ગીતા જૈન

ખત્રી, દેવકીનંદન

ખત્રી, દેવકીનંદન (જ. 1861, મુઝફરપુર; અ. 1 ઑગસ્ટ 1913) : હિન્દી નવલકથાકાર. મુઝફરપુરમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં ઉર્દૂ તથા ફારસી શીખ્યા. પછી કાશી જઈને હિન્દી તથા સંસ્કૃત શીખ્યા. એમની પ્રથમ નવલકથા ‘ચન્દ્રકાન્તા’ 1888માં પ્રગટ થઈ. એણે એમને પ્રતિષ્ઠા અપાવી. તે પછી ‘ચન્દ્રકાન્તાસંતતિ’ (11 ભાગ, 1891); ‘વીરેન્દ્રવીર’ (1895); ‘કુસુમકુમારી’ (1898); ‘નવલખા…

વધુ વાંચો >

ખૂંટિયોં પર ટંગે લોગ

ખૂંટિયોં પર ટંગે લોગ (1982) : હિન્દી કાવ્યસંગ્રહ. હિન્દીના પ્રસિદ્ધ આધુનિક કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાના 1976-1981નાં વર્ષોમાં લખાયેલાં 55 કાવ્યોના આ સંગ્રહને 1982ના હિન્દીના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયો હતો. 1960 પછીના કવિઓમાં સર્વેશ્વર દયાલનું સ્થાન મોખરે છે અને વિષય અને નિરૂપણની ર્દષ્ટિએ એ સતત અવનવા સફળ પ્રયોગો…

વધુ વાંચો >

ગુપ્ત, મૈથિલીશરણ

ગુપ્ત, મૈથિલીશરણ (જ. 3 ઑગસ્ટ 1886, ચિરગાંવ, ઉત્તરપ્રદેશ; અ. 12 ડિસેમ્બર 1964, ચિરગાંવ, ઉત્તરપ્રદેશ) : હિન્દીના રાષ્ટ્રીય કવિ. ઝાંસીની પાસે ચિરગાંવમાં વૈષ્ણવ કુટુંબમાં જન્મ. એમના પિતા શેઠ રામચરણ રામભક્ત હતા. એમણે કિશોરવયમાં કાવ્યરચનાની શરૂઆત કરેલી અને એમને મહાન હિન્દી સાહિત્યકાર આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીનું માર્ગદર્શન મળેલું, તેથી એમનો ઉત્તરોત્તર વિકાસ થતો…

વધુ વાંચો >

ગુરુ નાનકદેવ

ગુરુ નાનકદેવ (જ. 15 એપ્રિલ 1469, રાયભોઈ દી તલવંડી [વર્તમાન નાનકાના સાહિર, લાહોર પાસે, પાકિસ્તાન]; અ. 22 સપ્ટેમ્બર 1539, કરનારપુર, પંજાબ) : શીખ ધર્મપ્રવર્તક અને આદ્યગુરુ. એમનો જન્મ કાલુરામ વેદીને ત્યાં તલવંડી(પશ્ચિમ પંજાબ)માં થયો હતો. એમણે પંડિત તથા મૌલાના પાસે શિક્ષણ લીધું હતું. અઢારમે વર્ષે એમનાં લગ્ન સુલક્ષણાદેવી સાથે થયાં.…

વધુ વાંચો >

ગુલેરી, ચન્દ્રધર શર્મા

ગુલેરી, ચન્દ્રધર શર્મા (જ. 7 જુલાઈ 1883, અજમેર; અ. 12 સપ્ટેમ્બર 1922, કાશી) : હિંદીના વિદ્વાન, સર્જક-સંશોધક. 1904–16 સુધી તેઓ અજમેરની મેયો કૉલેજમાં અધ્યાપક હતા તથા 1916–1920 નોબલ્સ એજ્યુકેશનના વહીવટદાર તથા સંસ્કૃત અને ધર્મ વિભાગના ડીન રહ્યા. એમણે વાર્તાઓ, નિબંધ, વિવેચન તથા ભાષાશાસ્ત્ર એમ વિવિધ ક્ષેત્રનું ખેડાણ કર્યું છે. અલ્લાહાબાદ…

વધુ વાંચો >

ગોદાન

ગોદાન (1936) : મુનશી પ્રેમચંદની હિંદી નવલકથા. હિંદીની તે સર્વાધિક લોકપ્રિય નવલકથા છે. એમાં મુખ્ય કથાનક હોરીના મુખ્ય પાત્ર દ્વારા નિરૂપાયેલું ગ્રામીણ ખેડૂતનું છે. ગ્રામજીવનની પડખે એમણે પ્રોફેસર મહેતા, મહિલા ડૉક્ટર માલતી, મિલમાલિક ખન્ના તથા એની પત્ની ગોવિંદી દ્વારા શહેરી જીવનની ઉપકથા પણ સાંકળી છે, જેથી સાંપ્રતકાલીન બંને પ્રકારના વિરોધની…

વધુ વાંચો >

ગોરખનાથ 2

ગોરખનાથ 2 (ચૌદમી–પંદરમી સદી) : હિન્દી લેખક. નાથ સંપ્રદાયની ગુરુશિષ્યપરંપરામાં ગોરખનાથનું વિશિષ્ટ સ્થાન છે. એમણે ગદ્ય અને પદ્ય બંનેમાં રચના કરી છે. એમનાં પુસ્તકો છે : ‘ગોરખ-ગણેશ ગોષ્ઠી’, ‘મહાદેવગોરખ સંવાદ’, ‘ગોરખજી કી સત્રહ કલા’, ‘ગોરખબોધ’, ‘દત્ત-ગોરખ સંવાદ’, ‘યોગેશ્વર સાખી’, ‘નરવઈ બોધ’, ‘વિરાટપુરાણ’ તથા ‘ગોરખવાણી’. આમાંની કેટલીક રચનાઓ સંદિગ્ધ મનાય છે.…

વધુ વાંચો >

છાયાવાદ

છાયાવાદ : આધુનિક હિન્દી કવિતાની 1918ની આસપાસ પ્રવર્તેલી કાવ્યધારા. દ્વિવેદીયુગની નીરસ, ઉપદેશપ્રધાન, વર્ણનાત્મક અને સ્થૂલ આદર્શવાદી રીતિકાલીન કાવ્યપ્રવૃત્તિઓના વિરોધમાં વિદ્રોહ રૂપે આ કાવ્યધારા પ્રવૃત્ત થઈ. આ કાવ્યધારા પર અંગ્રેજી રંગપ્રધાન (romantic) કવિઓ અને બંગાળના કવિ રવીન્દ્રનાથનો પ્રભાવ હતો. મુકુટધર પાંડેયે તેને નામ આપ્યું ‘છાયાવાદ’ અને આ જ નામ પ્રચલિત થઈ…

વધુ વાંચો >

તુલસીદાસ

તુલસીદાસ (જ. 1532, રાજાપુર, પ્રયાગ પાસે; અ. 1623, અસીઘાટ, વારાણસી, ઉ.પ્ર.) : હિંદીના યુગપ્રવર્તક સંતકવિ. હિંદી સાહિત્યના ભક્તિકાલની રામભક્તિ શાખાના તે પ્રતિનિધિ ગણાય છે. તેમના જન્મ તથા અવસાનના સમય વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ જ્યોતિષની ગણતરી મુજબ તેમનો જન્મ સંવત 1589 (ઈ. સ. 1532)માં થયો હતો એવો વિદ્વાનોનો મત…

વધુ વાંચો >

દોસો બાવન વૈષ્ણવો કી વાર્તા

દોસો બાવન વૈષ્ણવો કી વાર્તા : શુદ્ધાદ્વૈત સંપ્રદાયના વલ્લભાચાર્ય(1479—1531)ના પુત્ર વિઠ્ઠલનાથ(1515–1585)ના શિષ્યોનાં જીવનચરિત્રો. વલ્લભાચાર્યના પુષ્ટિ-સંપ્રદાયમાં તેનું ઘણું મહત્વ છે. તેને ગુરુના વચનની જેમ શ્રદ્ધેય ગણવામાં આવે છે. આ કૃતિના રચયિતા વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથ હતા એવી સર્વસામાન્ય માન્યતા પ્રવર્તે છે; પરંતુ તેમાં ગોકુલનાથનો ઉલ્લેખ વિશેષ ભક્તિભાવ સાથે કરવામાં આવેલો છે  તે…

વધુ વાંચો >