ગિરીશભાઈ પંડ્યા
બ્રુન્ટન હોકાયંત્ર
બ્રુન્ટન હોકાયંત્ર (Brunton Compass) : નમનદર્શક સહિતનું હોકાયંત્ર. એ ભૂસ્તરીય તેમજ સર્વેક્ષણક્ષેત્રના અભ્યાસકાર્યમાં નીચે મુજબના જુદા જુદા હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું ઘણું જ જાણીતું, અનુકૂળ સાધન ગણાય છે : (1) સામાન્ય હોકાયંત્ર કે નમનદર્શક હોકાયંત્ર તરીકે – (અ) જેમાં ર્દષ્ટિરેખા ક્ષિતિજસમાંતર હોય અથવા સહેજ ઢળતી હોય; (બ)…
વધુ વાંચો >બ્રુન્સવીક
બ્રુન્સવીક : જર્મનીમાં આવેલું ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 52° 16´ ઉ. અ. અને 10° 31´ પૂ. રે. પર તે હેનોવરથી આશરે 55 કિમી. અંતરે અગ્નિકોણમાં ઓકર નદીને કિનારે વસેલું છે. ‘બ્રુન્સવીગ’ (Braunschweig) એ પ્રાચીન લૅટિન શબ્દ (અર્થ બ્રુનોનું ગામ) છે અને તેના પરથી આ સ્થળને નામ અપાયેલું છે. અહીંના…
વધુ વાંચો >બ્રૂનેઈ
બ્રૂનેઈ : અગ્નિ એશિયામાં બૉર્નિયોના ટાપુના ઉત્તરભાગમાં આવેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે 4° 55´ ઉ. અ. અને 114° 55´ પૂ. રે.ની આસપાસ 5,765 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તે ઉત્તર અને વાયવ્ય તરફ દક્ષિણી ચીની સમુદ્રથી અને બાકીની બધી દિશાઓમાં સારાવાક(મલયેશિયા)થી ઘેરાયેલું છે. દેશનું મોટાભાગનું ભૂપૃષ્ઠ સમતળ છે, અંતરિયાળ…
વધુ વાંચો >બ્રૂસાઇટ
બ્રૂસાઇટ (brucite) : મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ બંધારણ ધરાવતું ખનિજ. રાસા. બં. : Mg(OH)2. સ્ફ. વ. : હેક્ઝાગૉનલ (ટ્રાયગૉનલ-કૅલ્સાઇટ પ્રકાર). સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે પહોળા મેજ આકારના, પ્રિઝમૅટિક; ભાગ્યે જ સોયાકાર (મેંગોનોન). ઘણુંખરું પત્રબંધ રચનાવાળા દળદાર; નીમાલાઇટ પ્રકાર રેસાદાર, ભીંગડા જેવો કે સૂક્ષ્મ દાણાદાર પણ મળે. પારદર્શકથી અર્ધપારદર્શક. સંભેદ : (0001)…
વધુ વાંચો >બ્રેટિસ્લાવા (પ્રેસબર્ગ)
બ્રેટિસ્લાવા (પ્રેસબર્ગ) : અગાઉના ચેકોસ્લોવૅકિયાના સ્લાવાક સોશિયાલિસ્ટ રિપબ્લિકનું પાટનગર તથા પશ્ચિમ સ્લોવૅકિયા વિસ્તારનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 48° 09´ ઉ. અ. અને 17° 07´ પૂ. રે. પર વિયેનાથી પૂર્વમાં 56 કિમી. અંતરે ડેન્યૂબ નદીને કાંઠે વસેલું છે. પ્રાગ પછીના બીજા ક્રમે આવતું તે દેશનું મોટું શહેર ગણાય છે.…
વધુ વાંચો >બ્રેમન
બ્રેમન : વાયવ્ય જર્મનીમાં આવેલું બ્રેમન રાજ્યનું પાટનગર, ઉત્તર યુરોપનું જાણીતું ઔદ્યોગિક અને વ્યાપારી મથક તથા ઉત્તર જર્મની વિસ્તારનું મહત્વનું નદીબંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 08´ ઉ. અ. અને 8° 47´ પૂ. રે. પર ઉત્તર સમુદ્ર કિનારાથી દક્ષિણે આશરે 70 કિમી. અંતરે વેઝર નદીને બંને કાંઠે વસેલું છે. 404…
વધુ વાંચો >બ્રેસિયા
બ્રેસિયા (breccia) : 2 મિલિમીટર વ્યાસથી મોટા પરિમાણવાળા, આવશ્યકપણે કોણાકાર ખડકટુકડાઓથી બનેલો કોંગ્લૉમરેટને સમકક્ષ કોણાશ્મ પ્રકારનો જળકૃત ખડક. તેના ખડક-બંધારણમાં ટુકડાઓ અણીવાળા અને ખૂણાઓવાળા હોવાથી કોંગ્લૉમરેટથી તેને સહેલાઈથી જુદો પાડી શકાય છે. ભેખડો કે સમુત્પ્રપાતો કે સીધા ઢોળાવવાળી ટેકરીઓમાંથી પ્રાપ્ત તદ્દન ઓછી વહનક્રિયા (સ્થાનાંતર) પામેલા ખૂણાવાળા ખડકટુકડાઓ કોઈ પણ સંશ્લેષણદ્રવ્ય…
વધુ વાંચો >બ્રેસ્ટ
બ્રેસ્ટ : ફ્રાન્સના વાયવ્ય કિનારે બ્રિટાની દ્વીપકલ્પના પશ્ચિમ છેડા પર આવેલું શહેર, ઔદ્યોગિક ક્ષેત્રે સંકળાયેલું મહત્વનું વાણિજ્યમથક તથા શ્રેષ્ઠ કક્ષાનું લશ્કરી બંદર. વળી તે ફ્રાન્સનું મુખ્ય નૌકાકેન્દ્ર તથા આણ્વિક પનડૂબી (nuclear submarine) માટેનું મથક પણ છે. ભૌગોલિક સ્થાન : 48° 24´ ઉ. અ. અને 4° 29´ પ. રે. તે પૅરિસથી…
વધુ વાંચો >બ્રોકન હિલ
બ્રોકન હિલ : અગ્નિ ઑસ્ટ્રેલિયાના મધ્ય પશ્ચિમ ભાગમાં ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની પશ્ચિમ સરહદે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 31° 57´ દ. અ. અને 141° 27´ પૂ. રે. મેઇન બૅરિયર રેઇન્જ(પર્વતમાળા)ની પૂર્વ બાજુએ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યની સરહદથી પૂર્વ તરફ 50 કિમી. અંતરે, એડેલેઇડથી ઈશાનમાં 400 કિમી. અંતરે અને સિડનીથી પશ્ચિમે…
વધુ વાંચો >બ્લડસ્ટોન
બ્લડસ્ટોન : સિલિકા(SiO2)નું બંધારણ ધરાવતા કૅલ્સિડોની ખનિજનો ઘેરો-લીલો રંગ ધરાવતો પ્રકાર. તે હેલિયોટ્રોપ નામથી પણ ઓળખાય છે. ઘેરો લીલો રંગ ધરાવતા કૅલ્સિડોની ખનિજના દળમાં તેજસ્વી લાલ જાસ્પરના ગઠ્ઠા રહેલા હોય છે. તેમને ઘસીને, ચમક આપીને સુંદર બનાવવામાં આવે ત્યારે ઘેરી લીલી પાર્શ્વભૂમાં વચ્ચે વચ્ચે લોહી જેવાં રાતાં ટપકાંનો દેખાવ રજૂ…
વધુ વાંચો >