ગુજરાતી સાહિત્ય

તણખા

તણખા (મંડળ 1–2–3–4) : ચાર ગુજરાતી વાર્તાસંગ્રહો. લેખક ‘ધૂમકેતુ’. તે અનુક્રમે 1926-28-32-35માં પ્રગટ થયેલા, ટૂંકી વાર્તાઓના આ સંગ્રહો ગુજરાતીમાં ટૂંકી વાર્તાને ર્દઢમૂળ તથા લોકપ્રિય સ્વરૂપ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તણખા: મંડળ-1 એ 1926માં પ્રગટ થતાંની સાથે ગુજરાતભરમાં ધૂમકેતુને વાર્તાલેખક તરીકે ખ્યાતિ અપાવેલી. વાર્તાકાર ધૂમકેતુમાં અપાર વૈવિધ્ય છે : વિષયનું,…

વધુ વાંચો >

તત્વમસિ

તત્વમસિ : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મેળવનારી ધ્રુવભટ્ટ કૃત ગુજરાતી નવલકથા (1998). પ્રકૃતિ તથા માણસોને અનહદ ચાહતા લેખક આ ભ્રમણકથામાં ભારતીય સંસ્કૃતિનું ‘દર્શન’ ઝંખે છે. પ્રવાસ થકી, યાત્રા થકી માણસે માણસે જીવનના જુદા જુદા અર્થો પામવા મથે છે. કોઈ પણ પરિસ્થિતિમાં એમનો અભિગમ હંમેશાં વિધેયાત્મક આસ્થા-શ્રદ્ધાભર્યો…

વધુ વાંચો >

તારતમ્ય

તારતમ્ય : પ્રસિદ્ધ ગુજરાતી વિવેચક અનંતરાય મ. રાવળનો વિવેચનસંગ્રહ. પ્રકાશનવર્ષ 1971. આ સંગ્રહને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974નો પુરસ્કાર પણ મળ્યો છે. આ સંગ્રહમાં ત્રણ અભ્યાસલેખો, પ્રવેશકો અને અન્ય નાનામોટા લેખો પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચનવિભાગના પ્રમુખપદેથી અપાયેલું વ્યાખ્યાન ‘નિત્યનૂતન સારસ્વત યજ્ઞ’ પણ અહીં ગ્રંથસ્થ કરેલું છે. તેમાં સાહિત્યસ્વરૂપોનો…

વધુ વાંચો >

તુલનાત્મક સાહિત્ય

તુલનાત્મક સાહિત્ય : સાહિત્યવિવેચનનો એક અભિગમ. આ સદીના પ્રથમ ચરણમાં તેની વિભાવના સ્પષ્ટ બની અને સ્થિર થઈ. ‘તુલનાત્મક સાહિત્ય’ સંજ્ઞાનો પ્રથમ પ્રયોગ વિલમેંએ 1829માં કર્યા પછી સેંત બવે એને પ્રચલિત કરી. જર્મન કવિ-ફિલસૂફ ગ્યૂઇથેએ વિશ્વસાહિત્ય(welt literature)ની જે વિભાવના વહેતી મૂકી તેમાંથી ક્રમશ: તુલનાત્મક સાહિત્યનો ખ્યાલ વિકાસ પામ્યો છે. એ પૂર્વે…

વધુ વાંચો >

ત્રાપજકર, પરમાનંદ

ત્રાપજકર, પરમાનંદ (જ. 24 ફેબ્રુઆરી 1902, ત્રાપજ, જિ. ભાવનગર; અ. 1992) : ગુજરાતી નાટ્યકાર. પિતાશ્રી મણિશંકર ભટ્ટ સાગરખેડુ વ્યાપારી હતા. એમનાં માતુશ્રી બેનકુંવરબાનું પિયર સાહિત્ય અને સંગીતના રંગે રંગાયેલું હતું. તેઓ ત્રાપજની શાળામાં સાત ગુજરાતી અને ભાવનગર સનાતન હાઈસ્કૂલમાં ચોથી અંગ્રેજી સુધી ભણેલા. પંદર વર્ષની વયે એમણે કાવ્યો લખ્યાં, ઓગણીસ…

વધુ વાંચો >

ત્રિપાઠી, ગોવર્ધનરામ

ત્રિપાઠી, ગોવર્ધનરામ (જ. 20 ઑક્ટોબર 1855, નડિયાદ; અ. 4 જાન્યુઆરી 1907, નડિયાદ) : ગુજરાતના યુગપ્રવર્તક સાહિત્યકાર. પ્રથમ મહાનવલ (epic novel) આપનાર સર્જક. પિતાનું નામ માધવરામ ને માતાનું નામ શિવકાશી હતું. બાળપણમાં મુનિ મહારાજના સમાગમથી વૈષ્ણવ ભક્તિના સંસ્કારો, દલપતરામની ચોપાઈથી જાગેલો કવિતાપ્રેમ, પાછળથી ‘કાવ્યદોહન’ આદિના વાચનથી સંવર્ધિત થતાં ર્દઢ થયેલા કાવ્ય-સંસ્કારો…

વધુ વાંચો >

ત્રિપાઠી, જગન્નાથ દામોદર

ત્રિપાઠી, જગન્નાથ દામોદર : જુઓ, સાગર.

વધુ વાંચો >

ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર

ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર (જ. 27 નવેમ્બર 1928, નડિયાદ; અ. 31 ઑગસ્ટ 2006, અમદાવાદ) : ગુજરાતી હાસ્યકાર અને નાટ્યકાર. તખલ્લુસ ‘ઠોઠ નિશાળિયો’ માતાનું નામ સૂર્યબાળા મગનલાલ વોરા અને પિતાનું નામ પદ્મમણિશંકર. 1944માં મૅટ્રિક; 1948માં બી.કૉમ.; 1952માં એમ.કૉમ. અને 1953માં એલએલ.બી.. 1953થી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં. 1988માં નિવૃત્ત થયા ત્યાં સુધી વાણિજ્યના…

વધુ વાંચો >

ત્રિપાઠી, મન:સુખરામ

ત્રિપાઠી, મન:સુખરામ (જ. 23 મે 1840, નડિયાદ; અ. 30 મે 1907, નડિયાદ) : ગુજરાતના પ્રાચીનતાના પક્ષપાતી વિદ્વાન લેખક. પિતા  સૂર્યરામ, માતા ઉમેદકુંવર, જ્ઞાતિએ વડનગરા નાગર. આઠ વર્ષની વયે પિતાનું અવસાન. શિક્ષણ ખેડામાં. નડિયાદના સાક્ષરોમાં તેમનું સ્થાન મહત્વનું છે. મન:સુખરામ આમ તો ગોવર્ધનરામના કાકા થતા હતા પણ એમનો સંબંધ પિતા-પુત્ર જેવો…

વધુ વાંચો >

ત્રિભુવનદીપક પ્રબંધ

ત્રિભુવનદીપક પ્રબંધ (પંદરમા શતકનું પહેલું ચરણ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જૈન સાધુ જયશેખરસૂરિકૃત વિશિષ્ટ રૂપકકાવ્ય. ઈ. સ. 1406માં પોતે જ રચેલી સંસ્કૃત કૃતિ ‘પ્રબોધચિંતામણિ’ પરથી પંદરમા શતકના પહેલા ચરણમાં તેનું ગુજરાતી રૂપાંતર લેખકે જ કરેલું છે. સંસ્કૃત નહિ જાણનારના લાભાર્થે તેમણે આ રૂપાંતર કર્યું હશે. આ પ્રબંધનાં ‘પરમહંસપ્રબંધ’, ‘અંતરંગપ્રબંધ’ તથા…

વધુ વાંચો >