બૉમ્બ્સ (bombs) : જ્વાળામુખીજન્ય પેદાશ. જ્વાળામુખી-પ્રસ્ફુટન દરમિયાન હવામાં ફેંકાતા પીગળેલા લાવામાંથી ઠરીને બનેલા નાના-મોટા પરિમાણવાળા ગોળા, ગોલકો, ટુકડા કે ગચ્ચાં. ઊછળતી વખતે  લાવાનાં આવાં સ્વરૂપો ભ્રમણ પામતાં નીચે પડે છે, તેથી લાક્ષણિક આંતરિક રચના અને આકારો તૈયાર થતાં હોય છે. બૉબિન જેવો કે બ્રેડની ઉપલી પોપડી જેવો તેનો દેખાવ હોય છે અને ઉપરનું પડ સુવિકસિત હોય છે. તેમનાં કદ નાનાં ટીપાંથી માંડીને અનેક ઘનમીટર જેટલાં હોઈ શકે છે. આ પ્રકારનાં ગચ્ચાં મોટે ભાગે કોટરયુક્ત હોય છે. તેમને જ્વાળામુખીજન્ય ગોળા તરીકે ઓળખાવવાનું ઉચિત ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા