ગુજરાતી સાહિત્ય
દિવેટિયા, ભોગીન્દ્રરાવ રતનલાલ
દિવેટિયા, ભોગીન્દ્રરાવ રતનલાલ (જ. 31 માર્ચ 1875, અમદાવાદ; અ. 27 નવેમ્બર 1917, મુંબઈ) : તખલ્લુસ ‘સુબંધુ’ અને ‘સાર્જન્ટ રાવ’. ગુજરાતી નવલકથાકાર. પ્રાથમિક શિક્ષણ રાધનપુરમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં, 1895માં મૅટ્રિક. 1902–1903માં, કાલોલ, રાજકોટ, ધોલેરામાં નોકરી. 1903માં ‘સુંદરીસુબોધ’નું પ્રકાશન. 1904–1906 દરમિયાન ‘સુમતિ’, ‘મેઘનાદ’, ‘નાગર’ પત્રોનું પ્રકાશન. 1905માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ., 1906–1907માં અમદાવાદમાં…
વધુ વાંચો >દિવ્યચક્ષુ
દિવ્યચક્ષુ (1932) : ગુજરાતી સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈની લોકપ્રિય સામાજિક–રાજકીય નવલકથા. 1930માં દાંડીકૂચ દ્વારા મીઠાના સત્યાગ્રહે સમગ્ર દેશમાં ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચાર અને કાર્યક્રમોનો પડઘો પાડેલો તેનું તાર્દશ ચિત્ર ‘દિવ્યચક્ષુ’માં રજૂ થયું છે. ગુજરાતનાં યુવક-યુવતીઓમાં પણ દેશને માટે પ્રાણ ન્યોચ્છાવર કરવાની ભાવના શતમુખ પ્રગટેલી. તત્કાલીન લોકજીવનમાં સ્વાતંત્ર્ય માટેની કુરબાની અને સામાજિક…
વધુ વાંચો >દીવાનજી, આત્મારામ મોતીરામ
દીવાનજી, આત્મારામ મોતીરામ (જ. 7 ઑગસ્ટ 1873; અ. 24 ફેબ્રુઆરી 1936) : ગુજરાતી લેખક અને અનુવાદક. વતન સૂરત. દક્ષિણ ગુજરાતના વાલ્મીક કાયસ્થ. માધ્યમિક શિક્ષણ સૂરતમાં પ્રાપ્ત કરીને 1891માં એમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને 1896માં વિજ્ઞાન વિષય સાથે બી.એ.ની ઉપાધિ મેળવી. મુંબઈ પ્રાન્તના કેળવણી-ખાતામાં નોકરીની શરૂઆત…
વધુ વાંચો >દુહો
દુહો : અપભ્રંશ છંદનો એક પ્રકાર અને લોકપ્રિય સાહિત્યસ્વરૂપ. સંસ્કૃતમાં શ્લોકનું અને પ્રાકૃતમાં ગાથાનું જેવું સર્વોપરી સ્થાન છે તેવું જ અપભ્રંશમાં દુહા(દોહા)નું મહત્વપૂર્ણ સ્થાન છે. અપભ્રંશકાળથી વિકસતાં આવેલાં લોકપ્રિય ગુર્જર કથાગીતોનો રાજા દુહો છે. રાજસ્થાની તથા હિંદી ભાષામાં પણ ‘દુહો’ લોકપ્રિય છે. દુહાનો એક વિશેષ પ્રકાર દોહાવિદ્યાની લોકપ્રિય ભૂમિ સોરઠના…
વધુ વાંચો >દૂતકાવ્ય
દૂતકાવ્ય : દૂતકાવ્ય અથવા સંદેશકાવ્ય તરીકે જાણીતો કાવ્યપ્રકાર. સંસ્કૃતમાં તે ખૂબ ખેડાયો છે. સુદીર્ઘ રચનાઓમાં કોઈ ને કોઈની સાથે સંદેશ મોકલવાની પ્રણાલી પ્રસિદ્ધ હતી. નળે હંસ સાથે ‘નલોપાખ્યાન’માં કે ‘રામાયણ’માં હનુમાન સાથે રામે સીતાને સંદેશ મોકલ્યો હતો તેનું નિરૂપણ થયેલું છે. કવિ કાલિદાસના ‘મેઘદૂત’માં મેઘ સાથે યક્ષ પોતાની પત્નીને સંદેશ…
વધુ વાંચો >દૂરકાળ, જયેન્દ્રરાવ ભગવાનલાલ
દૂરકાળ, જયેન્દ્રરાવ ભગવાનલાલ (જ. 1 સપ્ટેમ્બર 1881, ઠાસરા, જિ. ખેડા; અ. 3 ડિસેમ્બર 1960, અમદાવાદ) : ગુજરાતી નિબંધકાર, કવિ, સંપાદક. વડનગરા નાગર ગૃહસ્થ, વતન અમદાવાદ. પ્રાથમિક શિક્ષણ ગોંડલમાં, માધ્યમિક કેળવણી વડોદરા, ઉચ્ચતર અભ્યાસ બહાઉદ્દીન કૉલેજ (જૂનાગઢ) અને ગુજરાત કૉલેજ (અમદાવાદ). બી.એ. 1906, એમ. એ. 1910. એમ.એ. અભ્યાસ દરમિયાન નારાયણ મહાદેવ…
વધુ વાંચો >દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ
દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ (જ. 11 ઑક્ટોબર 1857, સૂરત; અ. 14 માર્ચ 1938) : ગુજરાતી કવિ, વિવેચક, કોશકાર. મૂળ વતન કપડવણજ. વિસનગરા નાગર બ્રાહ્મણ. ચોથી વિસનગરા જ્ઞાતિ પરિષદ(બનારસ)ના પ્રમુખ. એમના પ્રપિતામહ અમદાવાદમાં આવી રહેલા એટલે ડાહ્યાભાઈ પી. દેરાસરીનું કાર્યક્ષેત્ર અમદાવાદ બન્યું. 1887માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તે પુણેની સાયન્સ કૉલેજમાં જોડાયા.…
વધુ વાંચો >દેવી, ગણેશ નારાયણદાસ
દેવી, ગણેશ નારાયણદાસ (જ. 1 ઑગસ્ટ 1950, સાંગલી, મહારાષ્ટ્ર) : જાણીતા વિવેચક અને પ્રાધ્યાપક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘આફ્ટર એમ્નીસિયા : ટ્રેડિશન ઍન્ડ ચેંજ ઇન ઇન્ડિયન લિટરરી ક્રિટિસિઝમ’ (1992)માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પિતા નારાયણદાસ દેવી અને માતા પ્રેમીલાબહેન દેવી. શાળાનું શિક્ષણ સાંગલી, મહારાષ્ટ્રમાં. ઉચ્ચ શિક્ષણ…
વધુ વાંચો >દેવોની ઘાટી
દેવોની ઘાટી (1989) : ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નિબંધકાર અને વિવેચક ભોળાભાઈ પટેલના હિમાચલના કેટલાક ભૂભાગનું ભ્રમણવૃત્તાંત આપતું પુસ્તક. આ ભ્રમણવૃત્તાંત લેખમાળા રૂપે ‘સંદેશ’ દૈનિકની સાપ્તાહિક સંસ્કારપૂર્તિમાં 1987ના જુલાઈથી 1988ના ફેબ્રુઆરી સુધીમાં પ્રકાશિત થયો હતો. ભોળાભાઈનો ભ્રમણશોખ કાકાસાહેબ કાલેલકરના એ પ્રકારના પ્રવાસશોખનું સ્મરણ કરાવે છે. આ ભ્રમણવૃત્ત ડાયરી અને પત્ર રૂપે…
વધુ વાંચો >દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ
દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ (જ. 10 ઑગસ્ટ 1853, સૂરત; અ. 5 ડિસેમ્બર 1912) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર તથા સંપાદક. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. શાળાજીવનથી જ પુસ્તકો અને હસ્તલિખિત ગ્રંથો વાંચવાનો શોખ લાગેલો. સૂરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં બીબાં ગોઠવવાનું કામ કર્યું. 1876માં નોકરી માટે મુંબઈ ગયેલા ઇચ્છારામે થોડો સમય ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચલાવ્યું.…
વધુ વાંચો >