ગિરીશભાઈ પંડ્યા
બોત્સવાના
બોત્સવાના : આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં મધ્યમાં આવેલો દેશ. સત્તાવાર નામ બોત્સવાનાનું પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 17o 50´થી 27o 0´ દ. અ. અને 20# 00´થી 29# 25´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 5,81,730 ચોકિમી. જેટલું છે, ઉત્તર–દક્ષિણ અંતર 1,006 કિમી. અને પૂર્વ–પશ્ચિમ અંતર 950 કિમી. છે.…
વધુ વાંચો >બોથનિયાનો અખાત
બોથનિયાનો અખાત : બાલ્ટિક સમુદ્રનું ઉત્તરતરફી વિસ્તરણ. પૂર્વમાં તે ફિનલૅન્ડને અને પશ્ચિમમાં સ્વીડનને અલગ પાડે છે. ઉત્તરમાં તે સ્વીડિશ બંદર હાપારેન્ડાથી દક્ષિણ તરફના ઍલૅન્ડ ટાપુઓ સુધી 640 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલો છે. ઉત્તરમાં તેની પહોળાઈ 160 કિમી. અને દક્ષિણમાં 240 કિમી. જેટલી છે; પરંતુ મધ્યમાં તે સાંકડો છે અને માત્ર 80…
વધુ વાંચો >બોધિગયા (બુદ્ધગયા)
બોધિગયા (બુદ્ધગયા) : બિહાર રાજ્યના ગયા જિલ્લાનું ગામ અને પવિત્ર સ્થાનક. ભૌગોલિક સ્થાન : તે 24o 42´ ઉ. અ. અને 84o 59´ પૂ. રે. પ્રાચીન કાળમાં નિરંજના (હાલમાં ફલ્ગુ) નામે ઓળખાતી નદીના કાંઠે આવેલા આ સ્થળે બોધિવૃક્ષની નીચે ભગવાન ગૌતમ બુદ્ધને સંબોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ વૃક્ષ 2,600 વર્ષથી આજે…
વધુ વાંચો >બૉમ્બે હાઇ
બૉમ્બે હાઇ : ભારતના પશ્ચિમ કિનારાની ખંડીય છાજલી પરનું ઘણું મહત્વનું તેલ-વાયુધારક ક્ષેત્ર. તે મુંબઈ દૂરતટીય થાળા(Bombay Offshore Basin)માંનો સમુદ્રજળ હેઠળ ઊંચકાયેલો ભૂસંચલનજન્ય તળવિભાગ છે. મુંબઈ-સૂરતના દરિયાકાંઠાથી પશ્ચિમ તરફ આશરે 300 કિમી. અંતરે અરબી સમુદ્રમાં આવેલું આ તેલક્ષેત્ર 19° 00´ ઉ.અ. અને 71° 00´ પૂ.રે.ની આજુબાજુ 200 મીટર ઊંડાઈ સુધીના…
વધુ વાંચો >બૉમ્બ્સ
બૉમ્બ્સ (bombs) : જ્વાળામુખીજન્ય પેદાશ. જ્વાળામુખી-પ્રસ્ફુટન દરમિયાન હવામાં ફેંકાતા પીગળેલા લાવામાંથી ઠરીને બનેલા નાના-મોટા પરિમાણવાળા ગોળા, ગોલકો, ટુકડા કે ગચ્ચાં. ઊછળતી વખતે લાવાનાં આવાં સ્વરૂપો ભ્રમણ પામતાં નીચે પડે છે, તેથી લાક્ષણિક આંતરિક રચના અને આકારો તૈયાર થતાં હોય છે. બૉબિન જેવો કે બ્રેડની ઉપલી પોપડી જેવો તેનો દેખાવ હોય…
વધુ વાંચો >બોરેટ-નિક્ષેપો
બોરેટ-નિક્ષેપો : બોરોનધારક ખનિજોથી બનેલા નિક્ષેપો. બોરેટ એટલે બોરિક ઍસિડનો ક્ષાર, ધરાવતું સંયોજન. કુદરતી રીતે મળતાં સ્ફટિકમય ઘનસ્વરૂપો કે જેમાં બોરોન ઑક્સિજન સાથે રાસાયણિક રીતે સંયોજાયેલું હોય એવાં ઘણાં ખનિજોથી બનેલા જટિલ સમૂહને બોરેટ તરીકે ઓળખાવાય છે. એવોગાર્ડાઇટ (K·Cs)BF4 અને ફેરૂસાઇટ(NaBF4)ના અપવાદને બાદ કરતાં જાણીતાં બધાં જ બોરોન-ખનિજો બોરેટ કહેવાય.…
વધુ વાંચો >બૉર્ડોક્સ
બૉર્ડોક્સ : ફ્રાન્સના નૈર્ઋત્ય ભાગમાં આવેલું ઍક્વિટેનનું પાટનગર તથા જિરોન્ડ પ્રદેશનું વહીવટી મથક. ઍક્વિટોન થાળાના વિસ્તાર માટે તે વેપારવણજના કેન્દ્ર તરીકે ખ્યાતિ પામેલું છે. ભૌગોલિક સ્થાન : 44° 50´ ઉ. અ. અને 0° 34´ પૂ. રે. ગેરોન નદીના કાંઠા પર વસેલું આ શહેર ઍક્વિટોન થાળામાંની દ્રાક્ષની વાડીઓ માટે ફ્રાન્સમાં જાણીતું…
વધુ વાંચો >બૉર્નિયો
બૉર્નિયો : પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આવેલા સુંદા ટાપુઓ પૈકીનો એક ટાપુ. મુખ્યત્વે ત્રણ રાજ્યોમાં વહેંચાયેલ ટાપુ તરીકે પણ તે અદ્વિતીય છે. ભૌગોલિક સ્થાન : તે 00° 30´ (વિષુવવૃત્ત) અને 114° 00´ પૂ. રે.ની આજુબાજુનો સબાહ, સારાવાક, બ્રુનેઈ અને કાલીમાન્તાન(બૉર્નિયો)ના મોટાભાગનો સમાવેશ કરતો આશરે 7,54,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.…
વધુ વાંચો >બોલ
બોલ (Bole) : બેસાલ્ટ જેવા – લાવા-પ્રવાહોના થર વચ્ચે આંતરપડ રૂપે રહેલો લૅટરાઇટ કે બૉક્સાઇટ પ્રકારનો નિક્ષેપ-અવશેષ – અવશિષ્ટ નિક્ષેપ. આ પ્રકારનો અવશિષ્ટ નિક્ષેપ જીવાવશેષોની જેમ જળવાયેલો મળતો હોવાથી તેને લૅટરાઇટ અવશેષ કે બૉક્સાઇટ અવશેષ (fossil laterite or bauxite) કહે છે. મોટેભાગે તો તે લાવા-પ્રવાહોની શ્રેણીઓ વચ્ચે તૈયાર થયેલો જોવા…
વધુ વાંચો >બોલોના
બોલોના : ઉત્તર ઇટાલીમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 29´ ઉ. અ. અને 11° 20´ પૂ. રે. તે ખુશનુમા આબોહવા ધરાવે છે અને ફળદ્રૂપ જમીન-વિસ્તારમાં વસેલું છે. ઉત્તર ઇટાલીનું તે મહત્વનું ઔદ્યોગિક મથક છે. તેની ઉત્પાદકીય પેદાશોમાં કૃષિયંત્રસામગ્રી, મોટરગાડીઓ, રેશમ, મખમલ અને ચટણી(Bologna sausage)નો સમાવેશ થાય છે. બોલોના ઇટાલીના…
વધુ વાંચો >