ગીતા જૈન

દ્વિવેદી, મહાવીરપ્રસાદ

દ્વિવેદી, મહાવીરપ્રસાદ (જ. 15 મે 1864, દૌલતપુર, ઉ. પ્ર.; અ. 11 ડિસેમ્બર 1938, રાયબરેલી) : હિંદી સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ વતનમાં લીધું અને ત્યારબાદ પિતાની પાસે મુંબઈ ગયા જ્યાં તેમણે સંસ્કૃત, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો. શરૂઆતમાં રેલવેમાં નોકરી સ્વીકારી, પરંતુ ઉચ્ચ અધિકારીઓ સાથે અણબનાવ થતાં રાજીનામું આપ્યું. 1903માં ‘સરસ્વતી’…

વધુ વાંચો >

દ્વિવેદી, હજારીપ્રસાદ

દ્વિવેદી, હજારીપ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1907, દુબે કા છપરા, જિ. બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 19 મે 1979) : હિંદી સાહિત્યકાર. નિબંધ, નવલકથા, સંશોધન, વિવેચન એમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં તેમણે ખેડાણ કરેલું છે. આકર્ષક વ્યક્તિત્વ, ઉદાર ચિત્તવૃત્તિ તથા વ્યાપક ર્દષ્ટિ તેમની લાક્ષણિકતા હતી. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા દ્વિવેદીજીને નાનપણથી સંસ્કૃત અધ્યયનના સંસ્કાર મળ્યા…

વધુ વાંચો >

નગેન્દ્ર

નગેન્દ્ર (જ. 9 માર્ચ 1915, અતરૌલી, અલીગઢ, ઉ.પ્ર.; અ. 27 ઑક્ટોબર 1999, નવી દિલ્હી) : હિંદીના વિખ્યાત વિવેચક. અંગ્રેજી તથા હિંદીમાં એમ.એ.ની ઉપાધિઓ મેળવ્યા પછી તેમણે તેમના હિંદી શોધપ્રબંધ ‘દેવ ઔર ઉનકી કવિતા’ પર ડી. લિટ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે સાહિત્યજીવનની શરૂઆત કવિતાથી કરી. 1937માં તેમનો પ્રથમ કવિતાસંગ્રહ ‘વનબાલા’ પ્રકાશિત…

વધુ વાંચો >

નદી કે દ્વીપ

નદી કે દ્વીપ (1951) : હિંદી સાહિત્યકાર અજ્ઞેયની બહુચર્ચિત નવલકથા. તેમાં મધ્યમવર્ગનાં પાત્રોની આસપાસ બનતી ઘટનાઓ દ્વારા સ્ત્રી-પુરુષના સંબંધોને માનસિક પ્રેમની ભૂમિકાએ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં માનવજીવનને સ્પર્શતા મહત્ત્વના પ્રશ્નો જેવા કે વિવાહ, સાધના, જીવનમાં પરિવારનું મહત્ત્વ, પરિવાર અને વ્યક્તિનું પારસ્પરિક મહત્ત્વ પ્રેમ, ઈર્ષા, મિત્રતા, સભ્યતા વગેરેની છણાવટ કરવામાં…

વધુ વાંચો >

નાગર, અમૃતલાલ

નાગર, અમૃતલાલ (જ. 17 ઑગસ્ટ 1916, આગ્રા; અ. 23 ફેબ્રુઆરી 1990, લખનૌ ઉત્તરપ્રદેશ) : હિંદી સાહિત્યકાર. 200 વર્ષથી ઉત્તરપ્રદેશમાં વસવાટ કરતા ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેઓ પોતે લખનૌ રહેતા. પિતાનું નામ રાજારામ અને માતાનું નામ વિદ્યાવતી. માત્ર 19 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં અર્થોપાર્જનની જવાબદારી ઉપાડવી પડી. તેમ છતાં સતત…

વધુ વાંચો >

પદ્માવત

પદ્માવત (આશરે 1540) : હિંદીના સૂફી કવિ મલિક મુહમ્મદ જાયસીરચિત પ્રેમાખ્યાન. તેને પ્રેમાખ્યાન પરંપરાનું શ્રેષ્ઠ કાવ્ય ગણવામાં આવે છે. તેની સંપૂર્ણ રચના દોહા-ચોપાઈમાં છે. એની શૈલી ફારસીની મસનવી શૈલીને મળતી આવે છે. તેમાં કુલ 657 ખંડ છે. કાવ્યમાં ચિતોડના રાજા રત્નસેન તથા સિંહલની રાજકુમારી પદ્માવતી વચ્ચેનો પ્રેમ, તેમનાં લગ્ન તથા…

વધુ વાંચો >

પરીક્ષા-ગુરુ (1882)

પરીક્ષા–ગુરુ (1882) : હિંદીની મૌલિક નવલકથા. લેખક શ્રીનિવાસ દત્ત. લેખકે તેને સાંસારિક વાર્તા કહી છે. નવલકથામાં દિલ્હીના કુછંદે ચઢેલા ધનવાનોની અધોગતિ તથા ઉદ્ધાર નિમિત્તે આંગ્લ જીવનશૈલીના પ્રભાવ સામે ભારતીયતાની રક્ષાની સમસ્યા રજૂ કરવામાં આવી છે. મદનમોહન વિદેશી માલ બમણી કે ચારગણી કિંમત ચૂકવીને ખરીદવામાં ગૌરવ માને છે અને પોતાના સ્વાર્થી…

વધુ વાંચો >

પલ્લવ (1928)

પલ્લવ (1928) : હિંદીના છાયાવાદી કવિ સુમિત્રાનંદન પંતનાં કાવ્યોનો સંગ્રહ. તેમાં કવિનાં 1918થી 1925 દરમિયાન રચાયેલાં 32 કાવ્યોનો સમાવેશ છે. તેમાં ભાષા, છંદ અને ભાવ વચ્ચેની સમરસતા સાથે તેને અનુરૂપ માધુર્ય અને કલ્પના જોવા મળે છે. કવિની સહજસિદ્ધ સર્જકતા ને કલાત્મકતા અહીં અનુભવાય છે. ભાવ તથા શૈલીની દૃષ્ટિએ આ કાવ્યસંગ્રહની…

વધુ વાંચો >

પંત સુમિત્રાનંદન

પંત, સુમિત્રાનંદન (જ. 20 મે 1900, કૌસાની; અ. 18 ડિસેમ્બર 1977, અલ્લાહાબાદ) : વિખ્યાત હિંદી કવિ. તેઓ હિંદી સાહિત્યની છાયાવાદ વિચારધારાના આધારસ્તંભ ગણાય છે. મૂળ નામ ગુસાઈદત્ત. પ્રથમ રચના ‘ગિરજે કા ઘંટા’ 1916માં પ્રકાશિત થઈ. 1918 સુધી પ્રકૃતિના સાન્નિધ્યમાં રહીને કાવ્યરચનાઓ કરતા રહ્યા. ‘મેઘદૂત’નો સસ્વર પાઠ કરતા મોટા ભાઈના પ્રભાવથી…

વધુ વાંચો >