ગુજરાતી સાહિત્ય
પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી)
પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી) : જૈન ધર્મનો જાણીતો કર્મગ્રંથ. પાર્શ્વર્ષિના શિષ્ય ચંદ્રર્ષિ મહત્તર તેના લેખક છે. આ ગ્રંથનો રચનાકાળ નવમી સદીની આસપાસ માનવામાં આવે છે. આ ગ્રંથ એક હજાર અને પાંચ ગાથાઓનો બનેલો છે. કેટલાક વિદ્વાનો તેને 963 ગાથાઓનો બનેલો માને છે. આ ગ્રંથ પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે.…
વધુ વાંચો >પંડ્યા ઉપેન્દ્રભાઈ છગનલાલ
પંડ્યા, ઉપેન્દ્રભાઈ છગનલાલ (જ. 25 ડિસેમ્બર 1919, નડિયાદ; અ. 13 નવેમ્બર 1998, રાજકોટ) : ગુજરાતી કવિ, વિવેચક, સંપાદક. વતન નડિયાદ. પિતા છગનલાલ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન અને મામા ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્યના યુગપુરુષ. બંનેની ઉપેન્દ્રભાઈ પર છાયા. 1937માં મૅટ્રિક થઈ ઉચ્ચશિક્ષણ માટે ગુજરાત કૉલેજ(અમદાવાદ)માં જોડાયા અને 1941માં બી. એ. અને 1943માં…
વધુ વાંચો >પંડ્યા કાન્તિલાલ છગનલાલ
પંડ્યા, કાન્તિલાલ છગનલાલ (જ. 24 ઑગસ્ટ 1886, નડિયાદ; અ. 14 ઑક્ટોબર 1958, મુંબઈ) : સાહિત્યોપાસક અને વૈજ્ઞાનિક. પિતા છગનલાલ હરિલાલ પંડ્યા બાણભટ્ટકૃત ‘કાદંબરી’ના ભાષાંતરકર્તા હતા અને જૂનાગઢ રાજ્યના નાયબ દીવાન સુધી બઢતી પામ્યા હતા. માતા સમર્થલક્ષ્મી ગોવર્ધનરામ મા. ત્રિપાઠીનાં નાનાં બહેન હતાં. કાન્તિલાલે 1896 સુધી પ્રાથમિક શિક્ષણ નડિયાદ સરકારી ‘મિડલ…
વધુ વાંચો >પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર
પંડ્યા, ચંદ્રશંકર નર્મદાશંકર (જ. 16 જૂન 1884, નડિયાદ; અ. 23 ડિસેમ્બર 1937) : કવિ, નિબંધકાર. ગુજરાતી અને અંગ્રેજી અભ્યાસ નડિયાદમાં કર્યો. સાહિત્યપ્રીતિના અંકુર બાળપણથી જ ફૂટ્યા હતા. અંગ્રેજી બીજા ધોરણમાં હતા ત્યારે ‘તાબૂત’ વિશે પહેલો નિબંધ લખ્યો હતો. અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારે નાટક અને કવિતા લખવાની શરૂઆત કરેલી. આ…
વધુ વાંચો >પંડ્યા છગનલાલ હરિલાલ
પંડ્યા, છગનલાલ હરિલાલ (જ. 17 ઑક્ટોબર 1859, નડિયાદ; અ. 23 મે 1936, નડિયાદ) : ગુજરાતી વિદ્વાન. 11 વર્ષની વયે અંગ્રેજી શાળામાં દાખલ થયા. 1871થી 1875 સુધી હાઈસ્કૂલમાં રહ્યા. 1876માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. મ. ન. દ્વિવેદી અને તેઓ એકસાથે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા, ત્યારે તેમના સહાધ્યાયીઓમાં કેશવલાલ હ. ધ્રુવ,…
વધુ વાંચો >પંડ્યા દોલતરામ કૃપાશંકર
પંડ્યા, દોલતરામ કૃપાશંકર (જ. 8 માર્ચ 1856, નડિયાદ; અ. 18 નવેમ્બર 1915, નડિયાદ) : ગુજરાતી કવિ. પોતાના વતન નડિયાદમાં પ્રાથમિક શિક્ષણ લઈ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં વધુ અભ્યાસાર્થે જોડાયા. પિતાના અવસાનને કારણે અભ્યાસ છોડી વતન પાછા ફર્યા. શરૂઆતમાં વકીલાતનો વ્યવસાય સ્વીકાર્યો અને ત્યારપછી લુણાવાડામાં તેર વર્ષ દીવાનપદે રહ્યા. તેમણે ગુજરાત બૅંચ…
વધુ વાંચો >પંડ્યા, ધાર્મિકલાલ
પંડ્યા, ધાર્મિકલાલ (જ. 11 ઑગસ્ટ 1932, વડોદરા) : માણભટ્ટ કલાકાર. શ્રી ધાર્મિકલાલ પંડ્યા મૅટ્રિક સુધી પહોંચ્યા ત્યાં તો પિતાશ્રી ચુનીલાલનું અવસાન થયું. ઘરની જવાબદારી આવી પડતાં બે-ત્રણ વર્ષો પછી કથાવાર્તાને આજીવિકાનું સાધન બનાવ્યું. શાળાકીય અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીતનું મેળવેલું જ્ઞાન આખ્યાનકથામાં પ્રયોજતાં તેમાં સાહજિકતા સાથે સ-રસતા આવી. આરંભકાળે વડોદરાની પોળોમાં…
વધુ વાંચો >પંડ્યા નટવરલાલ
પંડ્યા, નટવરલાલ : જુઓ, ઉશનસ્.
વધુ વાંચો >પંડ્યા નવલરામ લક્ષ્મીરામ
પંડ્યા, નવલરામ લક્ષ્મીરામ (જ. 3 માર્ચ 1836, સૂરત; અ. 7 ઑગસ્ટ 1888, રાજકોટ) : અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય વિવેચક અને સર્જક. પિતા મહેતાજીની નોકરી કરતા. માતા નંદકોર નિરક્ષર છતાંય ધર્મપરાયણ. સ્વભાવે શરમાળ. બાળપણમાં તંદુરસ્તી સારી રહેતી નહોતી. છતાંય એમની વિદ્યાપ્રીતિ અનન્ય; પ્રારંભે ગોવિંદ મહેતાની ગામઠી નિશાળમાં દાખલ થયા, પરંતુ ત્યાં…
વધુ વાંચો >પંડ્યા નિરંજન
પંડ્યા, નિરંજન (જ. 17 જૂન 1955, જેતપુર) : ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યક્રમો આપતા જાણીતા કલાકાર. પાંચ ભાઈઓ અને ત્રણ બહેનોનો પરિવાર. અભ્યાસ બી.એ. અને બી.એડ. સુધીનો. થોડો સમય શિક્ષક તરીકે નોકરી પણ કરેલી. માર્ગી સંપ્રદાયના સંસારી શંકરબાપા પાસેથી નાનપણથી ભજનગાયકીના સંસ્કાર મળ્યા. આઠ વર્ષની વયે (1963-64) જિલ્લા-મહોત્સવમાં ભજન-લોકગીતનો…
વધુ વાંચો >