ગિરીશભાઈ પંડ્યા
માર્શલ ટાપુઓ
માર્શલ ટાપુઓ : પેસિફિક મહાસાગરના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલા 31 કંકણાકાર પ્રવાળદ્વીપોથી, 5 ટાપુઓથી તથા 1,152 નાનકડા બેટોથી બનેલો સમૂહ. તે 5°થી 15° ઉ. અ. અને 161°થી 173° પૂ. રે. વચ્ચે આવેલા છે. આ સમૂહ કેરોલિન ટાપુઓથી પૂર્વમાં અને ગિલ્બર્ટ ટાપુઓથી વાયવ્યમાં આવેલો છે, તે કિરિબાતી રાષ્ટ્રના એક ભાગરૂપ ગણાય…
વધુ વાંચો >માર્સેલ્સ (માર્સેઇલ)
માર્સેલ્સ (માર્સેઇલ) : પૅરિસ પછીના બીજા ક્રમે આવતું ફ્રાન્સનું મોટામાં મોટું શહેર તથા મુખ્ય દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 43° 18´ ઉ. અ. અને 5° 24´ પૂ. રે. આ શહેર ફ્રાન્સનું જૂનામાં જૂનું શહેર ગણાય છે. તેનો આકાર અર્ધવર્તુળ જેવો છે. તે ટેકરીઓથી ઘેરાયેલું છે તથા નહેર દ્વારા રહોન નદી…
વધુ વાંચો >માલદીવ
માલદીવ : હિંદી મહાસાગરમાં આવેલો એશિયા ખંડનો નાનામાં નાનો સ્વતંત્ર દેશ. દુનિયામાં પણ તે નાના દેશો પૈકીનો એક ગણાય છે. ભૌગોલિક સ્થાન : તે 3° 15´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે. વચ્ચેનો માત્ર 298 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ કુલ 1,196 જેટલા કંકણાકાર પ્રવાળદ્વીપોથી બનેલાં…
વધુ વાંચો >માલાપુરમ્
માલાપુરમ્ : કેરળ રાજ્યના મધ્યભાગમાં દરિયાકિનારે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 00´ ઉ. અ. અને 76° 00´ પૂ. રે.ની આજુજબાજુનો 3,550 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કોઝીકોડ અને વાયનાડ જિલ્લા, પૂર્વમાં તામિલનાડુનો નીલિગિરિ જિલ્લો, દક્ષિણે પલક્કડ (પાલઘાટ) અને થ્રિસુર (ત્રિચુર)…
વધુ વાંચો >માલાબો
માલાબો : ઇક્વેટૉરિયલ ગિનીનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 3° 45´ ઉ. અ. અને 8° 47´ પૂ. રે. તે પશ્ચિમ આફ્રિકામાં ગિનીના અખાતમાં આવેલા બિયોકો ટાપુ પર આવેલું છે અને અહીંનું અગત્યનું બંદર છે. આ બંદરેથી કેળાં, ઇમારતી લાકડું, કેકાઓ, સિંકોના છાલ, કૉફી, કોલાફળ અને પામ-તેલની નિકાસ થાય છે. અહીંના મોટાભાગના…
વધુ વાંચો >માલાવી (ન્યાસાલૅન્ડ)
માલાવી (ન્યાસાલૅન્ડ) : અગ્નિ આફ્રિકામાં આવેલો રમણીય દેશ. ભૌગોલિક સ્થાન : તે 13° 30´ દ. અ. અને 34° 00´ પૂ. રે. આજુબાજુનો 1,18,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 850 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ સ્થાનભેદે 80થી 160 કિમી. જેટલી છે. આ દેશનું મુખ્ય ભૂમિલક્ષણ તેની પૂર્વ સરહદે…
વધુ વાંચો >માલાસ્પિના હિમનદી
માલાસ્પિના હિમનદી : અલાસ્કામાં આવેલી હિમનદી. તે યુ.એસ.ના અલાસ્કા રાજ્યના સેન્ટ ઇલિયાસ પર્વતોની હિમનદીરચનાનો એક ભાગ રચે છે. આ હિમનદી અલાસ્કાના અગ્નિકોણમાં યાકુતાત ઉપસાગરની પશ્ચિમે આવેલી છે. અલાસ્કાના કિનારાના મેદાનમાં તે ઘણું જ વિસ્તૃત અને સ્વતંત્ર હિમક્ષેત્ર રચે છે. દરિયાને મળતા પહેલાં તેનો હિમપ્રવાહ ઓગળી જાય છે, સમુદ્રસપાટીથી થોડેક જ…
વધુ વાંચો >માલી
માલી : પશ્ચિમ આફ્રિકાના મધ્ય ભાગમાં આવેલો વિશાળ દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ 17° ઉ. અ. અને 4° પ. રે. આજુબાજુનો (10° થી 25° ઉ. અ. અને 4° પૂ. રે.થી 12° પ. રે. વચ્ચેનો) 12,40,192 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 1,851 કિમી. અને ઉત્તર–દક્ષિણ પહોળાઈ…
વધુ વાંચો >માલ્ટા
માલ્ટા : ભૂમધ્ય સમુદ્રની મધ્યમાં યુરોપ અને આફ્રિકા વચ્ચે આવેલો નાનકડો ટાપુ – દેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 53´ ઉ. અ. અને 14° 27´ પૂ. રે. પર, સિસિલીથી દક્ષિણે આશરે 50 કિમી.ને અંતરે આવેલો છે. વાસ્તવમાં તો તે દ્વીપસમૂહ છે. તેમાં વસ્તીવાળા ત્રણ ટાપુઓ માલ્ટા, ગોઝો અને કોમિનો તથા…
વધુ વાંચો >માલ્દા
માલ્દા : પશ્ચિમ બંગાળના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે કર્કવૃત્તની ઉત્તર તરફ આવેલો છે અને 24° 40´ 20´´થી 25° 32´ 08´´ ઉ. અ. અને 87° 45´ 50´´થી 88° 28´ 10´´ પૂ. રે. વચ્ચેનો 3,733 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની…
વધુ વાંચો >