ગિરીશભાઈ પંડ્યા
માસેરુ
માસેરુ : દક્ષિણ આફ્રિકામાં આવેલા લેસોથો દેશનું પાટનગર તથા એકમાત્ર શહેરી સ્થળ. ભૌગોલિક સ્થાન : 29° 15´ દ. અ. અને 27° 31´ પૂ. રે. તે લેસોથોની વાયવ્યમાં દક્ષિણ આફ્રિકી પ્રજાસત્તાક ઑરેન્જ ફ્રી સ્ટેટની સરહદ નજીક કેલિડૉન નદીના ડાબા કાંઠા પર વસેલું છે. બાસોથો (અથવા સોથો; જૂનું બાસુટોલૅન્ડ) રાષ્ટ્રના વડા મશ્વેશ્વે…
વધુ વાંચો >માંડ્યા
માંડ્યા : કર્ણાટક રાજ્યના દક્ષિણ વિભાગના મધ્ય પટ્ટામાં આવેલો જિલ્લો. તે 12° 13´થી 13° 04´ ઉ. અ. અને 76° 19´થી 77° 20´ પૂ. રે. વચ્ચેનો 4,961 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં તુમકુર, પૂર્વમાં બૅંગાલુરુ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં ચામરાજનગર, મૈસૂર તથા પશ્ચિમ અને વાયવ્યમાં હસન જિલ્લાઓ…
વધુ વાંચો >મિગ્મેટાઇટ
મિગ્મેટાઇટ : ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટ સમકક્ષ ખડકનાં અને શિસ્ટનાં વારાફરતી ગોઠવાયેલાં પાતળાં પડો કે વિભાગોથી બનેલો ખડક. મિશ્ર નાઇસ (ગ્રૅનાઇટિક મૅગ્માની પ્રાદેશિક ખડકમાં ઘનિષ્ઠ આંતરપડ-ગૂંથણી થવાથી પરિણમતો પટ્ટાદાર ખડક) અને એવા જ બંધારણવાળો પ્રવિષ્ટ નાઇસ (injection gneiss) અથવા લિટ-પાર-લિટ નાઇસ તેનાં ઉદાહરણો છે. આ જ કારણે મિગ્મેટાઇટ એ પ્રવિષ્ટ નાઇસનો…
વધુ વાંચો >મિઝો ટેકરીઓ
મિઝો ટેકરીઓ : મિઝોરમ રાજ્યમાં આવેલી ટેકરીઓ. જૂનું નામ લુશાઈ ટેકરીઓ. તે ઉત્તર આરાકાન યોમા પર્વત સંકુલનો એક ભાગ રચે છે. ભારત–મ્યાનમાર સરહદે આવેલી પતકાઈ હારમાળાનું દક્ષિણતરફી વિસ્તરણ મિઝો ટેકરીઓથી બનેલું છે. આ ટેકરીઓની સરેરાશ ઊંચાઈ 900 મીટરની છે. મિઝોરમ રાજ્યના અગ્નિભાગમાં આવેલા બ્લૂ પર્વતનું શિખર 2,165 મીટરની ઊંચાઈ ધરાવતું…
વધુ વાંચો >મિડવે ટાપુ
મિડવે ટાપુ : પૅસિફિક મહાસાગરમાં હૉનોલૂલૂથી વાયવ્યમાં 2090 કિમી.ને અંતરે આવેલ ટાપુ. ભૌગોલિક સ્થાન : 28° 13´ ઉ. અ. અને 177° 22´ પ. રે.. વાસ્તવમાં તે બે ટાપુઓથી બનેલો છે. આ બંને ટાપુઓ 10 કિમી.ના વ્યાસવાળા કંકણાકાર પ્રવાળદ્વીપમાં આવેલા છે. તેમનો વિસ્તાર માત્ર 5 ચોકિમી. જેટલો છે. તેના દરિયાકિનારાની લંબાઈ…
વધુ વાંચો >મિનિયાપૉલિસ
મિનિયાપૉલિસ (Minneapolis) : યુ.એસ.ના મિનેસોટા રાજ્યનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 58´ ઉ. અ. અને 93° 15´ પ. રે.. તે મિનેસોટા રાજ્યના અગ્નિભાગમાં, તેના જોડિયા શહેર સેન્ટ પૉલની બાજુમાં પશ્ચિમ તરફ આવેલું છે. ‘મિનિયાપૉલિસ’ શબ્દ અહીંના ઇન્ડિયન શબ્દ ‘મિન્ની’ (minne – પાણી) અને ગ્રીક શબ્દ ‘પૉલિસ’ (polis –…
વધુ વાંચો >મિનેસોટા
મિનેસોટા : યુ. એસ.માં ઉત્તર તરફ આવેલાં મધ્ય-પશ્ચિમ રાજ્યો પૈકીનું મોટામાં મોટું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 46° 00´ ઉ. અ. અને 94° 15´ પ. રે.ની આજુબાજુનો 2,18,601 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કૅનેડા, પૂર્વ તરફ સુપીરિયર સરોવર અને વિસ્કૉન્સિન, દક્ષિણે આયોવા તથા પશ્ચિમે ઉત્તર અને દક્ષિણ…
વધુ વાંચો >મિન્ડાનાઓ
મિન્ડાનાઓ : પૅસિફિક મહાસાગરમાં આવેલા ફિલિપાઇન્સ ટાપુસમૂહ પૈકીનો લ્યુઝોન પછીનો બીજા ક્રમે આવતો મોટો ટાપુ. ફિલિપાઇન્સ ટાપુસમૂહના છેક અગ્નિ છેડા પર તે આવેલો છે. ભૌગોલિક સ્થાન : આ ટાપુ 8° 00´ ઉ. અ. અને 125° 00´ પૂ. રે.ની આજુબાજુનો (આશરે 5° થી 10° ઉ. અ. અને 120°થી 127° પૂ. રે.…
વધુ વાંચો >મિન્સ્ક
મિન્સ્ક : બેલારુસ(બાયલોરશિયા)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 54° 30´ ઉ. અ. અને 28° 00´ પૂ. રે.. આ શહેર મૉસ્કોથી નૈર્ઋત્યમાં આશરે 755 કિમી. અંતરે વૉર્સો (પોલૅન્ડ) જતા રેલમાર્ગ પર સ્વિસ લોશ નદીકાંઠે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : 40,800 ચોકિમી.. મિન્સ્કમાં આવેલાં કારખાનાંમાં બૉલબેરિંગ, યાંત્રિક ઓજારો, પિટ(કનિષ્ઠ કોલસા)ના ખનન માટેનાં યાંત્રિક…
વધુ વાંચો >મિમેનસિંઘ
મિમેનસિંઘ : બાંગ્લાદેશના ઢાકા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લાનો વિસ્તાર 9,710 ચોકિમી. જેટલો છે. જિલ્લાનો ઘણોખરો ભાગ ખુલ્લો, સમતળ સપાટ છે. તેની પૂર્વ તરફ મેઘના નદીની અને પશ્ચિમ તરફ બ્રહ્મપુત્ર નદીની જળપરિવાહ-રચના જોવા મળે છે. પૂર્વવિભાગ નીચાણવાળો હોવાથી વર્ષાઋતુ દરમિયાન પાણીથી ભરાઈ જાય છે.…
વધુ વાંચો >