ગિરીશભાઈ પંડ્યા

મેકેન્ઝી

મેકેન્ઝી–1 (નદી – ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્વીન્સલૅન્ડની ફિટ્ઝરૉય નદીની સહાયક મુદતી નદી. ભૌગોલિક સ્થાન : 23° 0´ દ. અ. અને 149° 0´ પૂ. રે.. પૂર્વ તરફના ઉચ્ચપ્રદેશીય વિભાગમાંથી નીકળતી કૉમેટ અને નોગોઆ નદીઓના સંગમ પછીથી બનતી નદી એ મેકેન્ઝી નદી. સંગમ પછી તે એક્સપિડિશન હારમાળાને વીંધીને ઈશાન તરફ 275…

વધુ વાંચો >

મેકેન્ઝી પર્વતો

મેકેન્ઝી પર્વતો : કૅનેડાના વાયવ્ય પ્રદેશના યૂકૉન અને મેકેન્ઝી જિલ્લામાં આવેલો રૉકીઝ પર્વતોનો ઉત્તર તરફનો ભાગ. અહીંથી તે વધુ વાયવ્ય તરફ બ્રિટિશ કોલંબિયાની સરહદથી 800 કિમી.ની લંબાઈમાં પીલ રિવર પ્લેટો અને પૉર્ક્યુપાઇન રિવર બેસિન સુધી વિસ્તરે છે. આ પર્વતો પૂર્વ તરફની મેકેન્ઝી નદી અને પશ્ચિમ તરફની યૂકૉન નદીના જળવિભાજક બની…

વધુ વાંચો >

મેકોન્ગ (નદી)

મેકોન્ગ (નદી) : હિન્દી ચીન દ્વીપકલ્પની સૌથી મોટી નદી. દક્ષિણ એશિયાની મોટી નદીઓ પૈકીની એક. ભૌગોલિક સ્થાન : 13° ઉ. અ. અને 100° પૂ. રે. તેની લંબાઈ આશરે 4,000 કિમી. જેટલી છે. ચીનના દક્ષિણ કિંઘાઈ પ્રાંતના તાંગુલુ પર્વતોના ઉત્તર ઢોળવોમાંથી ઘણી નાની નાની નદીઓ નીકળે છે. તે બધી તિબેટના અગ્નિકોણમાં…

વધુ વાંચો >

મેક્યુલોઝ-સંરચના

મેક્યુલોઝ-સંરચના : વિકૃત ખડકોમાં જોવા મળતી ડાઘ, ટપકાં કે ગાંઠનાં લક્ષણો દર્શાવતી સંરચના. ખાસ કરીને સંસર્ગ-વિકૃતિજન્ય ખડકસમૂહોમાં જોવા મળતી આ પ્રકારની સંરચના માટે આ શબ્દ ઉપયોગમાં લેવાય છે; દા.ત., ટપકાંવાળો સ્લેટ ખડક. વિકૃત ખડકોમાં જ્યારે ઍન્ડેલ્યુસાઇટ, કૉર્ડિરાઇટ, ક્લોરીટૉઇડ, ઑટ્રેલાઇટ, બાયૉટાઇટ જેવાં ર્દઢ ખનિજોના મહાસ્ફટિકો (porphyroblasts) સુવિકસિત જોવા મળે અથવા તો…

વધુ વાંચો >

મેક્સિકોનો અખાત

મેક્સિકોનો અખાત : ઉત્તર અમેરિકાના અગ્નિકોણ પર આવેલો ઍટલાંટિક મહાસાગરનો સમુદ્રી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે 25° 00´ ઉ. અ. અને 90° 00´ પ. રે.ની આજુબાજુનો, અંડાકારે પથરાયેલો, આશરે 13 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ; પશ્ચિમ, દક્ષિણ અને અગ્નિ તરફ મેક્સિકો…

વધુ વાંચો >

મેગેલનની સામુદ્રધુની

મેગેલનની સામુદ્રધુની : દક્ષિણ અમેરિકા ખંડની મુખ્ય ભૂમિના દક્ષિણ છેડાને ટિયેરા ડેલ ફ્યુએગો ટાપુઓથી જુદો પાડતો સાંકડો દરિયાઈ માર્ગ. ભૌગોલિક સ્થાન : 54° 00´ દ. અ. અને 71° 00´ પ. રે.ની આજુબાજુ તે પહોળા V આકારનો દરિયાઈ માર્ગ બનાવે છે. તે 595 કિમી. લાંબી અને સ્થાનભેદે 3થી 32 કિમી. પહોળી…

વધુ વાંચો >

મૅગ્નેટાઇટ

મૅગ્નેટાઇટ : લોહધાતુખનિજ. સ્પાઇનેલ ખનિજ સમૂહ, મૅગ્નેટાઇટ શ્રેણી. રાસા. બં. : Fe3O4. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યપણે ઑક્ટાહેડ્રલ; ડોડેકાહેડ્રલ પણ હોય, ક્યારેક મોટા પરિમાણવાળા સ્ફટિકો પણ મળી આવે છે. રેખાંકનોવાળા પણ મળે. મોટેભાગે દળદાર, ઘનિષ્ઠ, સૂક્ષ્મથી સ્થૂળ દાણાદાર. અપારદર્શક. યુગ્મતા (111) ફલક પર સામાન્ય; પર્ણાકાર કે…

વધુ વાંચો >

મૅગ્નેસાઇટ

મૅગ્નેસાઇટ : મૅગ્નેશિયા અને મૅગ્નેશિયમ ધાતુપ્રાપ્તિ માટેનું મુખ્ય ખનિજ. રાસા. બં. : MgCO3. લોહ, મૅંગેનીઝ અને કોબાલ્ટ દ્વારા મૅગ્નેશિયમનું થોડા પ્રમાણમાં વિસ્થાપન થઈ શકે છે. સ્ફટિક વર્ગ : હેક્ઝાગોનલ. સ્ફટિક સ્વ. : સામાન્ય: તેના સ્ફટિકો મળતા નથી, મળે તો મોટે ભાગે રહોમ્બોહેડ્રલ હોય છે. તેનું રચનાત્મક માળખું કૅલ્સાઇટ જેવું હોય…

વધુ વાંચો >

મૅગ્મા

મૅગ્મા : ખડકોનો પીગળેલો રસ અથવા ભૂરસ. ખડકવિદોના મંતવ્ય પ્રમાણે પૃથ્વીની સપાટીથી આશરે 15 કે તેથી વધુ કિમી.ની ઊંડાઈ સુધી મળી આવતા વિવિધ પ્રકારના ખડકો પૈકી લગભગ 95 % પ્રમાણ અગ્નિકૃત ખડકોનું છે. અગ્નિકૃત ખડકો તૈયાર થવા માટેનું પ્રાપ્તિદ્રવ્ય અને સંજોગો પોપડાના નીચેના ભાગમાંથી ઉદભવે છે. પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં…

વધુ વાંચો >

મૅગ્માજન્ય ખનિજો

મૅગ્માજન્ય ખનિજો (Pyrogenetic Minerals) : મૅગ્માના સ્ફટિકીકરણની પ્રારંભિક કક્ષાએ બનતાં ખનિજો. અગ્નિકૃત ખડકોમાં જોવા મળતાં નિર્જલીય ખનિજો, જે મૅગ્મામાંથી ઘણા ઊંચા તાપમાને તૈયાર થયેલાં હોય અને જેમાં બાષ્પશીલ ઘટકોનું પ્રમાણ તદ્દન નજીવું હોય એવાં ખનિજોને મૅગ્માજન્ય ખનિજો કહે છે. ઑલિવિન, પાયરૉક્સિન અને ફેલ્સ્પાર તેનાં વિશિષ્ટ ઉદાહરણો છે. સામાન્ય રીતે મૅગ્માના…

વધુ વાંચો >