ગુજરાતી સાહિત્ય

કાશ્મલન (જ. 1896, નડિયાદ)

કાશ્મલન (જ. 1896, નડિયાદ) : ગુજરાતી કવિ. મૂળ નામ રંજિતલાલ હરિલાલ પંડ્યા. તેમણે 1926માં ‘રામની કથા’ આલેખી છે. આ પુસ્તકમાં તેમણે જુદા જુદા પ્રસંગોનાં વર્ણન દ્વારા રામના જીવનને કવિતામાં ગૂંથી લીધું છે. એમની શૈલી શિષ્ટ અને પ્રાસાદિક છે. કાશ્મલને 1934માં ‘કાશ્મલનનાં કાવ્યો’ નામે સંગ્રહ પ્રગટ કર્યો હતો. આ સંગ્રહ વિશે…

વધુ વાંચો >

કાંટાવાળા, મટુભાઈ હરગોવિંદદાસ

કાંટાવાળા, મટુભાઈ હરગોવિંદદાસ (જ. 1 નવેમ્બર 1880, વડોદરા; અ. 15 નવેમ્બર 1933) : જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર. સુપ્રસિદ્ધ સાહિત્યકાર હરગોવિંદદાસના સુપુત્ર. પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં લીધેલું. ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. થયા હતા. મિલ-એજન્ટનો વ્યવસાય હોવા છતાં સાહિત્યિક સંસ્કારવારસાને કારણે કિશોરાવસ્થાથી સાહિત્યપ્રીતિ. તેમણે ‘સાહિત્ય’ (1914) નામનું…

વધુ વાંચો >

કાંટાવાળા, હરગોવિંદદાસ દ્વારકાદાસ

કાંટાવાળા, હરગોવિંદદાસ દ્વારકાદાસ (જ. 16 જુલાઈ 1844, ઉમરેઠ; અ. 31 માર્ચ 1930) : પ્રસિદ્ધ ગુજરાતી લેખક. અમદાવાદની વર્નાક્યુલર ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો તથા અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી અને ઉર્દૂ ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આરંભમાં રાજકોટ ટ્રેનિંગ કૉલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાનવિલાસ’ નામનું સામયિક ચલાવ્યું. 1875-76માં વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા. શ્રીમંત સયાજીરાવની…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર (સાહિત્ય : નવલકથા)

કુરુક્ષેત્ર (સાહિત્ય : નવલકથા) : ગુજરાતી નવલકથાસર્જક દર્શકની એક મહત્વની નવલકથા. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં લખાયેલી કૃષ્ણવિષયક કૃતિઓમાં ‘કુરુક્ષેત્ર’ એક નવું ઉમેરણ છે. ‘કુરુક્ષેત્ર’માં દર્શકે મુખ્યત્વે બે હેતુ તાક્યા છે : એક તો મહાભારતના કૃષ્ણનું (ભગવાન તરીકે નહિ, પણ) લોકોત્તર મહામાનવ તરીકે નિરૂપણ. બીજો હેતુ આર્ય-અનાર્ય વચ્ચે લગ્નસંબંધ દ્વારા સાંસ્કૃતિક એકતાની…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર (સાહિત્ય : મહાકાવ્ય)

કુરુક્ષેત્ર (સાહિત્ય : મહાકાવ્ય) : ગુજરાતી કવિ ન્હાનાલાલે કરેલો મહાકાવ્યનો પ્રયોગ. અર્વાચીન ગુજરાતી કવિતામાં ન્હાનાલાલ પૂર્વે પણ મહાકાવ્ય રચવાના પ્રયત્નો થયેલા. નર્મદ, દોલતરામ, ભીમરાવ, ગોવર્ધનરામ વગેરેએ કર્યા છે તેમાં ‘એપિક’ સર્જવાનો ન્હાનાલાલનો આ સભાન પ્રયત્ન વિશેષ ધ્યાનાર્હ છે. એમની લાક્ષણિક ડોલનશૈલીમાં મહાકાવ્યનું આ વસ્તુનિર્માણ કરતાં ખાસ્સાં બત્રીસ વર્ષ લાગેલાં. કવિના…

વધુ વાંચો >

કુસુમમાળા

કુસુમમાળા (1887) : ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ વિવેચક અને કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ. પાલગ્રેવના ‘ગોલ્ડન ટ્રેઝરી’ ગ્રંથ ચારના સહૃદયી પરિશીલનથી ઉદભવેલા સંસ્કારો સંગ્રહમાંનાં કાવ્યોમાં ઝિલાયેલ છે. અંગ્રેજી ઊર્મિકવિતાની અસર નીચે ઘડાયેલી ગુજરાતી કવિતાનું પૂર્ણ અને નૂતન અર્વાચીન કળારૂપ સૌપ્રથમ ‘કુસુમમાળા’માં જોવા મળે છે. એ ર્દષ્ટિએ તે ગુજરાતી કવિતાના વિકાસમાં…

વધુ વાંચો >

‘કુસુમાકર’

‘કુસુમાકર’ (જ. 8 જાન્યુઆરી 1893, જામનગર; અ. 23 ઑગસ્ટ 1962) : ગુજરાતી ભાષાના એક નોંધપાત્ર ઊર્મિકવિ. મૂળ નામ શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા. પિતા છેલશંકર અને માતા મહાકુંવરના તત્ત્વજ્ઞાન-ભક્તિના સંસ્કારો તેમને બાળપણથી મળ્યા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ગોંડલ અને રાજકોટમાં લીધું હતું. ગોંડલમાં હિંમતલાલ ગણેશજી અંજારિયા અને કવિ ‘લલિત’ પાસે અભ્યાસ…

વધુ વાંચો >

કુળકથાઓ

કુળકથાઓ (1967) : ગુજરાતી સ્મૃતિચિત્રો. બસો વર્ષ સુધી મુંબઈમાં વસીને તેની આબાદીમાં મહત્વનો હિસ્સો પુરાવનાર ભાટિયા કોમના અગ્રણીઓની મજેદાર ચરિત્રાવલિ. લેખક – સ્વામી આનંદ. લેખકના વ્યક્તિત્વના સંસ્કાર પામીને જૂનાં ઘરાણાંની હકીકતો શબ્દબદ્ધ થાય છે તે એની વિશેષતા. પોતાની ‘સાંભરણ, સાંભળણ અને સંઘરણ’નો ખજાનો ખોલીને સ્વામીજીએ અનેક નવીન કિસ્સાઓ અને હકીકતો…

વધુ વાંચો >

કૂર્મવંશ યશપ્રકાશ (લાવારાસા)

કૂર્મવંશ યશપ્રકાશ (લાવારાસા) : ચારણ કવિ ગોપાલદાસ(1815–1885)રચિત વીરરસાત્મક ગ્રંથ. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ઉત્તર ભારતમાં ફેલાયેલી અરાજકતાની ઝલક આ ગ્રંથમાંથી મળે છે. આ કૃતિમાં પાંચ પ્રસંગોમાં અમીરખાં પઠાણ પિંડારી અને કછવાહ ક્ષત્રિયોની નરૂકા શાખાના વીર રાજપૂતો વચ્ચે થયેલાં યુદ્ધોનું વર્ણન અપાયું છે. આ યુદ્ધ લાવા નામના સ્થાને…

વધુ વાંચો >

કૂવો (નવલકથા)

કૂવો (નવલકથા) : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનારી અશોકપુરી ગોસ્વામી કૃત નવલકથા. આ નવલકથા (1994) 1950 આસપાસના બેત્રણ દાયકાના ચરોતરના ખેડૂત સમાજની જીવનરીતિ તથા સમસ્યાઓને તાગવા તાકે છે. એક વર્ગ બીજા વર્ગનું, – એક ભાઈ બીજા ભાઈનું – કોઈ ને કોઈ રીતે શોષણ કરે જ છે. ‘કૂવો’ પાટીદાર અને બારૈયા…

વધુ વાંચો >