ગિરીશભાઈ પંડ્યા
મનસા
મનસા : પંજાબ રાજ્યના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 29° 59´ ઉ. અ. અને 75° 23´ પૂ. રે.ની આજુબાજુનો 2,192 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં સંગરૂર જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ હરિયાણા રાજ્યનો હિસ્સાર જિલ્લો, પશ્ચિમમાં હરિયાણાનો સિરસા અને પંજાબનો બથિંડા (ભટિંડા) જિલ્લો…
વધુ વાંચો >મનામા
મનામા : ઈરાની અખાતના પશ્ચિમ ભાગમાં ટાપુરૂપે આવેલા બહેરિન રાજ્યનું તેમજ અમીરાતનું મોટામાં મોટું શહેર તથા પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 26° 05´ ઉ. અ. અને 50° 25´ પૂ. રે. પર બહેરિન ટાપુના ઈશાન છેડા પર આવેલું છે. સમગ્ર અમીરાતની આશરે 40 % જેટલી વસ્તી આ શહેરમાં વસે છે. તેનો…
વધુ વાંચો >મનાલી
મનાલી : હિમાચલપ્રદેશના કુલુ જિલ્લામાં આવેલું ગિરિનગર. ભૌગોલિક સ્થાન : 32° 15´ ઉ. અ. અને 77° 10´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી 2,134 મીટરની ઊંચાઈએ આવેલું છે. સિમલાથી તે 274 કિમી.ને અંતરે તથા કુલુથી કુલુ–લેહ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 21 પર 40 કિમી.ને અંતરે આવેલું છે. આ ગિરિનગર તેનાં કુદરતી રમણીય…
વધુ વાંચો >મનીલા
મનીલા : ફિલિપાઇન્સનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 14° 35´ ઉ. અ. અને 121° 0´ પૂ. રે. તે દેશનું મુખ્ય આર્થિક, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક મથક હોવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય બંદરી પ્રવેશદ્વાર પણ છે. ફિલિપાઇન્સની રાષ્ટ્રીય ભાષા ફિલિપીનોના મે (may) અર્થાત્ ‘છે’ તથા નિલાડ (nilad) અર્થાત્ ‘મનીલા ઉપસાગરને…
વધુ વાંચો >મનીલા ઉપસાગર
મનીલા ઉપસાગર : ફિલિપાઇન્સમાં લ્યુઝોન ટાપુના દક્ષિણ નૈર્ઋત્ય ભાગમાં, મનીલાથી પશ્ચિમ તરફ આવેલો ઉપસાગર. તે દક્ષિણ ચીની સમુદ્ર તરફ પથરાયેલો છે. તેની લંબાઈ 65 કિમી. અને પહોળાઈ 55 કિમી. જેટલી છે. તેનાં જળ મોટાં જહાજો આવી શકે એટલાં ઊંડાં છે. મનીલા અને કેવિટ તેના કિનારા પર આવેલાં ઉત્તમ કક્ષાનાં બારાં…
વધુ વાંચો >મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ)
મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ) : તમિલનાડુ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. સ્થાન-સીમા-વિસ્તાર ભૌગોલિક સ્થાન : તે 10° 27´ ઉ. અ. અને 77° 58´ પૂ. રે.ની આજુબાજુનો 6,058 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પેરિયાર અને તિરુચિરાપલ્લી જિલ્લા, પૂર્વમાં તિરુચિરાપલ્લી અને મદુરાઈ જિલ્લા, દક્ષિણમાં મદુરાઈ જિલ્લો તથા પશ્ચિમે કોઇમ્બતુર જિલ્લો…
વધુ વાંચો >મયૂરભંજ
મયૂરભંજ : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21° 17´થી 22° 34´ ઉ. અ. અને 85° 40´થી 87° 10´ પૂ. રે. વચ્ચેનો 10,418 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિહારનો પૂર્વ સિંગભૂમ જિલ્લો તેમજ પૂર્વ તરફ પશ્ચિમ બંગાળનો મેદિનીપુર જિલ્લો, દક્ષિણ તરફ બાલાસોર (બાલેશ્વર)…
વધુ વાંચો >મર્કેસાઇટ
મર્કેસાઇટ : પાયરાઇટ સાથે દ્વિરૂપતા ધરાવતું ખનિજ. પાયરાઇટ કરતાં તે વધુ સફેદ હોવાથી તેને શ્વેત લોહમાક્ષિક કહે છે. રાસા. બંધા. : FeS2 (Fe : 46.6 %, S 53.4 %). સ્ફ. વર્ગ : ઑર્થોર્હોમ્બિક. સ્ફ. સ્વ.: સ્ફટિકો મોટેભાગે મેજ આકારના, (010) ફલક પર ચપટા; પિરામિડલ, પ્રિઝમૅટિક કે કેશમય પણ મળે. ફલકો…
વધુ વાંચો >મર્ચિસન, રૉડરિક ઇમ્પે
મર્ચિસન, રૉડરિક ઇમ્પે (જ. 1792; અ. 1871) : ખ્યાતનામ સ્કૉટિશ ભૂસ્તરશાસ્ત્રી. પ્રથમ જીવયુગનો સ્તરાનુક્રમ ગોઠવી આપવાનો સર્વપ્રથમ પ્રયાસ કરનાર સ્તરવિદ તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે. વેલ્સમાંથી સાઇલ્યુરિયન રચનાનો લાક્ષણિક સ્તરાનુક્રમ શોધીને તેને પ્રથમ જીવયુગમાં યોગ્ય સ્થાને ગોઠવી આપવાનું કાર્ય તેમનાં સંશોધનોનું પરિણામ હતું, પરંતુ તેમણે વધુ નીચેના સ્તરોનો પણ સાઇલ્યુરિયનમાં સમાવેશ…
વધુ વાંચો >મલબાર મહાસ્તરભંગ
મલબાર મહાસ્તરભંગ (Great Malabar Fault) : ભારતીય દ્વીપકલ્પના આખાય પશ્ચિમ કિનારાની ધારે ધારે આવેલો સ્તરભંગ. પશ્ચિમ કિનારાથી અરબી સમુદ્રમાં ઢળેલી સપાટી સ્તરભંગ-સપાટી છે. વાસ્તવમાં કચ્છથી છેક કન્યાકુમારી સુધી એક મહાસ્તરભંગ પસાર થાય છે, આ સ્તરભંગક્રિયા માયો-પ્લાયોસીન કાળગાળામાં થયેલી. તેની અસરથી આજની કિનારારેખાથી વધુ પશ્ચિમ તરફ વિસ્તરેલો ભારતનો મોટો ભૂમિભાગ દરિયા…
વધુ વાંચો >