ગિરીશ ભટ્ટ
ડોવરની સામુદ્રધુની
ડોવરની સામુદ્રધુની : ઇંગ્લૅન્ડ અને ફ્રાંસને જુદાં પાડતો અને ઇંગ્લિશ ખાડીને જોડતો સાંકડો દરિયાઈ પ્રવેશમાર્ગ. ભૌગોલિક સ્થાન : 51° ઉ. અ. અને 01° 30´ પૂ. રે.. ‘ડોવર’ શબ્દનો અર્થ પાણી અથવા તો ઝરણું થાય છે. આ સામુદ્રધુની 30થી 40 કિમી. પહોળી અને 35થી 55 મીટર ઊંડાઈવાળી છે. વીતેલા ઐતિહાસિકકાળ (ઈ.…
વધુ વાંચો >તેહરાન
તેહરાન : ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40’ ઉ. અ. અને 51° 26’ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું…
વધુ વાંચો >તોરીનો
તોરીનો (તુરિન) : ઇટાલીનો પ્રાન્ત તથા તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 08’ ઉ. અ. અને 7° 22’ પૂ. રે.. આ ઔદ્યોગિક શહેર આલ્પ્સ પર્વતની પૂર્વ બાજુએ આવેલાં પહોળાં અને ફળદ્રૂપ મેદાનોની વચ્ચે પાયમોન્ટ પ્રદેશમાં ‘પો’ નદીના કિનારે વસેલું છે. વિસ્તાર 130 ચોકિમી. મૂળ વસાહત તુરિનીએ વસાવી હતી. ઈ. સ.…
વધુ વાંચો >થરનું રણ
થરનું રણ : વાયવ્ય ભારત તથા પશ્ચિમ પાકિસ્તાનમાં સતલજ અને સિંધની ઘાટીઓની વચ્ચે આવેલો રણપ્રદેશ. ભૌગોલિક સ્થાન : 27° ઉ. અ. અને 71° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમમાં સિંધુની ખીણ, પૂર્વ બાજુએ અરવલ્લી પર્વતની હારમાળા, નૈર્ઋત્યમાં કચ્છ તથા ઈશાન બાજુએ પંજાબનું મેદાન છે. આ રણપ્રદેશનો વિસ્તાર આશરે 1,92,000 ચોકિમી.…
વધુ વાંચો >દક્ષિણ ઑસ્ટ્રેલિયા
દક્ષિણ ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયા ખંડનાં રાજ્યોમાં ચોથા ક્રમનું રાજ્ય. તે ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રકુટુંબમાંનું એક સાર્વભૌમ રાજ્ય છે. તે ઑસ્ટ્રેલિયાના કુલ ભૌગોલિક વિસ્તારના આઠમા ભાગના વિસ્તારમાં ફેલાયેલું છે. તેનો કુલ વિસ્તાર 1,043,514 ચોકિમી. અને તેની કુલ વસ્તી આશરે 17,35,500 (2022) છે, જેમાંથી લગભગ 70 ટકા વસ્તી ઍડેલેડ મહાનગર વિસ્તારમાં વસે છે. તે…
વધુ વાંચો >દતિયા
દતિયા : મધ્યપ્રદેશના ઉત્તર મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 25 50´ ઉ. અ. અને 78 30´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે ભિન્ડ જિલ્લો, પશ્ચિમે ગ્વાલિયર જિલ્લો, દક્ષિણે શિવપુરી જિલ્લો અને પૂર્વે ઉત્તરપ્રદેશનો ઝાંસી જિલ્લો સીમા બનાવે છે. સિંદ અને…
વધુ વાંચો >દમોહ
દમોહ : મધ્યપ્રદેશ રાજ્યના સાગર વિભાગનો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23 09´ ઉ. અ. અને 79 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની પશ્ચિમે સાગર જિલ્લો, દક્ષિણે નરસિંહપુર અને જબલપુર જિલ્લા, ઉત્તરમાં છતરપુર જિલ્લો જ્યારે પૂર્વમાં પન્ના અને કટની જિલ્લાઓ આવેલા છે. સોનાર નદીની નૈર્ઋત્ય દિશાએ લગભગ 19 કિમી.…
વધુ વાંચો >દારાંગ
દારાંગ : આસામ રાજ્યનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : 25° 30’ ઉ. અ. અને 89° 30’ પૂ. રે.. તેનું વહીવટી મથક મંગલડોઈ છે. તેનો કુલ વિસ્તાર 3,481 ચોકિમી. છે. વસ્તી : 9,08,090 (2011). દારાંગની ઉત્તર સરહદે અરુણાચલ પ્રદેશ અને ભુતાન, પશ્ચિમે કામરૂપ પ્રદેશ તથા પૂર્વ બાજુએ તેજપુર આવેલું છે. ગુઆહાટીથી…
વધુ વાંચો >દાલ સરોવર
દાલ સરોવર : જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે. અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર…
વધુ વાંચો >દેહરાદૂન
દેહરાદૂન : ઉત્તરાખંડની શિવાલિક ગિરિમાળામાં દૂનની ખીણમાં આવેલો જિલ્લો તેમજ રમણીય ગિરિમથક. ‘દેહરાદૂન’ શબ્દ ‘દેહરા (દહેરા > ડેરા)’ અને ‘દૂન’ એ બે શબ્દોથી બન્યો છે. શીખગુરુ હરરાયના પુત્ર રામરાય દ્વારા સ્થાપિત ‘ડેરા’ સાથે આ નામને સંબંધ છે. આ ‘દેહરા’ને સંસ્કૃત ‘દેવગ્રહ’ સાથે તથા ‘દૂન’ને ‘દ્રોણિ’ (ઘાટી) શબ્દ સાથે સંબંધ હોવાનું…
વધુ વાંચો >