ગિરીશ ભટ્ટ

ગ્રેટ બેયર સરોવર

ગ્રેટ બેયર સરોવર : કૅનેડાની ઈશાને આવેલા યુકોન રાજ્યમાં આવેલું સરોવર. 66.5° ઉ. અક્ષાંશ (ઉત્તર ધ્રુવવૃત્ત) સરોવરના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. આ પ્રદેશમાં એવું જ મોટું બીજું સરોવર ગ્રેટ સ્લેવ પણ આવેલું છે. ગ્રેટ બેયર સરોવર 65° ઉ. અ.થી 67° ઉ. અક્ષાંશ અને 117° પ. રેખાંશથી 123° પ. રેખાંશ…

વધુ વાંચો >

ગ્રૅમ્પિયન પર્વતમાળા

ગ્રૅમ્પિયન પર્વતમાળા : સ્કૉટલૅન્ડની મુખ્ય પર્વતમાળા. 56° ઉ. અક્ષાંશ તેમજ 2° પ. રેખાંશથી 6° પ. રેખાંશ વચ્ચે આવેલ છે. આ પર્વતમાળા નૈર્ઋત્યથી ઈશાન બાજુએ 241.35 કિમી. સુધી વિસ્તરેલી છે. આ પ્રાચીન પર્વતશ્રેણી નાઇસ, શિસ્ટ અને સ્લેટ ખડકોના પ્રકારથી બનેલી છે. આ પર્વતમાળા પર બહુ લાંબા કાળ સુધી બરફનું આવરણ હતું,…

વધુ વાંચો >

ઘાઘરા

ઘાઘરા : ઉત્તરપ્રદેશ અને બિહારમાં વહેતી નદી. તેનું ઉદગમસ્થાન તિબેટમાં છે. તે 30° ઉ. અક્ષાંશ અને 88° પૂ. રેખાંશ પર છે. હિમાલયમાં આવેલી કરનાલી પર્વતશ્રેણીઓમાં વહીને તે ખીરી અને બહરાઇચ જિલ્લામાં મેદાનમાં પ્રવેશે છે. તિબેટમાં તે કરનાલી નદી તરીકે ઓળખાય છે. ઘાઘરા નદીની જમણી બાજુએ બારાબંકી, ગોંડા, બસ્તી અને ગોરખપુર…

વધુ વાંચો >

ઘાના

ઘાના : આફ્રિકાની પશ્ચિમ બાજુએ 3° ઉ. અ.થી 11° 10´ ઉ. અ. તથા 1° પૂ. રેખાંશથી 3° 15´ પ. રેખાંશ વચ્ચે આવેલો દેશ. ઘાનાનું ક્ષેત્રફળ 2,38,533 ચોકિમી. છે. કુલ વસ્તી 2.43 કરોડ છે (2010). તેની ઉત્તરે વૉલ્ટા, પૂર્વ તરફ ટોગો, દક્ષિણે આટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે આઇવરી કોસ્ટ આવેલા છે. ભૌગોલિક…

વધુ વાંચો >

ઘેલો

ઘેલો : સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના પાંચાલની ઉચ્ચ ભૂમિમાંથી નીકળી અમરેલી જિલ્લામાંથી વહીને ભાવનગર જિલ્લામાં પ્રવેશતી નદી. ભાવનગર જિલ્લામાં આ નદી ગઢડા અને વલભીપુર તાલુકામાંથી વહે છે. આ મોસમી નદીનું તળ ખડકાળ અને છીછરું છે. ચોમાસામાં પૂર આવે છે. તે દરમિયાન તેમાં પાણી હોય છે. આ નદીનું મહત્વ તેના કાંઠે આવેલ…

વધુ વાંચો >

ચમોલી

ચમોલી : ઉત્તરાખંડ રાજ્યની ઈશાન તરફ, મધ્ય હિમાલયમાં આવેલો જિલ્લો અને ગામ. આ સમગ્ર જિલ્લો પહાડી પ્રદેશનો બનેલો છે. અહીંની સરાસરી ઊંચાઈ લગભગ 1071 મીટર છે, પણ આ પ્રદેશ કોઈ કોઈ જગ્યાએ 3047 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે. આ પ્રદેશમાંથી અલકનંદા નદી વહે છે. તે ઉત્તરે તિબેટની સરહદ પરના…

વધુ વાંચો >

ચંડીગઢ

ચંડીગઢ : ભારતનાં પંજાબ અને હરિયાણા એ બે રાજ્યોની રાજધાની. ભૌગોલિક સ્થાન : 30° 45’ ઉ. અ. અને 76° 45’ પૂ. રે.. 1947માં ભારતનું વિભાજન થતાં પંજાબના બે ભાગ થયા – પશ્ચિમ પંજાબ અને પૂર્વ પંજાબ. પશ્ચિમ પંજાબ પાકિસ્તાનનો ભાગ બન્યું; આને પરિણામે પંજાબની રાજધાનીનું સ્થળ લાહોર પાકિસ્તાનમાં જતાં, નવી…

વધુ વાંચો >

ચંદ્રપુર

ચંદ્રપુર : પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર જિલ્લાનું વહીવટી મથક. ચંદ્રપુર જૂના સમયમાં ચાંદા તરીકે જાણીતું હતું. તે વર્ધા નદીને કિનારે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 19° 57’ ઉ. અ. અને 79° 18’ પૂ. રે.. બારમીથી અઢારમી સદી દરમિયાન તે ગોંડ સામ્રાજ્યના વિસ્તારમાં હતું. ત્યારબાદ તેને નાગપુરના મરાઠાઓ(ભોંસલે)એ જીતી લીધું.…

વધુ વાંચો >

ચંપારણ

ચંપારણ : ભારતના બિહાર રાજ્યમાં વાયવ્યે આવેલ જિલ્લો. ભૌગોલિક સ્થાન : 26° 50’ ઉ. અ. અને 84° 40’ પૂ. રે.. તે બે ભાગમાં વહેંચાયેલ છે : પશ્ચિમ ચંપારણ અને પૂર્વ ચંપારણ. પશ્ચિમ ચંપારણ જિલ્લાનું વહીવટી મથક બેતિયા છે, જ્યારે પૂર્વ ચંપારણ જિલ્લાનું વહીવટી મથક મોતીહારી છે. પશ્ચિમ ચંપારણ જિલ્લાનું ક્ષેત્રફળ…

વધુ વાંચો >

ચંબલ

ચંબલ : ઉત્તર ભારતની દક્ષિણ-ઉત્તર વહેતી મોટી નદી. તે ઉત્તર ભારતમાં આવેલી યમુના નદીની ઉપશાખા છે. તે 26° 30’ ઉ. અ. અને 79° 15’ પૂ. રે. પર આવેલી છે. ચંબલ મઉની દક્ષિણેથી વિંધ્યાચલ પર્વતમાંથી નીકળે છે. તે મધ્યપ્રદેશ રાજ્યના ઇંદોર જિલ્લામાંથી વહે છે. ઇંદોર જિલ્લામાંથી ઉત્તર તરફ વહીને તે દક્ષિણ…

વધુ વાંચો >