગોમતીબહેન. એમના દાદા ઈશ્વરભાઈ પંડ્યા ધર્મોપદેશક અને રાજવી પરિવારના જ્યોતિષી હતા. બ્રાહ્મણ-પરિવારમાં જન્મેલા ભૂપેન્દ્ર પંડ્યાનું મૂળ વતન ઉત્તર ગુજરાતનું સૂંઢિયા ગામ છે. એમના દાદી દેવકોરબા પાસેથી બાળપણમાં એમણે રામાયણ-મહાભારત, ભાગવત,…
વધુ વાંચો >પંડ્યા યશવંત સવાઈલાલ
પંડ્યા, યશવંત સવાઈલાલ (જ. 1906, પચ્છેગામ (સૌરાષ્ટ્ર); અ. 14 નવેમ્બર 1955, ભાવનગર) : ગુજરાતી એકાંકીના આરંભકાળના સર્જક. પાશ્યાત્ય એકાંકીનું આકર્ષણ અનુભવીને એનાં પ્રેરણાપ્રભાવ ઝીલીને ગુજરાતી ભાષામાં એકાંકીનું સર્જન કરનાર યશવંત પંડ્યાનું મૂળ વતન ભાવનગર (સૌરાષ્ટ્ર). નાની વયથી સાહિત્ય પ્રતિ રુચિ. પ્રાથમિકથી ઉચ્ચશિક્ષણ (એમ.એ.) સુધીનો અભ્યાસ ભાવનગરમાં જ કરેલો. આયુષ્ય માત્ર…
વધુ વાંચો >પંડ્યા રજનીકુમાર
પંડ્યા, રજનીકુમાર (જ. 6 જુલાઈ 1938, જેતપુર) : ગુજરાતી પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક. બાળપણ બીલખામાં વીતાવ્યું. પિતાજી બીલખા સ્ટેટના સગીર-રાજવી વતી કારભાર સંભાળતા એટલે રજવાડી જાહોજલાલી હતી. દેશી-રાજ્યોના વિલીનીકરણ પછી જાહોજલાલી આથમી. પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં લીધું. માતા શિક્ષિત હતાં એટલે વાંચન-લેખનનો શોખ બાળપણથી.…
વધુ વાંચો >પંડ્યા વિઠ્ઠલ કૃપારામ
પંડ્યા, વિઠ્ઠલ કૃપારામ (જ. 21 જાન્યુઆરી 1923, કાબોદરા, જિલ્લો સાબરકાંઠા; અ. 3 જુલાઈ 2008) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતાનું નામ મેનાબા. 1942માં મૅટ્રિકની પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરી. વળી રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. ગુજરાતી તથા હિંદી ચલચિત્રોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામગીરી કરી. લોકપ્રિય…
વધુ વાંચો >પાઠક જયંત હિંમતલાલ
પાઠક, જયંત હિંમતલાલ (જ. 20 ઑક્ટોબર 1920, ગોઠ–રાજગઢ, દેવગઢબારિયા, જિ. પંચમહાલ; અ. 1 સપ્ટેમ્બર 2003, સૂરત) : ગુજરાતી કવિ, વિવેચક, સંસ્મરણ-લેખક. 1938માં મૅટ્રિક; 1943માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ.; 1945માં એ જ વિષયો સહિત મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.. 1960માં અધ્યાપન દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.. બી.એ. થયા પછી 1943-47 દરમિયાન હાલોલની…
વધુ વાંચો >પાઠકજી જયમનગૌરી વ્યોમેશચંદ્ર
પાઠકજી, જયમનગૌરી વ્યોમેશચંદ્ર (જ. 15 સપ્ટેમ્બર 1902, સૂરત; અ. 22 ઑક્ટોબર 1984, સૂરત) : ગુજરાતી કવયિત્રી. વતન સૂરત. સાક્ષર શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવે(1883-1974)નાં જ્યેષ્ઠ પુત્રી. અભ્યાસ સૂરત, અમદાવાદ, મુંબઈની શાળાઓમાં જૂના અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનો. 1918માં સાહિત્યકાર વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી (1895-1935) સાથે લગ્ન. સૂરતની યુવતી મંડળમાં થોડાં વર્ષ પ્રમુખ. ગુજરાતી…
વધુ વાંચો >પાઠકજી વ્યોમેશચંદ્ર જનાર્દન
પાઠકજી, વ્યોમેશચંદ્ર જનાર્દન (જ. 15 માર્ચ 1895, મુંબઈ; અ. 23 માર્ચ 1935, સૂરત) : ગુજરાતી નાટકકાર, વિવેચક. વતન સૂરત. સૂરતની સાર્વજનિક હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થઈ 1917માં વડોદરા કૉલેજમાંથી બી.એ.. પછી મુંબઈ જઈ એલએલ.બી. થઈ 1921માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર લઈ એમ.એ.. 1918માં સાક્ષર મોહનલાલ પાર્વતીશંકર દવે(1883-1974)નાં જ્યેષ્ઠ પુત્રી જયમનગૌરી (1902-1984) સાથે લગ્ન.…
વધુ વાંચો >પાઠક રમણલાલ હિંમતલાલ (‘વાચસ્પતિ’)
પાઠક, રમણલાલ હિંમતલાલ (‘વાચસ્પતિ’) (જ. 30 જૂન 1922, રાજગઢ (ગોઠ), પંચમહાલ; અ. 12 માર્ચ 2015, બારડોલી) : રેશનાલિઝમ પરત્વે પ્રતિબદ્ધ એવા ગુજરાતી લેખક. તેઓ વાર્તાકાર, હાસ્યકાર, ચિંતનાત્મક અને લલિત નિબંધોના લેખક ઉપરાંત વિવેચક, ભાષાવિજ્ઞાની, અનુવાદક અને નવલકથાકાર પણ હતા. સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાવાને કારણે અભ્યાસમાં વિક્ષેપ પછી 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.. અધ્યાપકીય…
વધુ વાંચો >પાઠક રામનારાયણ નાગરદાસ
પાઠક, રામનારાયણ નાગરદાસ (જ. 23 ફેબ્રુઆરી 1905, ભોળાદ, તા. ધોળકા; અ. 4 જુલાઈ 1988) : ગુજરાતના એક ગાંધીવાદી લેખક, નવલકથાકાર અને નિબંધસર્જક. આરંભનું શિક્ષણ લાઠીની સંસ્કૃત પાઠશાળામાં લીધેલું. 1923ના નાગપુર ખાતેના ઝંડા સત્યાગ્રહમાં તથા 1928ના બારડોલીના, 1930-32ના મીઠાના અને 1938-39ના રાજકોટ સત્યાગ્રહમાં તેમજ 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં પણ ખૂબ જ…
વધુ વાંચો >